Home> Gujarat
Advertisement
Prev
Next

અઢી મહિના પહેલાં એમના સંસ્કારની દુનિયા દિવાની બની પણ રિવાબાનું નવું રૂપ જોઈ લોકો ચોંક્યા

Jamnagar News : ઝઘડો કોઈ પણ કારણોસર હોય પણ રિવાબા પાસે લોકોને જાહેરમાં આ અપેક્ષા નહોતી. ભાજપે ભલે આ મામલે ચૂપકીદી સેવી છે. આપણે અહીં રિવાબા સાચા છે કે ખોટા છે એની વાત કરી રહ્યાં નથી, પણ અઢી મહિના પહેલાં જે રિવાબા દેશ સમક્ષ આવ્યા હતા અને 2 દિવસ પહેલાંના રિવાબા વચ્ચે જમીન આસમાનનો તફાવત હતો

અઢી મહિના પહેલાં એમના સંસ્કારની દુનિયા દિવાની બની પણ રિવાબાનું નવું રૂપ જોઈ લોકો ચોંક્યા

Rivaba Jadeja Controversy : IPLની ફાઈનલમાં csk વિજેતા બન્યા બાદ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને ગળે મળ્યા પહેલાં પગે લાગવાનો વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાયો હતો. એ સમયે એમના સંસ્કારની આખી દુનિયા દિવાની બની હતી. કરોડો ક્રિકેટ પ્રેમીઓએ આ ઘટનાને ભારતના સંસ્કાર ગણાવ્યા હતા. એ સમયે cskની જીત કરતાં રિવાબાની વધારે ચર્ચા હતી. એક પત્નીએ જે ધર્મ નિભાવ્યો એ વખાણવાને લાયક તો હતો. પણ અઢી મહિનાના સમયગાળામાં જ 2 દિવસ પહેલાં રિવાબાનું જાહેરમાં રૌદ્ર રૂપ જોઈને ફરી સવાલો ઉઠ્યા છે કે આ એ જ રિવાબા છે, જેમના સંસ્કારોની અઢી મહિના પહેલાં દુહાઈઓ અપાતી હતી. ભાજપના એક કાર્યક્રમમાં થયેલા વિવાદ બાદ રિવાબાએ પોતાનાથી મોટા અને પીઢ રાજકારણી એવા જામનગરના 2 ટર્મના સાંસદ પૂનમબેન માડમ અને જનસંઘથી જેનો પરિવાર ભાજપ સાથે જોડાયેલો છે એવા મેયરને આંખો કાઢી ‘ઔકાતમાં રહેજો’ એવા શબ્દોનો ઉપયોગ કરતાં રિવાબા ફરી ચર્ચામાં આવ્યા છે.

ઝઘડો કોઈ પણ કારણોસર હોય પણ રિવાબા પાસે લોકોને જાહેરમાં આ અપેક્ષા નહોતી. ભાજપે ભલે આ મામલે ચૂપકીદી સેવી છે. આપણે અહીં રિવાબા સાચા છે કે ખોટા છે એની વાત કરી રહ્યાં નથી, પણ અઢી મહિના પહેલાં જે રિવાબા દેશ સમક્ષ આવ્યા હતા અને 2 દિવસ પહેલાંના રિવાબા વચ્ચે જમીન આસમાનનો તફાવત હતો. કારણ કે, એમને સન્માન તો દૂરની વાત રહી પણ પોતાનાથી સીનિયર નેતાઓ સામે હોવાનો મલાજો પણ નહોતો જાળવ્યો અને ભાજપની શિસ્તના ધજાગરા ઉડાવી દીધા હતા. 

કોના રાજમાં સુરતમાં કાયદો કથળ્યો? ભાજપ અગ્રણીએ ચોર સમજી નિર્દોષ શ્રમજીવીઓને માર્યા

રિવાબા એ ભૂલી ગયા કે તેઓ એક સામાન્ય સ્ત્રી નહોતા વિશ્વમાં પ્રખ્યાત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને ભાજપના ધારાસભ્ય છે. જેઓને 50 હજાર મતોથી જીતાડીને જામનગર વાસીઓએ વિધાનસભા સુધી પહોંચાડ્યા છે. એમને ગુસ્સામાં જામગરનું પ્રતિનિધિત્વ કરતા મેયરને પણ છોડ્યા ન હતા.

ગુજરાતે નવો રેકોર્ડ બનાવ્યો, સરકારે ગુજરાતીઓના ખાતામાં જમા કરાવ્યા આટલા કરોડ રૂપિયા

રાજકારણમાં આંતરિક વિખવાદો તો રહેવાના છે પણ એ જાહેરમાં ન આવવા જોઈએ. એમાં પણ રિવાબા જાડેજા તો હજુ રાજકારણની એબીસીડી શીખી રહ્યાં છે. આ સમયે ભાજપના કદાવર નેતા પૂનમબેન માડમ અને મેયર સામેનું એમનું વર્તન જરા પણ યોગ્ય ન હોતું. હા રિવાબાના કહેવા પ્રમાણે એમની સાથે થયેલું વર્તન યોગ્ય નહોતું તો સામે એમને જે રિએક્શન આપ્યું એ પણ યોગ્ય નથી. રિવાબા જાડેજા એ ક્ષત્રિયાણી છે. અહીં કોઈનો પક્ષ લેવાનો સવાલ નથી પણ જામનગરમાં જાહેરમાં જે ભાજપનો આંતરિક વિખવાદ બહાર આવ્યો એ જરા યે યોગ્ય નહોતો. 

ગુજરાતમાં શાંત પડેલું ચોમાસું ફરી સક્રિય થયું, વરસાદના ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો

રિવાબા પાસે આ પ્રકારના વર્તનની કોઈને પણ અપેક્ષા નહોતી. એ સાંજે પૂનમબેન માડમ એમનો બચાવ કરતાં હતાં એ સમયે એમનો અવાજ થોથવાઈ ગયો હતો અને આંખમાં આંસુ આવી ગયા હતા. એક સમયે એમના સંસ્કારને લોકોએ ભારે વખાણ કર્યા હતા. રિવાબા સામેના શબ્દો તો યોગ્ય નહોતા પણ આંખો કાઢીને મેયર સામે ‘ઔકાતમાં રહેજો’ જેવા શબ્દો પણ યોગ્ય નહોતા.

રિવાબાના આ શબ્દો શું એ બતાવે છે કે તેમના પર સત્તાનો નશો ચઢી ગયો છે. ઓછા સમયમાં જ રાજકારણમાં જીતનો સ્વાદ ચાખી ગયેલા રીવાબાના આ વર્તન વિશે તમે શું માનો છો?

લાખો ખર્ચ્યા વગર કેનેડામાં ભણવાનો છે આ ઓપ્શન, કેનેડાની યુનિવર્સિટીઓ સામેથી બોલાવશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More