Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં કોરોના વાયરસ પહોંચ્યો ત્રીજા સ્ટેજમાં, જાણો કેમ ગણાય છે ભયજનક સ્થિતિ?

ધીરે ધીરે ગુજરાતમાં પણ કોરોના વાયરસ ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી કે ગુજરાતમાં કોરોના વાયરસ બીજુ સ્ટેજ પૂરું કરીને ત્રીજા સ્ટેજમાં પ્રવેશી ચૂક્યો છે.

ગુજરાતમાં કોરોના વાયરસ પહોંચ્યો ત્રીજા સ્ટેજમાં, જાણો કેમ ગણાય છે ભયજનક સ્થિતિ?

હિતલ પારેખ, ગાંધીનગર: ધીરે ધીરે ગુજરાતમાં પણ કોરોના વાયરસ ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી કે ગુજરાતમાં કોરોના વાયરસ બીજુ સ્ટેજ પૂરું કરીને ત્રીજા સ્ટેજમાં પ્રવેશી ચૂક્યો છે. કોરોના વાયરસની વિશ્વમાં મોટી અસર થઈ છે અને ભારતમાં પણ મોટાભાગના રાજ્યો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. ગઈ કાલે સુધી ગુજરાતમાં કોરોનાના 18 કેસ હતાં જે આજે 30 થયા. એટલે કે એક જ દિવસમાં 12 કેસ વધ્યાં. તેમણે કહ્યું કે હવે મલ્ટીપલ અસર જોવા મળશે. અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના ત્રીજા સ્ટેજમાં તે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ઝડપથી પ્રસરે છે. એટલે કે કોમ્યુનિટી સ્પ્રેડ થવાની શરૂઆત થાય છે. જે ખુબ ઘાતક પરિસ્થિતિ ગણાય છે. 

કોરોનાનો પ્રકોપ: લોકડાઉનના ભંગ પર CM રૂપાણીની આકરી પ્રતિક્રિયા, કહ્યું-'પોલીસ સાથે મગજમારી ન કરો'

વિજય રૂપાણીએ આ સાથે એમ પણ કહ્યું કે કોરોના વાયરસથી બચવાનો  એક જ ઉપાય છે અને તે છે સોશિયલ ડિસ્ટરન્સ રાખવું. લોકો ઘરમાંથી બહાર ન નીકળે. 31 માર્ચ સુધી જો આપણે આ વસ્તુ જાણીશું તો ઓછામાં  ઓછા લોકોને તેની અસર થશે. માણસ ન હોય તો આપણને મજા ન આવે તે પ્રકારનો આપણો સ્વભાવ છે. સતત લોકો એકબીજાના સંપર્કમાં આવતા હોય છે અને એટલે જ કોરોનાનો વ્યાપ વધવાની પૂરતી શક્યતા છે. 

fallbacks

રાજ્યમાં અનેક ઠેકાણે લોકડાઉનનો છડેચોક ભંગ, બજારો ખુલ્લા, હોટલો ખુલ્લી, પોલીસે કહ્યું-કાર્યવાહી થશે

આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જનતા કર્ફ્યૂમાં એક્તાના દર્શન થયાં. જે કેસ વધી રહ્યાં છે તે અમદાવાદ વડોદરા અને સુરતમાં વધી રહ્યાં છે. એક એક માણસ કેટલા લોકોના સંપર્કમાં આવે તેનો હિસાબ મળતો નથી. રાજકોટમાં કેસ છે પણ એ વ્યક્તિ જેટલાને મળ્યાં એ બધાને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. જો આપણા ત્યાં પોઝિટિવ કેસો એકદમ વધી જાય તો હોસ્પિટલો બેડ તમામ જરૂરિયાત વસ્તુની વ્યવસ્થા કરવા સરકારની તૈયારી છે પણ એનો વ્યાપ વધે નહીં એ માટે સાવચેતી રાખવી જરૂરી છે અને વ્યાપ વધે તો પરિસ્થિતિ આપણા કાબૂમાં આવી જાય અને મુશ્કેલી પડી શકે છે. 31 માર્ચ સુધી બિન જરૂરી આવશ્યક લોકો ઘરની બહાર નીકળે તે ખૂબ જરૂરી છે.

જુઓ LIVE TV

રૂપાણીએ કહ્યું કે કોરોનાથી ડરવાની જરૂર નથી પણ સમજદારીપૂર્વક લડવાની જરૂર છે. ગુજરાતના વહીવટીતંત્ર ભૂતકાળમાં અનેક આપત્તિઓ સામે ઝઝૂમ્યું છે અને આ પ્રકારની તૈયારી અત્યારે પણ ગુજરાત સરકારની છે. અત્યારે તો 25 તારીખ સુધી જ lockdown કર્યું છે પણ કેસોની સંખ્યાના આધારે આગળ લઈ લેવામાં આવશે. ખાસ કરીને વૃદ્ધોની વધારે ચિંતા કરવાની જરૂર છે. પ્રતિકારાત્મક શક્તિ શરીરની ઘટે તો તેને વધારે અસર થાય છે અને જેને રૂપ છે ડાયાબિટીસની ડાયાલિસિસ સુધીના દર્દીઓએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. 

તેમણે કહ્યું કે સુરતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું એમાં પણ એને અનેક પ્રકારના રોગો હતા આપણે બચાવવાની મહેનત ઘણી બધી કરી પણ તેને બચાવી શક્યા નથી. ગુજરાતીઓ વિદેશમાં ખૂબ છે એટલે વિદેશથી પણ અનેક લોકો આવ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે સરકારનું કોર ગ્રુપ દરરોજ બપોરે બેઠક કરશે તેવો નિર્ણય લેવાયો છે અને સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More