Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Election 2022: રાજકારણ ગરમાયું! PM મોદીના અપમાન પર CR પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલ લાલઘૂમ! કહ્યું; કોંગ્રેસે સંસ્કારિતા ગુમાવી દીધી'

Gujarat Election 2022: પીએમ મોદીના અપમાન પર ગુજરાતમાં ભાજપ આક્રમક બની ગઈ છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે પોતાની સંસ્કારિતા ગુમાવી દીધી છે. ખડગે જેવા સિનિયર વ્યકિતને આ બધુ શોભતુ નથી.

Gujarat Election 2022: રાજકારણ ગરમાયું! PM મોદીના અપમાન પર CR પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલ લાલઘૂમ! કહ્યું; કોંગ્રેસે સંસ્કારિતા ગુમાવી દીધી'

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન નેતાઓ બેફામ વાણી વિલાસ કરતા જોવા મળી રહ્યાં છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પ્રચાર સંભાને સંબોધતી વખતે પ્રધાનમંત્રી મોદીને રાવણ કહ્યાં. ખડગેએ પીએમ મોદીની સરખામણી રાવણ સાથે કરતાની સાથે નવો વિવાદ છેડાયો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી ખડગે પર પ્રહાર કર્યા હતા. 

તમને જણાવી દઈએ કે, મલ્લિકાર્જૂને ભાષણ દરમિયાન જણાવ્યું કે, તમે તો પ્રધાનમંત્રી છો, તમને જે કામ મળ્યું છે એ કરવું જોઈએ. હંમેશા જુઠુ બોલો છો. તમારો ચહેરો જોઈને બધી ચૂંટણીઓમાં પબ્લિક તમને વોટ શું કામ આપે. રાવણની જેમ શું તમારા 100 મુખ છે. કે તમારે કોર્પોરેશનની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય બધી ચૂંટણીમાં મોદીજી તમારો ચહેરો જોઈને જ લોકો ભાજપને વોટ આપે. 

સીઆર પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા
પીએમ મોદીના અપમાન પર ગુજરાતમાં ભાજપ આક્રમક બની ગઈ છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે પોતાની સંસ્કારિતા ગુમાવી દીધી છે. ખડગે જેવા સિનિયર વ્યકિતને આ બધુ શોભતુ નથી. પ્રધાનમંત્રી પ્રત્યે સન્માનની ભાવના હોવી જોઈએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું
બીજી બાજુ પ્રધાનમંત્રી મોદીને રાવણ સાથે સરખાવવા મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મલ્લિકાર્જન ખડગે પર પ્રહાર કરતા ટ્વીટ કર્યું કે, કોંગ્રેસની ગુજરાતીઓ માટેની નફરતનો લોકો જ જવાબ આપશે. કોંગ્રેસ ગુજરાત અને ગુજરાતીઓને અપશબ્દો કહેવા આતુર હોય છે. મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન કોંગ્રેસની નફરતનું સાક્ષી છે. ગુજરાતની જનતા આ નફરતનો જવાબ આપશે.

પીએમ મોદી પર ખડગેના વિવાદીત નિવેદન બાદ ભાજપ કોંગ્રેસ પર આક્રમક થઈ ગયું છે. ભાજપે કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, સોનિયા ગાંધીના કહેવા પર કોંગ્રેસના નેતાઓ પીએમ મોદીનું અપમાન કરે છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, ગાંધી પરિવાર પીએમ મોદીથી નફરત કરે છે. પીએમ મોદી પર વિવાદીત નિવેદન આપી ખડગેએ ગુજરાતનું અપમાન કર્યું છે.

મહત્વનું છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને રાવણ સાથે સરખાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More