Home> Gujarat
Advertisement
Prev
Next

દુનિયાના મોટા શહેરો કરતા અમદાવાદમાં વધુ ટેસ્ટિંગ કર્યાંનો AMCના કમિશનરનો દાવો

અમદાવાદના કમિશનર વિજય નહેરાએ માહિતી આપતા જણાવ્યું કે, એએમસીની વેબસાઈટ પર કોવિડ 19ની માહિતી મળી રહેશે. આ વેબસાઈટ પર જઈને તમે કોવિડ 19ને લગતી અમદાવાદની તમામ માહિતી મેળવી શકશો. આ માહિતી પર નવા કેસ, પોઝિટિવ કેસ, શંકાસ્પદ કેસ તથા ટેસ્ટીંગ અને વિવિધ ઝોન અને હોટસ્પોટ વિશેની માહિતી મળી રહેશે, સાથે જ અમદાવાદના રેડ ઝોન હોટસ્પોટ વિસ્તારોની માહિતી આપતો નક્શો પણ ટૂંક સમયમાં સાઈટ પર અવેલેબલ થઈ જશે. 

દુનિયાના મોટા શહેરો કરતા અમદાવાદમાં વધુ ટેસ્ટિંગ કર્યાંનો AMCના કમિશનરનો દાવો

ઝી મીડિયા/અમદાવાદ :અમદાવાદના કમિશનર વિજય નહેરા (Vijay Nehra) એ અમદાવાદીઓને મહત્વની માહિતી આપતા જણાવ્યું કે, એએમસીની વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર કોવિડ 19 (Coronavirus) ની માહિતી મળી રહેશે. આ વેબસાઈટ પર જઈને તમે કોવિડ 19ને લગતી અમદાવાદની તમામ માહિતી મેળવી શકશો. આ માહિતી પર નવા કેસ, પોઝિટિવ કેસ, શંકાસ્પદ કેસ તથા ટેસ્ટીંગ અને વિવિધ ઝોન અને હોટસ્પોટ વિશેની માહિતી મળી રહેશે, સાથે જ
અમદાવાદના રેડ ઝોન હોટસ્પોટ વિસ્તારોની માહિતી આપતો નક્શો પણ ટૂંક સમયમાં સાઈટ પર અવેલેબલ થઈ જશે. આ ઉપરાંત કોરોનાના દર્દીઓની વિવિધ કેટેગરી મુજબ માહિતી ઉપલબ્ધ થઈ જશે. 

કોર્પોરેશનનો મોટો લોચો, જેલના કેદીઓને બદલે પોલીસ કર્મચારીઓને કોરોના પોઝિટિવ બતાવ્યા

તેમણે અમદાવાદમાં ટેસ્ટીંગ વિશે વધુમાં જણાવ્યું કે, આવતીકાલ સુધી 4000થી વધુ ટેસ્ટ પર મિલિયન પર પહોંચી જઈશું. દુનિયામાં હાઈએસ્ટ ટેસ્ટીંગ થઈ રહ્યું છે તે હરોળમાં આવી રહ્યાં છે. દુનિયાના મોટા શહેરો કરતા આપણે અમદાવાદમાં સૌથી વધુ ટેસ્ટ કરી રહ્યાં છીએ. મોટાભાગના રાજ્યો કરતા આઠથી દસ ગણા ટેસ્ટીંગ વધી કરી રહ્યાં છીએ. લગભગ તમામ શહેરો કરતા વધુ ટેસ્ટીંગ કરી રહ્યાં છે. અનેક વિકસીત શહેરો કરતા વધુ ટેસ્ટીંગ કરી રહ્યાં છીએ. 

વડોદરામાં કોરોનાના કેસ 100 થી 200 થતા ફક્ત 10 દિવસ લાગ્યા

અમદાવાદમાં કેસના આંકડા વિશે તેમણે કહ્યું કે, અમદાવાદમાં કુલ 2016 એક્ટિવ કેસ છે. જેમાંથી 1988ની હાલત સ્થિર છે. જ્યારે 28 દર્દી વેન્ટીલેટર પર છે. આજે 29 દર્દી સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. આપણે અત્યાર સુધીમાં કુલ 23702 ટેસ્ટ કર્યાં છે, જે પર મિલિયન 3950 ટેસ્ટ છે. આ ઉપરાંત જમાલપુર, ખાડિયા, દરિયાપુર શાહપુર સહિત કુલ 6 વિસ્તાર રેડઝોનમાં છે અને બાકીના 42 વિસ્તાર યલો ઝોનમાં છે.

તેમણે માહિતી આપી કે, રોજની 670 ટીમ ફિલ્ડમાં જઈને કામ કરે છે. રોજ 1 લાખ જેટલા ઘરોમાં 4 લાખ 33 વસ્તીનું રોજ સર્વેક્ષણ થઈ રહ્યું છે. અત્યાર સુધી ટીમ દ્વારા 18 હજારથી વધુ સેમ્પલ લેવાયા છે. જેમાંથી 1230 જેટલા પોઝિટિવ કેસ શોધી કાઢ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More