Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોના દર્દીનાં સાવચેતી સાથે અંતિમ સંસ્કાર માટે પરિવારને છુટની અરજી દાખલ, હાઇકોર્ટે સરકારને નોટિસ ફટકારી

કોરોનાથી મૃત્યુ પામનારા વ્યક્તિનાં મૃતદેહને પરિવારજનો દ્વારા સાવચેતી સાથે અંતિમ સંસ્કાર કરવા દેવાની છુટ આપવામાં આવે તેવી માંગણી કરતી એક અરજી ગુજરાત હાઇકોર્ટમાં થઇ છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે. હાઇકોર્ટે જણાવ્યું કે, લોકો મહામારીના સમયમાં લાગણી અને રિતિરિવાજ વચ્ચે લાવીને જીવને જોખમમાં ન મુકવો જોઇએ. આ અંગે વધારે સુનાવણી 3 અઠવાડીયા બાદ હાથ ધરવામાં આવશે.

કોરોના દર્દીનાં સાવચેતી સાથે અંતિમ સંસ્કાર માટે પરિવારને છુટની અરજી દાખલ, હાઇકોર્ટે સરકારને નોટિસ ફટકારી

અમદાવાદ : કોરોનાથી મૃત્યુ પામનારા વ્યક્તિનાં મૃતદેહને પરિવારજનો દ્વારા સાવચેતી સાથે અંતિમ સંસ્કાર કરવા દેવાની છુટ આપવામાં આવે તેવી માંગણી કરતી એક અરજી ગુજરાત હાઇકોર્ટમાં થઇ છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે. હાઇકોર્ટે જણાવ્યું કે, લોકો મહામારીના સમયમાં લાગણી અને રિતિરિવાજ વચ્ચે લાવીને જીવને જોખમમાં ન મુકવો જોઇએ. આ અંગે વધારે સુનાવણી 3 અઠવાડીયા બાદ હાથ ધરવામાં આવશે.

વડોદરા બેફામ ઝડપે જઇ રહેલા ડમ્પરે આશાસ્પદ યુવતીને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

ગુજરાત હાઇકોર્ટમાં દાખલ અરજીમાં ઉલ્લેખ છે કે, મૃત્યુ પામનારા વ્યક્તિનાં મૃતદેહને અંતિમ સંસ્કાર ગ્રાઉન્ટ સ્ટાફનાં લકો દ્વારા જ સાવચેતીનાં પગલા જેવા કે PPE કીટ અને અન્ય વસ્તુઓ પહેરીને કરાય છે. તે જ પ્રકારે પરિવાર પણ પીપીઇ કીટ પહેરીને કરી શકે છે. આ અંગેની મંજુરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવવી જોઇએ. જો કે સ્પષ્ટતા કરતા અરજીમાં જણાવાયું કે, મૃતદેહને ઘરે ભલે ન લઇ જવા દેવામાં આવે પરંતુ જે પ્રકારે ગ્રાઉન્ટ સ્ટાફ દ્વારા કરાય છે તે પ્રકારે પરિવારને છુટ આપવામાં આવવી જોઇએ.

ડોક્ટરીનાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા ચકચાર, કારણ અકબંધ

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનામાં કોઇ પણ વ્યક્તિને મૃતદેહ અડવા પણ દેવાતો નથી કે નજીક પણ જવા દેવાતા નથી. માત્ર પરિવારનાં 5 લોકો ઘણા અંતરેથી જોઇ શકે છે. સુપ્રીમ કોર્ટ આ મુદ્દે ગુજરાત સરકારે ગાઇડ લાઇન અંગેનું સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં કર્યું છે. આ નિયમોનું ચુસ્તપણે પાલન થઇ રહ્યું છે. જો કે આ મુદ્દે હવે અરજી થતા હાઇકોર્ટ દ્વારા સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો છે. આ અંગે ત્રણ અઠવાડીયા બાદ હાઇકોર્ટ દ્વારા ફરી એકવાર સુનાવણી હાથ ધરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More