Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદીઓને હવે ગોવા જવાની જરૂર નથી, સાબરમતી નદીમાં ઉતારવામાં આવ્યું વિશાળ ક્રૂઝ, જાણો શું મળશે સુવિદ્યા?

સરદાર બ્રિજથી ગાંધીબ્રિજ સુધી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ તરીકે ઓળખાશે. આ વિશાળકાળ ક્રૂઝમાં 150 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા હશે. પરંતુ હા..ક્રૂઝની વિવિધ સેવાના અલગ અલગ ચાર્જ હશે. 

અમદાવાદીઓને હવે ગોવા જવાની જરૂર નથી, સાબરમતી નદીમાં ઉતારવામાં આવ્યું વિશાળ ક્રૂઝ, જાણો શું મળશે સુવિદ્યા?

અતુલ તિવારી/અમદાવાદ: અમદાવાદીઓ માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. ફરી એકવાર અમદાવાદ સાબરમતી નદીમાં વધુ એક નજરાણું ઉમેરાશે. અમદાવાદીઓને હવે ગોવા જવાની જરૂર નહીં પડે, કારણે શહેરજનો ટૂંક સમયમાં ક્રૂઝની મજા માણી શકશે. સાબરમતી નદીમાં વિશાળ ક્રૂઝને ઉતારવામાં આવ્યું છે. 

આ તારીખોમાં અ'વાદની બહાર નીકળવું પણ ભારે પડશે! અપાયું છે યલો એલર્ટ, જાણો ઘાતક આગાહી

વિશાળ ક્રૂઝમાં ભોજન અને મ્યૂઝિકની મજા પણ માણી શકાશે. હવે ગોવાની જગ્યાએ અમદાવાદમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા પણ માણી શકાશે. સરદાર બ્રિજથી ગાંધીબ્રિજ સુધી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ તરીકે ઓળખાશે. આ વિશાળકાળ ક્રૂઝમાં 150 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા હશે. પરંતુ હા..ક્રૂઝની વિવિધ સેવાના અલગ અલગ ચાર્જ હશે. 

ગુજરાતના ઈતિહાસમાં મોટો નિર્ણય; હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે, કરોડો રૂપિયા પાણીમાં!

ફ્લોટિંગ રેસ્ટોરેન્ટની સુવિધા
વિગતો મુજબ આ ક્રુઝમાં મ્યુઝિકલ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટની સુવિધા હશે. આ ક્રુઝ સરદાર બ્રીજથી ગાંધીબ્રીજ સુધી ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ તરીકે સેવા આપશે. 

દિલ્હી મુંબઈ કોરિડોરને લઈ આ ગામ બે ભાગમાં વહેંચાયું, ગ્રામજનો ત્રાહીમામ

ઉલ્લેખનીય છે કે, વલસાડના ઉમરગામથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝ લવાયું હતું. વાસણા બેરેજ નજીક ક્રુઝનું એસેમ્બલિંગ પૂર્ણ કરાયું છે. સાબરમતીમાં ક્રુઝ ઉતારી દેવાયા બાદ બાકી રહેલું ઇન્ટીરિયરનું કામ હવે પૂર્ણ કરાશે. આ ક્રૂઝને ક્રેઇનની મદદથી રિવરફ્રન્ટમાં ઉતારવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ સફળતા મળી નહતી. 

ભારતીયો માટે એડવાઈઝરી! ઘરમાં રહેવાની સલાહ, સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે યુદ્ધ

આખરે આજે સવારે ફરી એકવાર વિશાળ ક્રેઇનની મદદથી ક્રૂઝને સાબરમતી રિવરફ્રન્ટમાં ઉતારવામાં સફળતા મળી છે. એસેમ્બલિંગ પૂર્ણ થયા બાદ હવે ક્રૂઝને સાબરમતી નદીમાં ઉતારી દેવાયુ છે. જ્યાં હવે બાકી રહેલું ઈન્ટિરિયરનું કામ પૂર્ણ કરાશે. આ ક્રૂઝમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની સાથે સાથે મ્યુઝિકલ ફ્લોટિંગની પણ મજા માણી શકાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More