Home> Gujarat
Advertisement
Prev
Next

ગીરમાં ફરી રહ્યું છે દુર્લભ પ્રાણી ઘોરખોદિયું, બે સિંહો સાથે આક્રમક બની ઘુરારાટી કરી, જાણો તેની ખાસિયતો

ઘોરખીયુંએ વેંઝુ, બરટોડો, ઘુરનાર જેવા વિવિધ નામોથી ગુજરાતીમાં અને અંગ્રેજીમાં 'હની બેજર' અથવા 'રેટલ' નાં નામથી પ્રચલિત છે. વન્યજીવ સંરક્ષણ કાયદો 1972 અંતર્ગત ઘોરખોદિયું અનુસૂચિ - 1 માં રક્ષિત છે. 

ગીરમાં ફરી રહ્યું છે દુર્લભ પ્રાણી ઘોરખોદિયું, બે સિંહો સાથે આક્રમક બની ઘુરારાટી કરી, જાણો તેની ખાસિયતો

કેતન બગડા/અમરેલી: ગીર (પૂર્વ) ધારી ડિવિઝનનાં દલખાણીયા રેન્જ પાસે કાંગસા નજીકના રેવન્યુ વિસ્તારમાં 1-1-2023 નાં રોજ સવારે 9 વાગ્યા આસપાસ દુર્લભ જણાતું ઘોરખોદિયું જોવા મળ્યું હતું. જેની જાણ વનવિભાગને થતાં પ્રાથમિક તપાસમાં કરવામા આવી હતી અને માલુમ પડ્યું કે 2 નર સિંહો સાથે તેની તકરાર થેયલી અને પગમાં અને પીઠના ભાગે સામાન્યન ઇજા પહોંચી હતી. જેથી તેને જસાધાર વન્યપ્રાણી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. 

ઘોરખીયુંએ વેંઝુ, બરટોડો, ઘુરનાર જેવા વિવિધ નામોથી ગુજરાતીમાં અને અંગ્રેજીમાં 'હની બેજર' અથવા 'રેટલ' નાં નામથી પ્રચલિત છે. વન્યજીવ સંરક્ષણ કાયદો 1972 અંતર્ગત ઘોરખોદિયું અનુસૂચિ - 1 માં રક્ષિત છે. 

fallbacks

અનેક હોટલમાં દુષ્કર્મ, બે વાર ગર્ભ પડાવ્યો,જાણો અમદાવાદી યુવતીને પ્રેમમાં મળેલી સજા!

ઘોરખોદિયું બેઠી દડીનું પ્રાણી છે જેનો ઉપરનો અડધો ભાગ સફેદ તથા નીચેનો ભાગ કાળો હોઈ છે. જે મોટે ભાગે જંગલ વિસ્તાર, નદીની કોતરો તથા ખડકાળ વિસ્તારમાં જોવા મળે છે. આ પ્રાણી શરમાળ અને નિશાચર હોવાને કારણે ભાગ્યે જ જોવા મળે છે. તે મિશ્રાહારી છે અને સામન્ય રીતે નાના પશુપંખી, જીવડાં , ફળ તથા મધનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.  શરીર પરની ચામડી ઘણી સખત હોવાથી સાહુડીનાં કાંટા, સાપ તથા મધમાખીના ડંખની પણ ખાસ અસર થતી નથી. 

સુરત: શિક્ષણજગતમાં ખળભળાટ, 8 વર્ષના બાળકને ટ્યૂશન ટીચર બાથરૂમમાં લઈ ગયો અને પછી…

પશ્ચિમ ઘાટ, ઉતર પૂર્વીય ભારત અને ઉચ્ચ હિમાલય સિવાય સમગ્ર ભારતમાં ઘોરખોદીયું જોવા મળે છે. ગુજરાતમાં રણ વિસ્તાર સિવાય બધા જ ભાગોમાં તેનો વ્યાપ છે. સમગ્ર ગીરમાં પણ તેનો વ્યાપ જોવા મળે છે પણ આખો દિવસ બખોલ અથવા દરમાં રેહતું હોવાથી તેનું નજરે ચડવું  દુર્લભ બને છે.  

fallbacks

ઘોર બેદરકારી! શ્રીખંડ-માવા મલાઈના નમૂના ઉનાળામાં લીધા, રિપોર્ટ શિયાળામાં આવ્યો!

શરમાળ પ્રકૃતિનું હોવા છતાં ભય જણાય તો આક્રમક બની ઘુરારાટી કરે છે અને સિંહ, દીપડા જેવા વન્યપ્રાણીની સામે થવામાં પણ પીછેહઠ કરતું નથી. આ ઊપરાંત અત્યંત કટોકટીની સ્થતિમાં તે મરી ગયેલું હોય તેવો ડોળ કરે છે જે તેની આગવી વિશેષતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More