Home> Gujarat
Advertisement
Prev
Next

સગપણને હજી 15 દિવસ જ થયા હતા, ત્યાં ઘરમાં મૃત મળ્યા મૂકબધિર ફિયાન્સ-ફિયાન્સી

સગપણને હજી 15 દિવસ જ થયા હતા, ત્યાં ઘરમાં મૃત મળ્યા મૂકબધિર ફિયાન્સ-ફિયાન્સી
  • ગઈકાલે સાંજે ધ્રુતી અને અર્પિતનો મૃતદેહ સાસરીના ઘરના બાથરૂમમાં મળી આવ્યો
  • જ્યાં થોડા દિવસોમાં લગ્નની શરણાઈ વાગવાની હતી, ત્યાં હવે બંને પરિવારોમાં માતમ છવાયો

ઝી મીડિયા/બ્યૂરો :સુરતમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. એક મૂકબધિર અને ભવિષ્યમાં એકબીજાના થનારા ફિયાન્સ અને ફિયાન્સી બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. 15 દિવસ પહેલા જ બંનેની સગાઈ હતી. ત્યારે રહસ્યમયી રીતે ઘરના બાથરૂમમાંથી તેમના મૃતદેહો મળી આવ્યા છે. ચોંકાવનારા બનાવમાં અઠવા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે, કે આખરે કેવી રીતે બંને મોતને ભેટ્યાં.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કામરેજમાં જયેશ ટેલરનો પરિવાર રહે છે. જયેશ ટેલર વ્યવસાયે દરજીકામ કરે છે. તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. જેમાં દીકરી ધ્રુતી મૂકબધિર હતી. ધ્રતી ઘરમાં સાડી ભરવાનું કામ કરીને પરિવારને મદદ કરતી હતી. ધ્રુતીની સગાઈ સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા અર્પિત પટેલ સાથે 15 દિવસ પહેલા થઈ હતી. અર્પિત પણ મૂકબધિર હતો. સગાઈ બાદ ધ્રુતી બહુ જ ખુશ રહેતી હતી. ધ્રુતી અને અર્પિત એકબીજા સાથે મોબાઈલ ચેટીંગના માધ્યમથી તથા સાઈન લેંગ્વેજથી વાત કરતા હતા.

‘તારા માથે પાઘડી શોભતી નથી...’ કહીને ગુજરાતમાં દલિત દીકરીનો વરઘોડો અટકાવ્યો 

છેલ્લાં પાંચ દિવસથી ધ્રુતિ પોતાના સાસરે રહેવા આવી હતી. ત્યારે ગઈકાલે સાંજે અચાનક ધ્રુતી અને અર્પિતનો મૃતદેહ સાસરીના ઘરના બાથરૂમમાં મળી આવ્યો હતો. અર્પિતની બહેન ઘરે આવતા તેણે બંનેની શોધખોળ કરી હતી, ત્યારે બંને મૃત મળી આવ્યા હતા. ત્યારે આ મામલે તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા હતા. જેના બાદ તબીબે બંનેને મૃતદેહ જાહેર કર્યા હતા. 

આ ઘટના બાદ બંનેના પરિવારો પર આભ તૂટી પડ્યું હતું. એપ્રિલ મહિનામાં ધ્રુતી અને અર્પિતના લગ્ન લેવાના હતા. અર્પિતના પિતા આર્યુવેદિક દવાખાનુ ચલાવે છે. જ્યાં થોડા દિવસોમાં લગ્નની શરણાઈ વાગવાની હતી, ત્યાં હવે બંને પરિવારોમાં માતમ છવાઈ ગયો છે. 

પોતાના નગ્ન ફોટો ફેસબુકમાં જોઈ યુવતીના પગ તળેથી જમીન ખસી, વર્ચ્યૂઅલ મિત્રએ જીવન બનાવ્યું નર્ક

જે બાથરૂમમાંથી બંને મૃત મળ્યા તેનો પાણીનો નળ પણ ચાલું હતો અને દરવાજો પણ ખુલ્લો હતો તેવી માહિતી પોલીસને પ્રાથમિક તપાસમાં સામે આવી છે. તો બીજી તરફ, ગેસ લીકેજ થવાથી ગૂંગળામણમાં પણ મોત થયુ હોવાનું કહેવાય છે. જોકે, અઠવા પોલીસે બંનેના મોત માટે તપાસનો દોર શરૂ કર્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More