Home> Gujarat
Advertisement
Prev
Next

ખેતરમાં જતા યુવકના ગળામાં પતંગનો દોરો ફસાયો, દાઢીથી નીચેનો ભાગ આખો કપાયો, 40 ટાંકા આવ્યા

Kite Festival : ઉત્તરાયણ પહેલા જ પતંગનો દોરો જીવલેણ બની રહ્યો છે... ગળું ચિરાય જતા 40 ટાકા આવ્યા... દાઢીના નીચેનો ભાગ આખો કપાઈ ગયો  
 

ખેતરમાં જતા યુવકના ગળામાં પતંગનો દોરો ફસાયો, દાઢીથી નીચેનો ભાગ આખો કપાયો, 40 ટાંકા આવ્યા

Narmada News જયેશ દોશી/નર્મદા : ઉત્તરાયણનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ પતંગના દોરા સાથેની દુર્ઘટનાઓ વધી રહી છે. પતંગના દોરાથી અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે નર્મદા જિલ્લામાં એક યુવકનું પતંગના દોરાથી ગળુ કપાયું છે. ખેતરમાં જઈ રહેલા યુવકના ગળામાં પતંગનો દોરો ફસાયો હતો, જેના બાદ તેને 40 ટાંકા લેવાયા હતા. 

નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાના વરખડ ગામે રહેતા યોગેશભાઈ બાઇક લઈને ખેતર જઈ રહ્યાં હતાં. ત્યારે યુવાનના ગળામાં અચાનક પતંગની દોરી ફસાઈ ગઈ હતી. તેમને ગળાની ઉપર દાઢીના ભાગે ઈજાઓ પહોંચી હતી. ગળું ચિરાઈ જતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જેમાં 40 ટાંકા લઈને તેમનો જીવ બચાલી લેવાયો હતો. 

દિલ્હીથી આવી મોટી ખબર : આપના દાવા વચ્ચે કેજરીવાલનો ગુજરાત પ્રવાસ અચાનક ગોઠવાયો

ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ ચગાવવા માટે વપરાતી દોરી લોકો માટે જોખમી બનતી હોય છે. દોરીના કારણે લોકોને ગંભીર ઇજા પહોંચે છે અને કેટલીકવાર મોત પણ નીપજે છે. ત્યારે આજ રોજ દોરીના કારણે એક યુવાનનું ગળાની ઉપર દાઢી નાં ભાગ ચીરાઈ જતાં દોડધામ મચી હતી

આ વિશે રાજપીપળાના ડો.જયેશ પટેલ પાસે યુવકને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેઓએ તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી હતી. આમ, 35 થી 40 ટાંકા લઈને તેઓને જીવ બચાવ્યો હતો.

આ બાબતે ડો, જયેશ પટેલ તેઓ જણાવ્યું હતું કે હાલ ઉતરાણ આવી રહી છે. ત્યારે મોટરસાયકલ ચલાવતા ચાલકોને સેફ્ટી રાખવી ખૂબ જરૂરી છે. ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરો. ગળામાં સ્કાફ પેહરવાનું રાખો એમ સંદેશો આપ્યો હતો.

સરકારી ભરતીની પરીક્ષા આપનારા ઉમેદવારોને મોટો ફટકો : GSSSB એ પરીક્ષા ફી વધારી દીધી

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More