Home> Gujarat
Advertisement
Prev
Next

પારસીઓનું ગામ સંજાણમાં હોરર ફિલ્મ જેવું દ્રશ્ય જોઈ લોકો ગભરાયા, ગાડી સાથે લટકતી આવી લાશ

 વલસાડના સંજાણમાં હોરર ફિલ્મોમાં સર્જાય તેવી ઘટના સામે આવી છે. સંજાણ ફાટક પર ગાડીની નીચે એક અર્ધ મૃતદેહ લટકતી સ્થિતિમાં મળી આવ્યો. આ જોઈને સૌ ચોંકી ગયા હતા. 

પારસીઓનું ગામ સંજાણમાં હોરર ફિલ્મ જેવું દ્રશ્ય જોઈ લોકો ગભરાયા, ગાડી સાથે લટકતી આવી લાશ

જય પટેલ/વલસાડ : વલસાડના સંજાણમાં હોરર ફિલ્મોમાં સર્જાય તેવી ઘટના સામે આવી છે. સંજાણ ફાટક પર ગાડીની નીચે એક અર્ધ મૃતદેહ લટકતી સ્થિતિમાં મળી આવ્યો. આ જોઈને સૌ ચોંકી ગયા હતા. મહારાષ્ટ્રથી આવી રહેલી ગાડી સંજાણ ફાટક પાસે ઉભી રહેતાં લોકોએ અર્ધમૃતદેહ જોયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. 

ગુજરાતને અડીને આવેલા નંદુરબારમાં મુસાફરોથી ઓવરલોડેડ બોટ પલટી, 6ના મોત

વલસાડના સંજાણ ફાટક પર એક ગાડીની પાછળ લટકતા અર્ધ મૃતદેહ જોતા સનસની મચી ગઈ હતી. MH04 DB 6105 નંબરની ગાડી મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશી હતી. ત્યારે આ ગાડી સંજાણ ફાટક પાસે ઊભા રહેતા લોકોને જે દ્રશ્ય જોવા મળ્યું, તે જોઈને તેઓ ચમક્યા હતા. ગાડીની નીચે એક અર્ધ મૃતદેહ લટકી રહ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી.

fallbacks

અર્ધ મૃતદેહને ઢસડીને લાવનાર ગાડી મહારાષ્ટ્રથી સંજાણ આવી રહી હતી. આવે અર્ધ મૃતદેહ ગાડીમાં કેવી રીતે ફસાયો તે બાબતથી ખુદ કારનો ચાલક પણ અજાણ હતો તેવું તેણે પોલીસ નિવેદનમાં કહ્યું. તો બીજી તરફ, આ મૃતદેહ એક અકસ્માતમાં મૃત્યુ પામેલ શખ્સનો હોવાનું કહેવાઈ રહ્યું છે. મહારાષ્ટ્રની હદમાં તલાસરી નજીક થયેલ અકસ્માતમાં મોતને ભેટેલ વ્યક્તિનો આ મૃતદેહ હોવાની ચર્ચા ચાલી રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. 

ગુજરાતના મહત્વના સમાચાર માટે કરો ક્લિક
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More