Home> Gujarat
Advertisement
Prev
Next

Corona Vaccination: આવતીકાલથી અમદાવાદમાં વેક્સીનેશન શરૂ, જાણો ક્યાં મળશે રસી

તૌકતે વાવાઝોડાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ કોરોના વેક્સીનેશન કામગીરી સ્થગિત કરવામાં આવી છે. ત્યારે આવતીકાલ એટલે કે 20 મે 2021 ના રોજ એટલે કે ગુરૂવારથી સમગ્ર રાજ્યમાં વેક્સીનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે

Corona Vaccination: આવતીકાલથી અમદાવાદમાં વેક્સીનેશન શરૂ, જાણો ક્યાં મળશે રસી

ઝી મીડિયા બ્યુરો: તૌકતે વાવાઝોડાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ કોરોના વેક્સીનેશન કામગીરી સ્થગિત કરવામાં આવી છે. ત્યારે આવતીકાલ એટલે કે 20 મે 2021 ના રોજ એટલે કે ગુરૂવારથી સમગ્ર રાજ્યમાં વેક્સીનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. આ સાથે આવતીકાલથી અમદાવાદના 76 અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સીનેશન કામગીરી શરૂ થઈ જશે.

અમદાવાદ શહેરમાં કોવિડ-19 વૈશ્વિક મહામારી સાથે રક્ષણ મેળવવા કોવિડ રસીકરણ કાર્યક્રમ તા 16 જાન્યુઆરી 2021 થી શરૂ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર, ફ્રન્ટ લાઈન વર્કર અને ત્યારબાદ 45+ ઉંમરના નાગરિકો અને સીનીયર સિટીઝનને રસી આપવામાં આવી છે. તેમજ 01 મે 2021 થી 18 થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:- કોરોના સામે ગુજરાતમાં વધ્યો રિકવરી રેટ; નવા કેસમાં ઘટાડો, અમદાવાદમાં આજે સૌથી વધુ મોત

આવતીકાલ એટલે કે 20 મે 2021 ગુરુવારના રોજ તમામ 76 અર્બન હેલ્થ સેન્ટર/ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તથા 4 હોસ્પિટલો ખાતે કાર્યરત હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઈન વર્કર તથા 45 અને તેથી વધુ વયજૂથના નાગરિકોનું રસીકરણ રાબેતા મૂજબ ચાલુ રહશે. સદર સેશન સાઈટ ખાતે જણાવેલ કેટેગરીવાળા વધુમાં વધુ 100 નોગરિકોનું રસીકરણ કરવામાં આવશે.

આ પણ વાંચો:- તૌકતે વાવાઝોડાથી ગુજરાતમાં મૃત્યુઆંક વધ્યો, 45 લોકોનો જીવ લીધો

18 થી 44 વયજૂથના નાગરિકોનું રસીકરણ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ તમેજ સ્થળ અને ટાઈમ સ્લોટ મેળવેલ નાગરિકો માટે મ્યુનિ/ ખાનગી શાળાઓ ખાતે રાબેતામુજબ કાર્યરત રહેશે. કોમ્યુનિટી હોલ તથા ડ્રાઈવ થ્રુ ખાતે કાર્યરત 45 અને તેથી વધુ વયજૂથના નાગરિકોનું રસીકરણ અન્ય સુચના ના મળે ત્યાં સુધી બંધ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More