Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં કોરોનાના નવા સ્ટ્રેનનો પહેલો કેસ આવ્યો, ગુજરાતમાં કુલ 5 કેસ

અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ કોરોના વાયરસના બ્રિટન સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરામાં કોરોનાના નવા સ્ટ્રેન (uk corona strain) ને પહેલો કેસ નોંધાયો છે. આ સાથે જ તે ગુજરાતનો પાંચમો કેસ બન્યો છે. યુકેથી વડોદરા પરત ફરેલા 27 વર્ષીય યુવકમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યાં છે. બે દિવસ પહેલા બ્રિટનથી અમદાવાદ આવેલા ચાર દર્દીઓમાં આ સ્ટ્રેન જોવા મળ્યો હતો. વડોદરામાં પણ નવો સ્ટ્રેન (uk covid) જોવા મળતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. 

વડોદરામાં કોરોનાના નવા સ્ટ્રેનનો પહેલો કેસ આવ્યો, ગુજરાતમાં કુલ 5 કેસ

રવિ અગ્રવાલ/વડોદરા :અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ કોરોના વાયરસના બ્રિટન સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરામાં કોરોનાના નવા સ્ટ્રેન (uk corona strain) ને પહેલો કેસ નોંધાયો છે. આ સાથે જ તે ગુજરાતનો પાંચમો કેસ બન્યો છે. યુકેથી વડોદરા પરત ફરેલા 27 વર્ષીય યુવકમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યાં છે. બે દિવસ પહેલા બ્રિટનથી અમદાવાદ આવેલા ચાર દર્દીઓમાં આ સ્ટ્રેન જોવા મળ્યો હતો. વડોદરામાં પણ નવો સ્ટ્રેન (uk covid) જોવા મળતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં કોરોનાના નવા સ્ટ્રેનનો પહેલો કેસ નોંધાયો છે. UKથી પરત ફરેલા 27 વર્ષના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાઈરોલોજી તેનો રિપોર્ટ પોઝિટિવ જાહેર કર્યો છે. હાલ યુવકને ગોત્રી હોસ્પિટલમાં વિશેષ ઓબ્ઝર્વેશન હેઠળ રખાયો છે. ત્યારે વડોદરામાં કોરોનાનો નવો સ્ટ્રેન મળતાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. યુવકના સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ કરાઈ છે. તેમજ તેઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. 

ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે. યુકેની ગુજરાતમાં આવેલી છેલ્લી ફ્લાઈટમાં અનેક મુસાફરો આવ્યા હતા. જેમના દ્વારા ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ છે.  UK થી અમદાવાદ આવેલી છેલ્લી ફલાઈટમાં આવેલા 4 મુસાફરો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તમામ 4 દર્દીઓને અલગથી SVP હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ત્યારે હવે વડોદરામાં પણ નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. 

22 ડિસેમ્બરે બ્રિટનથી આવ્યા હતા મુસાફરો 
બ્રિટનમાં કોરોનાનો નવા સ્ટ્રેન જોવા મળ્યા બાદ હડકંચ મચી ગયો છે. આ કારણે ઘણા યૂરોપીય દેશોએ બ્રિટનથી અવર-જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારત સરકારે પણ બ્રિટનથી આવનારી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો. જેના 22 ડિસેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર બ્રિટનથી 246 મુસાફરો સાથેની ફ્લાઈટ આવી પહોંચી હતી. મુસાફરો બ્રિટનથી આવ્યા હોવાથી તમામનો RT-PCR ટેસ્ટનું પરિણામ નહિ આવે ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટની બહાર નીકળવાની પરમિશન અપાઈ નથી. આ મુસાફરોમાં 5 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. દેશભરમાં નવા સ્ટ્રેનના કેસ મળી આવતા ભારત સરકારે બ્રિટનની ફ્લાઈટ પરનો પ્રતિબંધ 8 જાન્યુઆરી સુધી લંબાવી દીધો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More