Home> Gujarat
Advertisement
Prev
Next

Statue of Unity થી આવતી ટ્રેન નીચે અંધારાના સમયમાં ત્રણ શખ્સો કપાયા, બેના મોત 

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પરત વડોદરા જઈ રહેલી ટ્રેનની અડફેટે મોડી રાત્રે ત્રણ લોકો આવ્યા હતા. આ ત્રણેય લોકો મેમુ ટ્રેનની અડફેટે કપાયા હતા, જેમાં બે લોકોનું મોત નિપજ્યુ છે, તો એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ઘટનાને લઈને રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે. 

Statue of Unity થી આવતી ટ્રેન નીચે અંધારાના સમયમાં ત્રણ શખ્સો કપાયા, બેના મોત 

ચિરાગ જોશી/ડભોઈ :સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પરત વડોદરા જઈ રહેલી ટ્રેનની અડફેટે મોડી રાત્રે ત્રણ લોકો આવ્યા હતા. આ ત્રણેય લોકો મેમુ ટ્રેનની અડફેટે કપાયા હતા, જેમાં બે લોકોનું મોત નિપજ્યુ છે, તો એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ઘટનાને લઈને રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે. 

ડભોઇ શહેરના સંત પુરી વિસ્તાર નજીક ગઈકાલે મોડી રાત્રે ત્રણ લોકો રેલ્વે ક્રોસ કરી રહ્યાં હતા, જે દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ડભોઇ આવેલી મેમુ ટ્રેનની અડફેટે ત્રણ લોકો કપાયા હતા. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓને વડોદરા સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો : હેડક્લાર્ક પેપરલીક : માણસાની સ્કૂલ શંકાના દાયરામાં, જ્યાં થઈ હતી લાખોની લેવડદેવડ

સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો તાજેતરમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દિવસેને દિવસે પ્રવાસીઓની અવરજવર વધી રહી છે. તાજેતરમાં જ અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રેલમાર્ગને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લીલી ઝંડી આપી શરૂ કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી તમામ ટ્રેનો વડોદરાના ડભોઇ રેલવે સ્ટેશનથી પસાર થાય છે. ગઇકાલે રાત્રિના 11 વાગ્યાના સુમારે રેલવે સ્ટેશન નજીક આવેલ સંતપુરી વિસ્તારના ત્રણ લોકો ડભોઇ રેલવે સ્ટેશન જઈ રહ્યા હતા. જે દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી આવેલી મેમુ ટ્રેનની અડફેટે આવી ગયા હતા.

આ પણ વાંચો : પતિ નોકરીએ જતા પત્ની પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી, લાલઘુમ થયેલા પતિએ એવુ કર્યું કે શરમથી થઈ લાલચોળ  

આ ઘટનાની જાણ થતા રેલવે પોલીસ ઘટના સ્થળ પર આવી ગઈ હતી. સાથે જ ઈજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક અસરથી વડોદરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બે લોકોની સારવાર શરૂ કરવામાં આવી હતી જ્યાં એક વ્યક્તિનો સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. સમગ્ર મામલે હાલ રેલવે પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ થનાર વ્યક્તિઓ ક્યાં રહે છે, સાથે જ તેઓ કોણ છે તે દિશામાં હાલ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More