Home> Gujarat
Advertisement
Prev
Next

ડિસેમ્બરમાં વધી શકે છે કોરોના સંક્રમણ, આ અંગે જાણો શું કહેવું છે ડો. પ્રવીણ ગર્ગનું

ગુજરાત સહિત દેશભરના લોકો ગરમી અને ચોમાસાની ઋતુ બાદ હવે શિયાળામાં પણ કોરોના વાયરસ સામે લડવા સજ્જ થઈ રહ્યા છે. ત્યારે તજજ્ઞોએ અત્યારથી જ કહ્યું છે કે ડિસેમ્બરમાં જ્યારે દેશભરના ઠંડી વધશે તે સમયે કોરોનાનું સંક્રમણ પણ વધી શકે છે

ડિસેમ્બરમાં વધી શકે છે કોરોના સંક્રમણ, આ અંગે જાણો શું કહેવું છે ડો. પ્રવીણ ગર્ગનું

અતુલ તિવારી/ અમદાવાદ: ગુજરાત સહિત દેશભરના લોકો ગરમી અને ચોમાસાની ઋતુ બાદ હવે શિયાળામાં પણ કોરોના વાયરસ સામે લડવા સજ્જ થઈ રહ્યા છે. ત્યારે તજજ્ઞોએ અત્યારથી જ કહ્યું છે કે ડિસેમ્બરમાં જ્યારે દેશભરના ઠંડી વધશે તે સમયે કોરોનાનું સંક્રમણ પણ વધી શકે છે, હાલ રાજ્ય સહિત દેશભરમાં કોરોનાના કેસોની સંખ્યા ગત દિવસો કરતા ઘટી જરૂર છે, પરંતુ શિયાળામાં ઠંડક વધતા કોરોનાના કેસો વધશે તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે.. સાથે જ હવે દિવાળીનો તહેવાર પણ નજીક છે, જેથી લોકો ખરીદી કરવા બહાર નીકળતા હોય છે તેમજ ફટાકડા પણ ફોડતા હોય છે, જે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા ખતરનાક સાબિત થઈ શકે છે. શ્વાસની બીમારી હોય તેવા દર્દીઓ માટે એક તરફ કોરોના બીજી તરફ ફટાકડા ફૂટ્યા બાદ વાતાવરણમાં વધતું પ્રદુષણ ચિંતાનો વિષય બનશે તેવું તજજ્ઞો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો:- Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો નવા 975 દર્દીઓ નોંધાયા, 6 દર્દીના મોત

કોરોના વાયરસને લઈ હાલની સ્થિતિ અને આગામી 3 મહિનાની સ્થિતિ અંગે ZEE 24 કલાક એ ડોક્ટર પ્રવીણ ગર્ગ સાથે વાતચીત કરી પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો ત્યારે ડોક્ટર પ્રવીણ ગર્ગે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કોઈપણ વાયરસ શિયાળામાં સૌથી વધુ ફેલાતો હોય છે ત્યારે હવે રાજ્યમાં વહેલી સવારે અને રાત્રે ઠંડકનો અહેસાસ શરૂ થયો છે.. ભારતમાં કોરોનાના કેસો ઘટી જરૂર રહ્યા છે પણ યુરોપ તરફ કોરોનાની બીજી લહેર શરૂ થતાં કેટલાક ભાગોમાં લોકડાઉનની ફરજ પડી છે, ભૂતકાળમાં દરેક વાયરસની બે વેવ જોવા મળી છે, જેમાં બીજી વેવ વધુ ઘાતક માનવામાં આવતી હોય છે.

આ પણ વાંચો:- અમદાવાદમાં કપડાના ગોડાઉનમાં બ્લાસ્ટ, જુઓ ઘટના સ્થળના CCTV ફૂટેજ

એવામાં ભારત દેશ પહેલા વેવમાંથી પસાર થઈ ચુક્યો છે પરંતુ બીજા વેવની શક્યતા શિયાળાને કારણે જોવાઇ રહી છે એવામાં નવેમ્બર મહિનાના અંત અને ડિસેમ્બરમાં ઠંડી વધતા કોરોનાની બીજી વેવ દેશમાં આવશે તેવી શકયતા તજજ્ઞો દ્વારા વ્યક્ત કરાઈ ચુકી છે. સાથે જ હવે દિવાળી નજીક છે એવામાં ખરીદી માટે બહાર નીકળતા લોકો ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવે તો હિતવાહ રહેશે. તેમજ જ્યા સુધી વેકસીન નથી ત્યાં સુધી માસ્ક જ એકમાત્ર વેકસીન છે, એ વાત તમામે સમજવાની જરૂર છે.. દિવાળી બાદ નવાવર્ષે લોકો સગા સંબંધીઓને મળવા અને વડીલોના આશીર્વાદ લેવા એકબીજાના ઘરે આવતા જતા હોય છે ત્યારે સંક્રમણ ના વધે તેનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી બનશે.

આ પણ વાંચો:- અમદાવાદમાં ભીષણ આગ: CM રૂપાણીએ મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાય કરી જાહેર

સાથે જ દિવાળી પર લોકો ફટાકડા પણ ફોડતા હોય છે, જેના પરિણામ સ્વરૂપે વાતાવરણમાં પ્રદુષણ પણ વધતું હોય છે ત્યારે જેના લંગ્સ વિક હોય છે તેમણે ખાસ ચેતી જવાની જરૂર રહેશે. અસ્થમા કે બ્રોન્કાઈટીસની બીમારી હોય તેમનામાં શ્વાસની તકલીફ આ સમયગાળાના વધી જતી હોય છે ત્યારે માસ્ક જ એકમાત્ર વિકલ્પ સાબિત થશે.. વેકસીનને આવતા હજુ આગામી ત્રણ મહિના રાહ જોવી પડશે માટે શિયાળામાં અત્યાર સુધી દાખવેલી સાવચેતીથી પણ વધુ સાવચેતીની તમામને જરૂર પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More