Home> Gujarat
Advertisement
Prev
Next

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં માણી શકાશે સિંહ જોવાની મજા

થોડા દિવસ પહેલા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં સિંહોને રાખવાની મંજૂરી આપી હતી.

 ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં માણી શકાશે સિંહ જોવાની મજા

ગાંધીનગરઃ ગરવા ગીરનાં સાવજની ત્રાડ હવે રાજયનાં પાટનગર ગાંધીનગરમાં પણ સાંભળવા મળશે. ગાંધીનગરનાં ઇન્દ્રોડા પાર્કમાં સિંહ અને સિંહણની યુગલ જોડીને લાવવામાં આવી છે. ટૂંક સમયમાં હવે તે સ્થળ મુલાકાતીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. ગાંધીનગરનાં ગીર ફાઉન્ડેશનમાં સિંહ-સિંહણને લવાયા છે. સૂત્રાપાડાથી લવાયેલ સિંહનું નામ સૂત્રા અને સિંહણનું નામ ગ્રીવા રાખવામાં આવ્યું છે. હવેથી ઇન્દ્રોડા પાર્કમાં મુલાકાતીઓ માટે આ નવું આકર્ષણ બની રહેશે.

મહત્વનું છે કે, ગાંધીનગર અને આસપાસમાં રહેતા લોકો સિંહ દર્શન માટે જૂનાગઢ જતા હતા. જેથી હવે આ લોકો ઈન્દ્રોડા પાર્કમાં જ સિંહ દર્શન કરી શકશે. થોડા દિવસ પહેલા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં સિંહોને રાખવાની મંજૂરી આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More