Home> Gujarat
Advertisement
Prev
Next

મોત માંગતી ગરમી! ગુજરાતના એક શહેરમાં ગરમી હાહાકાર, 8 દિવસમાં 33 લોકોના મોત

Heat Stroke Death In Gujarat : રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે શુક્રવારે ગુજરાતના વડોદરા શહેરમાં મોતનું તાંડવ રચાયું છે, આ શહેરમાં ગરમીથી મોતનો આંકડો દિવસેને દિવસે મોટો થઈ રહ્યો છે 

મોત માંગતી ગરમી! ગુજરાતના એક શહેરમાં ગરમી હાહાકાર, 8 દિવસમાં 33 લોકોના મોત
Updated: May 26, 2024, 09:00 AM IST

Heat Stroke In Gujarat : ગુજરાતનો 46 ડિગ્રીનો પારો હવે લોકોને અકળાવી નહિ, પરંતુ ડરાવી રહ્યો છે. કારણ કે આ ગરમી તો મોત માંગી રહી છે. ગુજરાતમાં આકરી ગરમી હવે લોકોના ભોગ લઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વિવિધ શહેરોમાંથી ગરમીથી મોતના આંકડા વધી રહ્યાં છે. તેમાં પણ ગઈકાલે અમદાવાદની ગરમી સહન ન કરી શકનારા બે માસુમ બાળકોના મોત પણ થયા છે. આવામાં ગુજરાતનું એક શહેર છે જ્યાં મોતનું તાંડવ રચાયું છે. સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લાં 8 દિવસથી અગનગોળાની જેમ ફૂંકાતી ગરમીમાં 33 લોકોના મોત નિપજ્યા છે. આ આંકડો હવે ચોંકાવનારો બની રહ્યો છે.

વડોદરામાં 33 મોત

વડોદરા શહેરમાં અગનગોળા વરસાવતી ગરમીમાં શનિવારે 24 કલાકમાં એક મહિલા સહિત પાંચના મોત નિપજ્યા છે. છેલ્લા આઠ દિવસમાં 33 લોકોના મોત નિપજ્યા છે. શહેરભરમાં તાવ, ચક્કર, ગભરામણ થયા પછી બેભાન થવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. વાત કરીએ તો, શનિવારે 60 વર્ષના શારદાબેન ગોહિલ, 59 વર્ષના કૃષ્ણન વેંકટા સૂરિ, 42 વર્ષના જતીન પરમાર, 60 વર્ષના જયશ્રીબેન ધોબી સહીત 39 વર્ષના માનસિક બીમાર યુવકનું મોત નિપજ્યું છે. મૃતકોના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાશે. 

વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં : બસ આટલા કલાકમાં તબાહીની શરૂઆત થઈ જશે, ગુજરાતનું શું થશે?

ગરમીમા આ રીતે ધ્યાન રાખો
દિવસેને દિવસે વધતી જતી ગરમીના કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશનના કેસ વધી રહ્યાં છે. ગરમીમાં બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક લાગવો, વોમેટિંગ સહિતના કેસ વધ્યા છે. અતિશય ગરમીને લોકો હવે સહન નથી કરી શક્તાં નથી. આ કાળઝાળ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલીભર્યું બન્યું છે. તબીબોની સલાહ મુજબ, કામ વગર ગરમીમાં નીકળવાનું ટાળવું જોઈએ. 

ગુજરાતના માથે વધુ એક દુર્ઘટનાનું કલંક : કોઈની બેજવાબદારી 28 માસુમોના મોતનું કારણ બની

રેડ/ઓરન્જ એલર્ટ દરમ્યાન આટલું કરો

  • શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર પર ઓ.આર.એસ. પેકેટસ ઉપલબ્ધ છે. 
  • દરેક વોર્ડના સ્લમ વિસ્તારો, કડિયાનાકા તેમજ ભીડભાડવાળી જગ્યાઓ પર પ્રચાર-પ્રસાર તથા પત્રિકા વિતરણ કરવામાં આવેલ છે.  
  • સફાઇ કામદારોને બપોરના ૧૨:૦૦ થી ૦૪:૦૦ કલાક સુધી કામ ન કરવા દેવા સુચના આપેલ છે. 
  • તમામ બસ સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, લારી-ગલ્લા, પોલીસ પોઇન્ટ પર ઓ.આર.એસ. પેકેટ તથા આઇ.ઇ.સી. પત્રિકાનુ વિતરણ કરવામાં આવેલ છે. 
  • શહેરની હોસ્પિટલોમાં હીટ રીલેટેડ સારવારની વ્યવસ્થા ઉપલ્બધ છે. 

જો નીચે મુજબ લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબની સલાહ લેવી ઇમરજન્સીમાં ૧૦૮ નો ઉપયોગ કરવો

ત્રણ દિવસ બચ્યા છે! ગુજરાત હાઈકોર્ટમાં થશે બમ્પર ભરતી, પગાર પણ ઉંચો મળશે

આ છે હીટવેવના લક્ષણો

  • માથુ દુખવુ, પગની પીંડીમા કળતર
  • શરીરનું તાપમાન વધી જવુ
  • ખુબ તરસ લાગવી
  • પરસેવો, પેશાબ ન થવો
  • ચામડી લાલ,સુકી થવી
  • ઉલટી,ઝાડા,ઉબકા ચક્કર આવવા
  • આંખે અંધારા આવવા,બેભાન થઇ જવુ
  • મુંઝવણ થવી
  • ખેંચ આવવી.
  • સ્નાયુઓમાં દુખાવો થવો
  • ખૂબ પરસેવો અને અશક્તિ આવવી. 
  • અળાઇઓ નીકળવી. 

ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાય

અતિશય ગરમીથી બચવા નગરજનોને નીચે મુજબ ઉપાય કરવા સુચવવામાં આવે છે

  1. હીટ વેવ દરમ્યાન બહાર ન નીકળવુ
  2. ખુબ પાણી પીવુ 
  3. સફેદ, સુતરાઉ કપડા પહેરવા
  4. છત્રી/ટોપી/સ્કાફનો ઉપયોગ કરવો.
  5. લીંબુ શરબત, મોળી છાશ,નાળિયેરનું પાણી ઓ.આર.એસ પુષ્કળ પીવું.
  6. બહારનું ખાવાનુ ટાળવું.
  7. ઉપવાસ ટાળવો.
  8. ભારે શારીરિક પવૃત્તિ ટાળો.
  9. બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી. 
  10. તાજા ફળો અને શાકભાજી ખાવા. 
  11. તીખું ખાવાનુ ટાળવું. 
  12. આહારમાં વધુ પળતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનુ ટાળવું. 
  13. ચા-કોફી અને સોડા વાળા પીણા પર નિયંત્રણ રાખવુ. 
  14. કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો. 
  15. ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો. 
  16. નાના બાળકો, વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.

ગરમીએ કહેર વર્તાવ્યો 
ભારે ગરમીને કારણે ગુજરાતમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે. લોકોને ગરમીને કારણે તાવ આવવાની ફરિયાદો વધી છે. તો સાથે જ પેટમાં દુખાવો, ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યાં છે. લોકોને ગરમીની અસર થવાથી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસના કોલ પણ વધી ગયા છે. ગુજરાતમાં એમ્બ્યુલન્સ સર્વિસને ગરમીને લગતી વિવિધ બીમારીના ૫૨૯ ઈમરજન્સી કોલ્સમા વધારો થઈ રહ્યો છે.

પોલીસને પડકાર ફેંકતા રીક્ષાચાલકો, જાહેર રસ્તા પર રેસ લગાવીને રમરમાટ દોડાવી રીક્ષા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે