Home> Gujarat
Advertisement
Prev
Next

સરકારનાં ખાવાનાને દેખાડવાનાં દાંત અલગ? સુરતનાં ઉદ્યોગગૃહોને કારણે ફેલાયો છે કોરોના !

ગુજરાત સરકાર અગાઉ પણ સુરત મુદ્દે વિવાદિત નિવેદન કરી ચુકી છે. અગાઉ પણ સરકાર દ્વારા રત્નકલાકારોને સુરતમાં કોરોનાના કારક ગણાવ્યા હતા. જેનો ભારે વિરોધ પણ થયો હતો.

સરકારનાં ખાવાનાને દેખાડવાનાં દાંત અલગ? સુરતનાં ઉદ્યોગગૃહોને કારણે ફેલાયો છે કોરોના !

આશ્કા જાની/સુરત : ગુજરાત સરકાર અગાઉ પણ સુરત મુદ્દે વિવાદિત નિવેદન કરી ચુકી છે. અગાઉ પણ સરકાર દ્વારા રત્નકલાકારોને સુરતમાં કોરોનાના કારક ગણાવ્યા હતા. જેનો ભારે વિરોધ પણ થયો હતો. રત્નકલાકારો દ્વારા સરકારનાં આ વલણનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તો ફરી એકવાર કોર્ટમાં કરાયેલા સોગંદનામામાં સરકારે હવે ઔદ્યોગિક ગૃહોના કામદારોને કોરોનાના કારકર ગણાવ્યા છે અને તેમના કારણે પરિસ્થિતી સુરતમાં બેકાબુ બની હોવાનું સોગંદનામું કોર્ટમાં રજુ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોના વાયરસ બેકાબુ થયો તેના કારણમાં આરોગ્ય વિભાગનાં અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા કોર્ટમાં સોગંદનામું કરવામાં આવ્યું તેમાં આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો હતો. 

કોરોનાની અસર દુનિયા પર પડી પરંતુ કરોડો ભારતીયોની મહત્વાકાંક્ષા પર નહી: PM મોદી

સુરતમાં સેન્ટ્રલ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા 882 ઔદ્યોગિક એકમોની તપાસ કરતા તમામ સરકારી ગાઇડ લાઇનોનો ભંગ થતો હોવાનું સામે આવ્યું હોવાનો સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. 882 માંથી 492 ઔદ્યોગિક એકમો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડ લાઇનનું સ્પષ્ટ પણે ઉલ્લંઘન કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. 172 ઔદ્યોગિક એકમોને સરકાર દ્વારા ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હોવાનું પણ કોર્ટમાં સરકારે જણાવ્યું છે. જ્યારે 316 ઔદ્યોગિક એકમો પાસેથી દંડ પણ વસુલવામાં આવ્યું હોવાની સ્પષ્ટતા સરકારે કરી હતી. 

મોરબીમાં ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે ચાલુ, ટુંક સમયમાં અહેવાલ સરકારને સોંપાશે

આ ઉપરાંત ફિલ્ડ ઓફિસર તરફથી કરાયેલી ચકાસણીમાં 750 યુનિટને ક્લોઝર નોટિસ અપાઇ હોવાનું કોર્ટમાં જણાવ્યું હતું. આ તમામ એકમો પાસેથી 67.65 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. હાઈકોર્ટે આ કરેલા આદેશ પ્રમાણે પાંચ ઉચ્ચ આઇએસ અધિકારીઓની કમિટીએ અલગ-અલગ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કમિટીનો રિપોર્ટ સમયનો અભાવ અને અન્ય વહીવટી તકલીફોના કારણે બે અઠવાડિયા બાદ રજુ કરી શકાશે તેવી જયંતિ રવિએ સોગંદનામામાં રજૂઆત કરી હતી. આવતીકાલે હાઇકોર્ટ સમક્ષ સુનાવણી થવાની છે ત્યારે આ સોગંદનામું અત્યંત ચોંકાવનારૂ છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More