Home> Gujarat
Advertisement
Prev
Next

કમોસમી વરસાદે ખેડૂતને બેવડોવાળી દીધો: યાર્ડમાં હરાજી માટે રહેલો પાક પલળ્યો

વરસાદે ખેડૂતોને પાયમાલ કરવાનું નક્કી કર્યું હોય તેમ ખેડૂતને દરેક પગલે કમોસમી વરસાદે હેરાન કર્યા

કમોસમી વરસાદે ખેડૂતને બેવડોવાળી દીધો: યાર્ડમાં હરાજી માટે રહેલો પાક પલળ્યો

અમદાવાદ : કમોસમી વરસાદે ખેડૂતોને જાણે પાયમાલ કરી નાખવાની જ તૈયારીઓ કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે. કમોસમી વરસાદની શરૂઆતથી જ પાકને નુકસાન થવાનું ચાલુ છે અને જેમ જેમ આ વરસાદ પડતો ગયો તેમ તેમ ખેડૂતોનો ખરાબો વધતો ગયો. જો કે હવે તો માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો વધેલો ઘટેલો પાક પહોંચ્યો છે. પરંતુ કમોસમી વરસાદ અહીં પણ ખેડૂતનો પીછો છોડવા માટે તૈયાર ન હોય તેમ લાગી રહ્યું છે. 

કચ્છમાં કરા સાથે વરસાદ પડ્યો, સૌરાષ્ટ્ર પંથકમાં ઠેરઠેર વરસાદી માહોલ

સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તરગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડમાં રહેલો પાક પલળ્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે ગુણોમાં ભરીને મુકવામાં આવેલો પાક પણ કમોસમી વરસાદના કારણે પલળી ગયો હતો. જેથી ખેડૂતો માટે સ્થિતી વધારે કફોડી થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અચાનક કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં આજે વરસાદ ખાબક્યો હતો. આ વરસાદ કોઇ સામાન્ય માવઠું નહી પરંતુ અડધાથી એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ઉપરથી વરસાદ પડવાના કારણે તો માલ પલળ્યો જ હતો પરંતુ પાણી ભરાઇ જવાના કારણે નીચેની બે ત્રણ બોરીઓનો થર તો સાવ જ ખરાબામાં ગયો હતો.

સરકારે સર્વેમાં મોડુ કરીને માત્ર વિમા કંપનીનું હિત સાચવ્યું, RTO ભ્રષ્ટાચારનું સૌથી મોટુ હબ

25 નવેમ્બરથી ગુજરાતની 16 ચેકપોસ્ટ થઈ જશે બંધ, આ રહ્યું લિસ્ટ...

પાટણના ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતી...
પાટણ શહેર સહિત જિલ્લા માં ભારે વરસાદ અને ત્યાર બાદ કમોસમી માવઠું થવાના કારણે સતત  ખેડૂતો ના પાક ને ભારે નુકશાની વેઠવા નો વારો આવ્યો છે ત્યારે ગત રોજ સમી સાંજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માં ભારે પવન અને ગાજવીજ સાથે પડેલ વરસાદ ને લઈ ખેડૂતો ના ખેતરો માં ઉભા પાક માં પાણી ભરાઈ જતા પાક માં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સાંતલપુર તાલુકાના સિંઘાડા, જામવાડા, દાલડી જેવા વિસ્તાર માં વરસાદ પડતાં આ વિસ્તાર ની આશરે 300 વિઘા જેટલી જમીન માં વાવેલ કપાસ ,ગવાર, જાર , બાજરી,જીરું જેવા પાક માં ભારે નુકસાન ખેડૂતો ને વેઠવાનો વારો આવ્યો છે  સાથે ખેતરો માં પાણી ફરી વળતા હવે વાવેતર કરવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે ખેડૂતો  એક માત્ર સરકાર સમક્ષ આશ માડી બેઠા છે કે સરકાર દ્વારા યોગ્ય સર્વે કરી ખેડૂતો ને વળતર ચૂકવામાં આવે તોજ ખેડૂત ઉભો થઇ શકે નહીતો ખેડૂતો ને હાલ તો આપઘાત કરવાનો જ વારો આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More