Home> Gujarat
Advertisement
Prev
Next

જેમ ઘરની બહાર ગાય ઊભી હોય છે એમ ગુજરાતમાં અહીં ઘરની બહાર ખૂંખાર દીપડા ફરતા દેખાય છે!

ગુજરાતમાં સૌથી વધારે દીપડાની સંખ્યા સૌરાષ્ટ્ર ઝોનમાં છે. દિપડાની સંખ્યા સૌરાષ્ટ્રમાં ૫૯.૬ ટકા વધી છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં આંકડો વધુ મોટો થયો છે. આ વિસ્તારમાં દિપડાની સંખ્યામાં ૧૪૫ ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં છ વર્ષમાં દિપડાની સંખ્યામાં 63 ટકા વધારો, 2274 હોવાનું અનુમાન છે. જૂનાગઢમાં જિલ્લામાં ગુજરાતમાં સૌથી વધારે 578 અને ગીર સોમનાથમાં 257 દીપડા હોવાનું વન વિભાગની ગણતરીમાં સામે આવ્યું છે.

જેમ ઘરની બહાર ગાય ઊભી હોય છે એમ ગુજરાતમાં અહીં ઘરની બહાર ખૂંખાર દીપડા ફરતા દેખાય છે!

ઝી બ્યૂરો, અમદાવાદઃ જૂનાગઢમાં ૫૭૮ અને ગીર સોમનાથમાં ૨૫૭ની સંખ્યા. ગુજરાતમાં છ વર્ષમાં દિપડાની સંખ્યામાં ૬૩ ટકા વધારો થયો છે. વન વિભાગના અંદાજ પ્રમાણે રાજ્યમાં 2274 દીપડા જોવા મળ્યાં છે. સૌથી વધુ દીપડા સૌરાષ્ટ્ર વિસ્તારમાં છે. છેલ્લે 2016માં જ્યારે ગણતરી કરવામાં આવી હતી ત્યારે ગુજરાતમાં 1395 જેટલી દીપડાની સંખ્યા હતી. હવે તેમાં ધરખમ વધારો થયો છે. બીજી મહત્ત્વની એ વાત પણ સામે આવી છેકે, વન વિભાગના જણાવ્યા પ્રમાણે 40 ટકા દિપડા માનવ વસાહત નજીક મળી આવ્યાં છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સંખ્યા જોવા મળી છે.

ગુજરાતમાં સૌથી વધુ દીપડા ક્યાં વસવાટ કરે છે?
દિપડાની વસતી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે પરંતુ કોરાના સંક્રમણના કારણે આ વખતે સમયસર ગણતરી થઇ શકી ન હતી. વન વિભાગના તાજેતરના સર્વેમાં કેટલીક બાબતો સામે આવી છે. રાજ્યમાં દિપડાની સૌથી વધુ ૫૭૮ જેટલી સંખ્યા જૂનાગઢમાં છે.

ગુજરાતના કયા જિલ્લામાં કેટલાં દીપડા છે?
રાજ્યમાં દિપડાની સૌથી વધુ ૫૭૮ જેટલી સંખ્યા જૂનાગઢમાં છે. ગીર સોમનાથમાં ૨૫૭ દિપડા જોવા મળ્યા હતા. એવી જ રીતે દાહોદમાં ૨૦, પંચમહાલમાં ૧૧૯ અને છોટા ઉદેપુરમાં ૧૧૧ની સંખ્યા થઇ છે. છ વર્ષ પહેલાં જુનાગઢમાં ૩૫૪ અને ગીર સોમનાથમાં ૧૧૧ દિપડા હતા.

ઝોનવાઈસ દીપડાની સંખ્યા ક્યાં વધારે છે?
ગુજરાતમાં સૌથી વધારે દીપડાની સંખ્યા સૌરાષ્ટ્ર ઝોનમાં છે. દિપડાની સંખ્યા સૌરાષ્ટ્રમાં ૫૯.૬ ટકા વધી છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં આંકડો વધુ મોટો થયો છે. આ વિસ્તારમાં દિપડાની સંખ્યામાં ૧૪૫ ટકાનો વધારો થયો છે. એટલે કે ૨૦૧૬માં જ્યાં ૨૧૧ હતા ત્યાં આજે ૫૧૮ થયાં છે. ઉત્તર ગુજરાતમાં ૯૧ની સંખ્યા વધીને ૧૫૨ થઇ છે, જ્યારે મધ્ય ગુજરાતમાં દિપડાની ૨૦૧૬ની ૩૯૩ની સંખ્યા સામે ૨૦૨૩માં ૪૮૭ જોવા મળી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More