Home> Gujarat
Advertisement
Prev
Next

વરેલીમાં પોલીસ પર હુમલો કરનાર 15 આરોપીને કોરોના, ગામમાં ફફડાટ ફેલાયો

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામે પથ્થરમારાની ઘટના સર્જાઈ હતી. જ્યારે આ મામલે પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી હતી, તે પૈકી વધુ 9 આરોપીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વરેલીમાં પોલીસ પર કરવામાં આવેલા પથ્થરમારા બાદ કુલ 200થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આગળ 6 આરોપીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે. આમ, અત્યાર સુધી કુલ 15 આરોપીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 

વરેલીમાં પોલીસ પર હુમલો કરનાર 15 આરોપીને કોરોના, ગામમાં ફફડાટ ફેલાયો

કિરણસિંહ ગોહિલ/સુરત :સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામે પથ્થરમારાની ઘટના સર્જાઈ હતી. જ્યારે આ મામલે પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી હતી, તે પૈકી વધુ 9 આરોપીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વરેલીમાં પોલીસ પર કરવામાં આવેલા પથ્થરમારા બાદ કુલ 200થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આગળ 6 આરોપીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે. આમ, અત્યાર સુધી કુલ 15 આરોપીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 

બોલિવુડના આ અભિનેતાના મોતના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા 

શું ઘટના બની હતી 
વતનમાં જવાની માગ સાથે સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા નજીક આવેલ વરેલી ગામે પરપ્રાંતિય કામદારો તોફાને ચડ્યા હતા. જેના બાદ પોલીસ પર પથ્થરમારો કરી સમગ્ર વરેલીને બાનમાં લીધું હતું. આ ઘટના બાદ સુરત રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસ વડાએ સ્થળ આવી પરિસ્થિતી કાબુમાં લીધી હતી. ટોળાને ઉશ્કેરનાર રવિ રાજપૂત, તેની પત્ની જયા રાજપૂત, નાનજીભાઈ તેમજ અંકુશની ધરપકડ કરી હતી. આ પ્રકરણ બાદ વરેલીમાં સમગ્ર સુરત રેન્જની પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. નવસારી, તાપી, ડાંગ અને વલસાડ તેમજ સુરત શહેરમાંથી પણ પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. તેમજ 200થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 

Vizag ગેસકાંડમાં આંધ્રપ્રદેશની વ્હારે આવ્યું ગુજરાત, ગેસ લિકેજને નિયંત્રણ કરતું કેમિકલ મોકલાયું  

કયા કયા આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

આજે પ્રવીણ યાદવ, જુમલાલ યાદવ, નાનજીભાઈ મકોડયા, શ્રીશંકર વિશ્વકર્મા, સોનુકુમાર યાદવ, અભિષેક યાદવ, લક્ષમણ શર્મા, બજરંગી શાહ, અરવિંદ શાહ નામના આરોપીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગઈકાલે 30 લોકોના રિપોર્ટ લેવામાં આવ્યા હતા. સોનુ પાસવાન, સુબોધ ઉપાધ્યાય,  ધર્મેન્દ્ર મહંતો, કુલદીપ પ્રસાદનો રિપોર્ટ અગાઉ પોઝિટિવ આવ્યો હતો. 

આટલા બધા આરોપીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ દોડતું થયું થયું. પથ્થરમારાની ઘટના બાદ વરેલી કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. વરેલીમાં મોટા પ્રમાણમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. 

જોકે, આટલી મોટી સંખ્યમાં કેસ છતા વરેલી હોટસ્પોટમાં લોકો ખુલ્લેઆમ ફરતા જોવા મળ્યા હતા. તો સાથે જ વરેલી ગામમાંથી અટક કરેલ આરોપી તેમજ ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More