Home> Gujarat
Advertisement
Prev
Next

ગોવાથી સસ્તા ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર ઉમટી પડ્યા ગુજરાતીઓ, અહી દારૂ અને બીચ બંને છે

Daman Tourism : નવા વર્ષનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે અત્યારથી જ દમણમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં છે... અહીં દરેક બીચ પર નવા વર્ષનું આકર્ષણ જોવા મળી રહ્યું છે
 

ગોવાથી સસ્તા ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર ઉમટી પડ્યા ગુજરાતીઓ, અહી દારૂ અને બીચ બંને છે

Gujarat Tourism નિલેશ જોશી/દમણ : 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી માટે ખાવા પીવાના શોખીનો થનગની રહ્યા છે. નવા વર્ષને વધાવવા લોકો પરિવાર સાથે જાણીતા સ્થળો પર ફરવા જતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતીઓ અને મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય રાજ્યોમાંથી પર્યટકો સસ્તા બજેટ માટે દમણ ને પસંદ વધારે કરી રહ્યા છે. પ્રવાસન પર નભતા સંઘ પ્રદેશ દમણ માટે ક્રિસમસ અને ન્યુ યર ની રજાઓ માં અનોખો માહોલ જોવા મળે છે. આ વર્ષે પણ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી માટે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી પણ પર્યટકો પરિવાર સાથે પહોંચ્યા છે. અને દમણ અત્યારથી જ ધમધમતું થઈ ગયું છે. આથી હોટેલ ઉદ્યોગમાં પણ ઉત્સાહનો માહોલ છે. આવો બતાવીએ દમણમાં નવા વર્ષની ઉજવણી લઈને કેવો છે માહોલ ..??

31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીની ઉજવણી માટે ખાવા પીવાના શોખીનોમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મલે છે. લોકો નવા વર્ષને વધાવવા ફરવા ફરવાના સ્થળ પર જતા હોય છે. જોકે આ વખતે દમણ પર્યટકો માટે હોટ ફેવરિટ બની રહ્યું છે. દમણમાં અત્યારથી જ પર્યટકોની ભીડ જામી રહી છે. દમણ પોતાના કુદરતી નઝારા માંટે જાણીતું છે. અહી દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે. ખાસ કરીને જે લોકોને દરિયા કિનારો આકર્ષે છે તે લોકો માટે દમણ સ્વર્ગ સમાન છે. અહીંના કિલ્લા, જેટી અને સંઘ પ્રદેશન દમણમાં દરિયા કિનારાનો નયનરમ્ય નજારો અહીંના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. 

ગોધરા કાંડના 21 વર્ષ બાદ 95 સાક્ષીઓની સુરક્ષા હટી, સરકારે એકાએક લીધો નિર્ણય

અહીંના જામ્પોર અને દેવકા બીચ દરેક ઉમરના લોકોનું મન મોહી લે છે. બીચ પર બાળકો અને યુવાનો હોર્સ રાઇડિંગ, કેમલ રાઇડિંગ કરી મજા માણતા હોય છે. છેલ્લાં કેટલાક સમયથી વધુમાં વધુ પ્રવાસીઓએ 31ST અને નવા વર્ષને વધાવવા પરિવાર સાથે દમણ પહોંચે છે. આ વર્ષે પણ અત્યારથી જ મોટી સંખ્યામાં પર્યટકો પરિવાર સાથે પહોંચ્યા છે. અને દમણમાં દરિયા કિનારા અને અન્ય જોવાલાયક સ્થળો પર ફરી ખુશી અનુભવી રહ્યાં છે.

દમણમાં હોટેલ ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકાસ પામ્યો છે. જેમાં આખું વર્ષ દેશભરમાંથી પર્યટકો દમણ ની મુલાકાત લે છે. જોકે દર વર્ષે ડિસેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું દમણના ઉદ્યોગો માટે સૌથી લાભદાયી પુરવાર થાય છે. આ વર્ષે પણ ક્રિસમસ અને નવા વર્ષને માણવા દમણ આવતા પ્રવાસીઓને આવકારવા દમણ હોટેલ ઉદ્યોગ પણ થનગની રહ્યો છે. દમણની દરેક હોટેલોમાં નવા વર્ષેની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપી હોટેલ પ્રવાસીઓને આવકારવા આતુર છે. આ વખતે દમણની હોટેલોમાં પ્રવાસીઓના ખિસ્સાને પરવડે તેવા અલગ અલગ પ્રકારના પેકેજ રાખ્યા છે. થર્ટી ફસ્ટની રાત્રે ડીજે અને મ્યુઝિક પાર્ટીઓનું પણ આયોજન થયું છે. તમામ હોટલોમાં એડવાન્સ બુકિંગ હાઉસફૂલ થઈ ગયા છે. આથી દમણનો હોટેલ ઉદ્યોગ પણ અત્યારે ઉત્સાહમાં છે.

કબૂતરબાજી કેસમાં મોટો ખુલાસો : અમેરિકા જવા નીકળેલા ગુજરાતીઓએ આપ્યા ગોળ ગોળ જવાબ

નવા વર્ષ અને થર્ટી ફસ્ટની ઉજવણી માટે માટે ગોવા પ્રવાસીઓની પહેલી પસંદગી હોય છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી દમણમાં થયેલા વિકાસ અને દરિયા કિનારે કરોડોના ખર્ચે તૈયાર થયેલ નમો પથ અને સીફેસ રોડ પર્યટકોને આકર્ષી રહ્યું છે. અને ઓછા બજેટમાં ગોવા જેવી મસ્તી માણવા હવે પર્યટકો દમણની મુલાકાત લે છે. ત્યારે સંઘ પ્રદેશ દમણનો હોટલ ઉદ્યોગ પ્રવાસીઓને આકર્ષવા થનગની ગયું છે. વર્ષના છેલ્લાં દિવસને સંગીત અને મસ્તીથી અલવિદા કહેવા અને નવા વર્ષને ઉજવણીથી આવકારવા પ્રવાસીઓ પણ થનગની રહ્યાં છે.

આ તારીખથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર : ધારાસભ્યો ઓનલાઈન પ્રશ્નો પૂછશે

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More