Home> Gujarat
Advertisement
Prev
Next

સરકારી યોજનાના નામે ફોન આવે ચેતી જજો, આ પ્રકારના લોકો બની રહ્યા છે સૌથી પહેલો શિકાર

Governmenr Yojna : ‘હું સરકારી હોસ્પિટલમાંથી ફોન કરું છું અને તમારા ખાતામાં ગર્ભવતી મહિલાને મળતા યોજનાના રૂપિયા ખાતામાં નાંખવાના છે...’ આ પ્રકારની મોડ્સ ઓપરેન્ડીથી દમણમાં અનેક મહિલાઓ સાથે છેતરપીંડીની ઘટના પ્રકાશમાં આવી
 

સરકારી યોજનાના નામે ફોન આવે ચેતી જજો, આ પ્રકારના લોકો બની રહ્યા છે સૌથી પહેલો શિકાર

Daman News નિલેશ જોશી/દમણ : કેન્દ્ર સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓના પોષણ માટે અનેક યોજનાઓ અમલીકરણ મૂકી છે. ત્યારે સંઘ પ્રદેશ દમણમાં સરકારી યોજનાના નાણાં તમારા ખાતામાં જમા થશે એમ કહીને ગર્ભવતી મહિલાઓ સાથે ઓનલાઇન ઠગા ના કિસ્સામાં ધરખમ વધારો થયો છે. જો કે ચોકાવનારી બાબત એ છે કે આંગણવાડી મહિલાઓ દ્વારા એકત્ર થતો ગર્ભવતી મહિલાનો તમામ બાયોડેટા આ ઠગાઈ ગેંગ પાસે હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે મહિલાઓ આસાનીથી આ ગેંગનો શિકાર બની રહી છે.  
 
સંઘ પ્રદેશ દમણમાં આવેલ હજારો કંપનીઓમાં મોટી સંખ્યામાં કામદાર લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે આ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ ચાલીઓમાં એક ફ્રોડ ગેંગ સક્રિય બની છે. આ ગેંગ ગર્ભવતી મહિલાઓને શિકાર બનાવે છે. સરકારની નીવડેલી આશાવર્કર પાસે આ મહિલાનો તમામ બાયોડેટા હોય એ સામાન્ય બાબત છે. ત્યારે હવે અચાનક દમણમાં એક મહિલાના પતિ પર ફોન આવ્યો હતો કે, તેમને સરકારી યોજના અંતર્ગત લાભ મળી રહ્યો છે. માતૃ વંદના જેવી અનેક યોજનામાં 15 હાજરથી વધારે રૂપિયા તમારા ખાતામાં તાત્કાલિક જમા થશે અને પછી આ મહિલાને તેમની તમામ માહિતી આ ફોન પરના વ્યક્તિએ આપી હતી. મહિલાની તમામ ખાનગી માહિતી આ ફોન કરનારી ઈસમ પાસે હોવાથી મહિલા ભોળવાઈ ગઈ. પછી શરુ થયો ઠગાઈનો ખેલ. ફોન પરના વ્યક્તિએ જેમ કહ્યું તેમ અભિલાષાએ કર્યું. અંતમાં એક ઓટીપી પણ આ ભોળી મહિલાએ આ ઠગને આપી દીધો હતો. બસ પછી થોડીક વારમાં જ આ મહિલાનું ખાતું ખાલી થઇ ગયું હતું. 

ગુજરાત માટે ગર્વની વાત : આ ફેમસ ગુજરાતી ફિલ્મની રિમેક બનાવશે અજય દેવગન

‘હું સરકારી હોસ્પિટલમાંથી ફોન કરું છું અને તમારા ખાતામાં ગર્ભવતી મહિલાને મળતા યોજનાના રૂપિયા ખાતામાં નાંખવાના છે...’ આ પ્રકારની મોડ્સ ઓપરેન્ડીથી દમણમાં અનેક મહિલાઓ સાથે છેતરપીંડીની ઘટના પ્રકાશમાં આવી છે. અભિલાસા જેવી જ અન્ય આ મહિલા પણ આંગણવાડીની અચૂક મુલાકાત લઇ રહી છે. મયુરી પાંડે નામની એક મહિલાના ખાતામાંથી 50 હજાર ઉપડી ગયા છે. આમ દમણમાં 15 થી વધારે ઠગાઈના કેસ બન્યા છે. તો અનેક મહિલાઓને ઓટીપી ન આપવો જોઈએ એ ખબર હોવાથી તેઓ બચી ગયા હતા. 

તલાટીની પરીક્ષામાં થઈ ગઈ મોટી ભૂલ, ઢગલાબંધ ઉમેદવારોની અંગૂઠાની છાપ લેવાની રહી ગઈ

દમણમાં માતૃત્વ વંદના જેવી સરકારી યોજનાના લાભ મહિલાઓને આપવાના બહાને થઇ રહેલ ફ્રોડને લઇને દમણનું વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. દમણમાં એક ખાસ બેઠક યોજવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓની આ બેઠકમાં આ ફ્રોડ વધુ ન ફેલાય તે માટે આવતા 2 દિવસોમાં તમામ આશાવર્કરોને આદેશ આવામાં આવ્યા છે કે તમામ ગર્ભવતી મહિલાના ઘરે ઘરે રૂબરૂ જઈ આ ફ્રોડ વિષે સમજ આપવામાં આવે અને આ પ્રકારના કોઈ પણ ફોન તંત્ર દ્વારા કરવામાં આવતા નથી અને જો કોઈ પણ તકલીફ હોય તો સીધો આશા વર્કરનો સંપર્ક કરવા સમજાવવામાં આવ્યું છે.

કેનેડાની આ ફેમસ યુનિવર્સિટીમાં થઈ રહ્યા છે ગુજરાતી યુવકોના મોત, 15 દિવસમાં બીજું મોત

મહિલા સાથે 5 હજારથી લઇને 50 હાજર સુધીના રૂપિયા તેમના ખાતામાંથી ઉપડી ગયા છે. કેટલીક મહિલાઓએ દમણ પોલીસ સમક્ષ ફરિયાદ પણ કરી છે. આ ઠગાઈમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે દમણના આંગણવાડીની મહિલા દ્વારા એકત્ર કરવામાં આવેલ ગર્ભવતી મહિલાનો તમામ ડેટાની ચોરી થઇ છે. ગર્ભવતી મહિલાની તમામ ખાનગી માહિતી પણ આ ગેંગ પાસે હોવાથી આ મામલો ખુબ સંગીન બની ગયો છે. સરકારી તંત્રમાંથી કોઈએ આ પ્રકારના ડેટાની ચોરી કરી ઠગાઈનો ખેલ શરુ કર્યો નથી ને. દમણ પોલીસે આ ઠગ ગૅંગનું પગેરું મેળવે તે ખુબ જ જરૂરી બની ગયું છે.

ખરો ગોવાળિયો તો આમને કહેવાય, પાળતૂ ગાયોને લઈને રોજ મોર્નિંગ વોક પર નીકળે છે આ સુરતી લાલા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More