Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: હીરા ઉદ્યોગ માટે કોરોના બન્યો ઘાતક 20 દિવસમાં 7 દલાલ સહિત 12 ધંધાર્થીના મોત

કોરોનાને કારણે હીરા ઉદ્યોગમાં ભારે મંદી ચાલી રહી છે. હીરા બજાર અનલોક-1 ખુલ્યા બાદ ગાઇડ લાઇનનું પાલન નહી થવાનાં કારણે સંક્રમણ ખુબ જ ઝડપથી વધી ગયું છે. આ સાથે અનલોક બાદ મૃત્યુમાં પણ વધારો થયો છે. વરાછાના મીની હીરા બજારના 7 દલાલો, 3 વેપારી અને 2 પાનની દુકાનવાળા સહિત 12 ધંધાર્થીઓએ જીવ ગુમાવ્યા છે.

સુરત: હીરા ઉદ્યોગ માટે કોરોના બન્યો ઘાતક 20 દિવસમાં 7 દલાલ સહિત 12 ધંધાર્થીના મોત

સુરત : કોરોનાને કારણે હીરા ઉદ્યોગમાં ભારે મંદી ચાલી રહી છે. હીરા બજાર અનલોક-1 ખુલ્યા બાદ ગાઇડ લાઇનનું પાલન નહી થવાનાં કારણે સંક્રમણ ખુબ જ ઝડપથી વધી ગયું છે. આ સાથે અનલોક બાદ મૃત્યુમાં પણ વધારો થયો છે. વરાછાના મીની હીરા બજારના 7 દલાલો, 3 વેપારી અને 2 પાનની દુકાનવાળા સહિત 12 ધંધાર્થીઓએ જીવ ગુમાવ્યા છે.

રાજકોટ: દેતડીયા ગામમાં જમીન મુદ્દે સરપંચે 3 ગોળી મારીને કૌટુંબિક ભાઇની હત્યા કરી

અનલોક-1 બાદ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવવામાં આવી રહ્યું હતું. જો કે ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ એવા છે કે જેમાં માણસ એક બીજા સાથે સંપર્કમાં આવવું જ પડતું હોય છે. જેના કારણે કોરોનાનું સંક્રમણ અચાનક વધી ગયું હતું. વરાછા સહિત 3 હીરા બજારનાં મળીને 12 ધંધાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. આ તમામ મોટા ભાગની 50થી વધારેની ઉંમરના છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કેસ અને મૃત્યુમાં ઘટાડો થયો તેનું કારણ સૌરાષ્ટ્ર તરફની હિજરત છે. 

સુરત: વેસુના સ્પામાં ઘુસીને ચાર ઇસમોએ ચપ્પુની અણીએ મહિલાને બંધક બનાવી લૂંટ

મીની બજાર, ચોક્સી બજાર અને માનગઢ ચોકમાં કામકાજ કરતા વેપારી અને દલાલો ઉપરાંત બજારમાં જ પાનનો ગલ્લો ધરાવતા બે મળી કુલ 12 કોરોના સંક્રમિત થયા પછી ગણતરીનાં દિવસોમાં જ અંતિમ શ્વાસ લીધો હતો. વેપારીઓ અને દલાલોનાં મોત થયા હોવાનાં કારણે બજારમાં ગભરાટ છે જેથી ત્યાં કામ કરવા તૈયાર નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More