Home> Gujarat
Advertisement
Prev
Next

Cyclone Biparjoy: હવે બિપરજોય ખતરનાક બન્યું! દ્વારકા-કચ્છમાં થશે પાયમાલી! IMDની નવી ચેતવણી

Cyclone Biparjoy: ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની નજીક પહોંચી રહ્યું હોવાથી તેની અસર ગંભીર બની શકે છે. જેની સૌથી વધુ અસર ગુજરાતના કચ્છ અને દ્વારકા વિસ્તારમાં જોવા મળશે.

Cyclone Biparjoy: હવે બિપરજોય ખતરનાક બન્યું! દ્વારકા-કચ્છમાં થશે પાયમાલી! IMDની નવી ચેતવણી

Cyclone Biparjoy: IMDના ડિરેક્ટર ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ ઘણી જગ્યાએ ભારે વરસાદની ચેતવણી આપી છે. આ ઉપરાંત, તેમણે કહ્યું કે ચક્રવાતના લેન્ડફોલ સમયે, પવનની ઝડપ 125-135 કિમી પ્રતિ કલાકથી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેવાની અપેક્ષા છે.

અંબાલાલ પટેલની સૌથી ડરામણી આગાહી; બિપરજોય વાવાઝોડું સમી ગયા પછી પણ થશે કંઈક મોટું!

ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની નજીક પહોંચી રહ્યું હોવાથી તેની અસર ગંભીર બની શકે છે. જેની સૌથી વધુ અસર ગુજરાતના કચ્છ અને દ્વારકા વિસ્તારમાં જોવા મળશે. આ જ સમયે મુંબઈમાં પણ તેજ પવન અને દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરમિયાન IMDના ડિરેક્ટરે પ્રેસ કોન્ફરન્સમાં ચક્રવાતી તોફાન બિપોરજોયની નવીનતમ અપડેટ આપી છે.

ગુજરાતમાં લોકડાઉન! : 2 દિવસ આ ગામોમાં બધું જ રહેશે બંધ, પોલીસ આપશે પરમિશન

IMDના ડાયરેક્ટર ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ ઘણી જગ્યાએ ભારે વરસાદની ચેતવણી આપી છે.  તેમણે કહ્યું  છે કે ચક્રવાતના લેન્ડફોલ સમયે, પવનની ઝડપ 125-135 કિમી પ્રતિ કલાકથી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેવાની અપેક્ષા છે. આજે કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર-સોમનાથમાં 65-75 થી 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

ગુજરાતમાં રેડ એલર્ટ! 50 હજારનું રેસ્ક્યું, મંદિરો-પ્રવાસન સ્થળો બંધ, બસો-ટ્રેનો બંધ

દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની સંભાવના છે. તેમણે કહ્યું કે કચ્છ, પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં વરસાદ પડી શકે છે. અહીં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે. IMD ડિરેક્ટરે જણાવ્યું હતું કે ચક્રવાત પોરબંદરથી 350 કિમી, દ્વારકાથી 290 કિમીના અંતરે કેન્દ્રિત છે. તેમણે કહ્યું કે, આગાહી અનુસાર તે 15 જૂનની સાંજે 125-135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકીને દરિયાકાંઠે ટકરાશે.

શેતાની ચક્રવાતથી દ્વારકા ડૂબી હતી દરિયામાં? ભગવાન કેવી રીતે કરી રહ્યાં છે રક્ષા

IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ વધુમાં જણાવ્યું કે, વાવાઝોડું હાલમાં જખાઉ બંદરથી 280 કિમી દૂર છે. છેલ્લા 6 કલાકથી વાવાઝોડું ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. મતલબ કે હવે તેની દિશા બદલાશે. પરંતુ હજુ સુધી તેના લેન્ડફોલમાં કોઈ ફેરફાર થયો નથી. લેન્ડફોલ 15 જૂનની સાંજે થશે. આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં 65 થી 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જખૌ બંદરની આસપાસ લેન્ડફોલ થવાની આગાહી છે. તેમણે જણાવ્યું કે આજે સૌથી વધુ વાવાઝોડું દેવભૂમિ દ્વારકા, કચ્છમાં આવશે. બનાસકાંઠામાં 16મીએ અને રાજસ્થાનમાં 17મીએ વરસાદ પડશે.

OMG! આ કંપનીમાં 205 કર્મચારીઓનો વાર્ષિક પગાર એક કરોડ રૂપિયાથી પણ વધુ, અનેકના છે સપના

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More