Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં હાર્ટ એટેકનો દાવાનળ ફાટ્યો : માત્ર નવરાત્રિ હાર્ટ અટેકથી 36 લોકોનાં થયા મોત

Heart Attack Death In Gujarat :  રાજ્યમાં નવરાત્રિ દરમિયાન હાર્ટ અટેકથી 36 લોકોનાં થયા મૃત્યુ..સારવારનો સમય ન મળે એટલા સિવિયર અટેક આવ્યાનું તારણ..સૌરાષ્ટ્રમાં 16 લોકોએ ગુમાવ્યા જીવ...

ગુજરાતમાં હાર્ટ એટેકનો દાવાનળ ફાટ્યો : માત્ર નવરાત્રિ હાર્ટ અટેકથી 36 લોકોનાં થયા મોત

Heart Attack : ગુજરાતમાં કોરોના બાદ હાર્ટ એટેકનો દાવાનળ ફાટ્યો છે. આંકડા અનુસાર, નવરાત્રિ દરમિયાન હાર્ટ અટેકથી રાજ્યમાં 36 વ્યક્તિઓના મોત થયા છે. તો સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 16 લોકોના હાર્ટ અટેકથી મોત નિપજ્યા છે. દક્ષિણ ગુજરાતમાં પણ 15 લોકોનો હાર્ટ અટેકે ભોગ લીધો છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં 2 અને અમદાવાદમાં 3 લોકોના મોત થયા છે. સારવારનો સમય જ ન મળે એટલી ઝડપથી સિવિયર અટેકના કેસ વધી રહ્યાં છે. ખાસ કરીને આ નવરાત્રિ જીવલેણ સાબિત થઈ છે. નવરાત્રિમાં સાંજે 6થી રાત્રે 2 વાગ્યા સુધી હ્રદયરોગના 766 કેસ નોંધાયા છે. 9 દિવસમાં 8 કલાકના સમયમાં સરેરાશ 85 ઈમરજન્સી કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં છેલ્લા નોરતે સૌથી વધુ 32 કાર્ડિયાક ઈમરજન્સી આવી છે. 

મહત્વનું છે કે 108 ઈમરજન્સી સેવાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં છેલ્લાં નોરતામાં હ્રદય રોગ સંબંધિત 93 કોલ્સ સાંજથી રાત દરમિયાન મળ્યા હતા... જેમાં તારીખવાર જોઈએ તો...

15 ઓક્ટોબરે 73 ઈમરજન્સી કોલ્સ.,..
16 ઓક્ટોબરે 92 ઈમરજન્સી કોલ્સ...
17 ઓક્ટોબરે 69 ઈમરજન્સી કોલ્સ...
18 ઓક્ટોબરે 109 ઈમરજન્સી કોલ્સ...
19 ઓક્ટોબરે 102 ઈમરજન્સી કોલ્સ...
20 ઓક્ટોબરે 76 ઈમરજન્સી કોલ્સ...
21 ઓક્ટોબરે 70 ઈમરજન્સી કોલ્સ...
22 ઓક્ટોબરે 82 ઈમરજન્સી કોલ્સ નોંધાયા હતા...  

પતંગ હોટલનું ગ્રાન્ડ ઓપનિંગ : આખુ અમદાવાદ જોતું રહી ગયું તેવી આતશબાજી કરાઈ

નવરાત્રિમાં સૌથી વધુ મોત
નવરાત્રિ દરમિયાન હાર્ટ અટેકથી રાજ્યમાં 36 વ્યક્તિઓનાં મૃત્યુ થવા એ કોઈ નાનો આંકડો નથી. ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન સાંજે 6 થી રાતે 2 વાગ્યા સુધી હૃદયરોગના 766 કેસ નોંધાયા છે. 9 દિવસમાં માત્ર આ 8 કલાકના ગાળામાં જ 85 ઈમરજન્સી નોંધાયા છે. તો એકલા અમાદવાદમાં છેલ્લા નોરતે સૌથી વધુ 32 કાર્ડિયાક ઈમરજન્સી આવી છે. કાર્ડિયાક ઉપરાંત વાહન અકસ્માત, ચક્કર ખાઈે પડી જવું સહિતના રોજના સરેરાશ 4161 કેસ માત્ર 8 કલાકના ગાળામાં આવતા હતા. ગુજરાતમાં શ્વાસ લેવા સંબંધિત તકલીફના સરેરાશ 98 કોલ્સ નોંધાયા છે. 

ગુજરાતમાં હાર્ટએટેક હવે ચિંતાજનક વિષય બની રહ્યો છે. આટલા ટૂંકા ગાળામાં હાર્ટ એટેકથી ટપોટપ મોતના કારણો લોકોમાં ચિંતા જગાવી રહ્યાં છે. કામ કરતા ઢળી પડવું, ગરબા રમતા ઢળી પડવું તેવા કિસ્સામાં લોકો તત્કાલ મોતને ભેટી રહ્યાં છે. આ હાર્ટએટેક એટલો સિવિયર હોય છે કે લોકોને સારવાર મળતા પહેલા જ તેનું દિલ જવાબ આપી દે છે. આ મોટાભાગના કિસ્સામાં ઉંમર 50 વર્ષથી નીચેની છે. 

તેજ વાવાઝોડું નબળું પડ્યું, ત્યાં હામૂન ઉભુ થયું : ગુજરાતને કેટલી અસર થશે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More