Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં મજૂરી કામ કરતા 16 વર્ષીય બાળકનું મોત, પરિવારનો કોન્ટ્રાક્ટર પર મોટો આક્ષેપ

રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાનો વતની 16 વર્ષીય કલ્પેશ કુમાર વીરેન્દ્ર ઉર્ફે વરસિંગ ચરપોટા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સુરત આવ્યો હતો. હાલમાં તે ભટાર વિસ્તારમાં રહેતો હતો.

સુરતમાં મજૂરી કામ કરતા 16 વર્ષીય બાળકનું મોત, પરિવારનો કોન્ટ્રાક્ટર પર મોટો આક્ષેપ

પ્રશાંત ઢીવરે/સુરત: અલથાણ વિસ્તારમાં નવ નિર્મિત બિલ્ડીંગમાં કામ કરતી વેળાએ નીચે પટકાતા એક 16 વર્ષીય બાળ કિશોરનું મોત નીપજ્યું છે. પરિવારે કોન્ટ્રાક્ટર પર આક્ષેપ કર્યા છે કે કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનો આપ્યા વગર જ કિશોર પાસે મજૂરી કામ કરવામાં આવતું હતું હાલ. સમગ્ર મામલે અલથાણ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક કિશોર મૂળ રાજસ્થાનનો વતની હતો અને તે સુરતમાં કામ કરતો હતો. 

21 માર્ચે સુરતના આ વિસ્તારમાં થશે બ્લાસ્ટ, ઉત્રાણ પાવર હાઉસના ટાવરને તોડી પડાશે  

રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાનો વતની 16 વર્ષીય કલ્પેશ કુમાર વીરેન્દ્ર ઉર્ફે વરસિંગ ચરપોટા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સુરત આવ્યો હતો. હાલમાં તે ભટાર વિસ્તારમાં રહેતો હતો અને વેસુ શ્યામમંદિર પાસે આવેલા રાજહંસ કીમોન ખાતે નવનિર્મિત બિલ્ડીંગમાં બ્રેકર મશીન ચલાવી કામ કરી રહ્યો હતો.

ખેતરમાં ઘઉંના પાકમાં અચાનક ફાટી નીકળી આગ, વીજળી કે આગ નહીં આ કારણ જાણીને રોઈ પડશો

આ દરમ્યાન તે 06 ફૂટ હાઈટ પરથી નીચે પટકાયો હતો. તેને ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બાળ મજુરી પર પ્રતિબંધ હોવા છતાં કોન્ટ્રાક્ટરે બાળ કિશોર ને મજૂરી કામ પર રખાયો હતો સાથે જ પરિવારે કોન્ટ્રાક્ટર પર આક્ષેપ કર્યા છે કે કોઈ પણ પ્રકારના સેફટીના સાધનો આપ્યા વગર જ બાળક પાસે મજૂરી કરવામાં આવતી હતી. 

Disney માં મોટાપાયે છટણી યોજના, આગામી મહિને 4 હજાર કર્મચારીઓની થશે છટણી

કિશોરના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. બીજી તરફ અલથાણ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણમાં કોન્ટ્રકટરની બેદરકારી છે કે કેમ તે મામલે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ કિશોરની ઉમર 16 વર્ષ હોવા છતાં તેને કેવી રીતે કામ પર રાખ્યો તે પણ ચર્ચાનો વિષય બન્યો હતો. કામદારોને સેફટીને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે.

થાઈલેન્ડ જઈને ગુજરાતીઓ સૌથી પહેલા કરે છે આ કામ, જેનાથી પત્નીઓ બહુ ચીઢાય છે

આદિવાસી સમાજ સેવાના દિલીપભાઈ ડામોરે જણાવ્યું હતું કે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે શ્રમિકો મજુરી કામ કરવા માટે સુરત આવે છે, અહી તેમનું ખુબ જ શોષણ થાય છે. તેઓને કોઈ પણ જાતની સેફટીના સાધનો વગર કામ કરાવવામાં આવે છે ત્યારે આવી ઘટના બની હતી. આ ઘટનામાં 16 વર્ષીય કિશોર હતો તેને કોઈ પણ જાતના સેફટી વગર કામ કરાવવામાં આવતું હતું. આ પહેલી ઘટના નથી આવી 5 થી 6 ઘટના અગાઉ પણ પ્રકાશમાં આવી ચુકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More