Home> Gujarat
Advertisement
Prev
Next

Corona Vaccine: સુરતમાં પ્રથમ ડોઝનું 80% વેક્સિનેશન પૂર્ણ, 25% લોકોને મળ્યા રસીના બંને ડોઝ

સુરતમાં રસી લેવા માટે લોકોને જાગૃત કરવા મહાનગર પાલિકા દ્વારા નોક ધ ડોર કેમ્પેન શરૂ કરવામાં આવશે. જે લોકોએ વેક્સિન લીધી નથી તેને ઘરે-ઘરે જઈને સમજાવવામાં આવશે. 

Corona Vaccine: સુરતમાં પ્રથમ ડોઝનું 80% વેક્સિનેશન પૂર્ણ, 25% લોકોને મળ્યા રસીના બંને ડોઝ

તેજસ મોદી, સુરતઃ રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં મોટો ઘટાડો થઈ ગયો છે. પરંતુ દેશમાં હજુ ત્રીજી લહેર આવવાની પણ આશંકા છે. આ વચ્ચે રાજ્યમાં જોરશોરથી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી 4.31 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દરેક શહેરમાં રસીકરણ અભિયાનને પણ ગતિ મળી છે. તો સુરત શહેરમાં પણ પ્રથમ ડોઝનું 80 ટકા વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું છે. 

સુરતમાં આટલા લોકોને મળી વેક્સિન
સુરત શહેરમાં અત્યાર સુધી ચાલેલા રસીકરણ અભિયાનની વાત કરવામાં આવે તો શહેરમાં પ્રથમ ડોઝનું 80 ટકા વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું છે. તો અત્યાર સુધી 8,52,568 લોકોને કોરોના વેક્સિનના બંને ડોઝ લાગી ચુક્યા છે. સુરત શહેરમાં રસીના બંને ડોઝ લીધા હોય તેવા લોકોની સંખ્યા 25 ટકા છે. સુરતમાં દીવાળી પહેલાં મહાનગર પાલિકા દ્વારા 33 લાખ લોકોને વેક્સિન આપવાની કવાયત હાથ ધરાશે. પાલિકા ટાર્ગેટ પૂરો કરવા માટે 'નોક ધ ડોર' કેમ્પેન પણ શરૂ કરશે. જે લોકોએ વેક્સિન લીધી નથી તેને ઘરે જઈને રસી લેવા માટે સમજાવવામાં આવશે. 

ગુજરાતમાં રસીકરણની સ્થિતિ
ગુજરાતમાં રસીકરણની વાત કરવામાં આવે તો 23 ઓગસ્ટે સરકારે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં વેક્સિન ઝૂંબેશ વેગવંતી બની છે. રાજ્યમાં અત્યાર સુધી 4 કરોડ 31 લાખ 68 હજાર 497 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 23 દિવસમાં જ રસીના 1 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. 

આ પણ વાંચો- Corona: ગુજરાત યુનિવર્સિટીની ઇમ્યુરાઇઝ હર્બલ દવાને ત્રીજા તબક્કાની ટ્રાયલની મંજૂરી મળી

ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લોકોમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 25 લાખ 84 હજાર 198 પ્રથમ ડોઝ અને 1 કરોડ 05 લાખ 84 હજાર 299 બીજો ડોઝ મળી સમગ્રતયા 4,31,68,497 ડોઝ વેકસીનેશનના આપવામાં આવ્યા છે. 

ગુજરાત પર મિલિયન વેક્સિનેશનમાં દેશના મોટા રાજ્યોમાં અગ્રેસર રાજ્ય રહ્યું છે. એટલુ જ નહીં, સોમવાર તારીખ 23 ઓગસ્ટના એક જ દિવસમાં રાજ્યમાં 5 લાખ 1 હજાર 845 રસીના ડોઝ આપવાની સિદ્ધિ પણ ગુજરાતે મેળવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More