Home> Gujarat
Advertisement
Prev
Next

નકલી ચલણી નોટને બજારમાં ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, આરોપીની હતી આ મોડ્સ ઓપરેન્ડી

વલસાડ જિલ્લાના કપરાડા આદિવાસી વિસ્તાર છે અને આ વિસ્તારમાં ગુન્હાનો દર બહુ સામાન્ય છે અને અહીંની પ્રજા અભણ અને ભોળી હોય છે. જોકે આ ગરીબ જનતાને છેતરીને નકલી નોટો ઘુસાડવાનું એક સુઆયોજિત ષડયંત્ર બહાર આવ્યું છે

નકલી ચલણી નોટને બજારમાં ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, આરોપીની હતી આ મોડ્સ ઓપરેન્ડી

ઉમેશ પટેલ, વલસાડ: ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવા નકલી ચલણી નોટનું કૌભાંડ રાજ્યમાં અનેકવાર બહાર આવ્યું છે. જોકે સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં નકલી નોટના માફિયાઓ પોતાના બદઈરાદાઓ બહાર પાડતા હોય છે. ત્યારે આ વખતે રાજ્યના છેવાડે આવેલ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટોને બજારમાં ઘુસાડવાના એક ષડયંત્રનો પર્દાફાશ વલસાડ પોલીસે કર્યો છે. વલસાડ જિલ્લાની એસ.ઓ.જી પોલીસની ટીમે કપરાડામાંથી રૂપિયા 500 ના દરની 586 નકલી નોટ ઝડપી પાડી છે. ત્યારે કેવી છે તેમની મોડ્સ ઓપરેડની અને ક્યાં છપાતી હતી આ નકલી નોટો? જોઈએ આ અહેવાલ...

વલસાડ જિલ્લાના કપરાડા આદિવાસી વિસ્તાર છે અને આ વિસ્તારમાં ગુન્હાનો દર બહુ સામાન્ય છે અને અહીંની પ્રજા અભણ અને ભોળી હોય છે. જોકે આ ગરીબ જનતાને છેતરીને નકલી નોટો ઘુસાડવાનું એક સુઆયોજિત ષડયંત્ર બહાર આવ્યું છે. વલસાડ એસબીએસઓજીની ટીમને બાતમી મળી હતી કે કપરાડામાં કેટલાક લોકો નકલી ચલણી નોટ બજારમાં વાપરવાના ફિરાકમાં છે. ત્યારે પોલીસે તાત્કાલીક આ મામલે પેટ્રોલિંગ દરમિયાન 500 રૂપિયાની 586 નોટો સાથે 1 આરોપીની ધરપકડ કરી હતી.

અમદાવાદમાં ગરમીનો પારો 46 ડિગ્રીએ, હિટવેવના એક્સપોઝરથી બચવા શું કરવું જોઇએ

વલસાડ પોલીસે 2.96 લાખની તમામ નોટો ફોરેન્સિક સાયન્ટિસ્ટ ઓફિસર અને બેંકના ઓથોરાઇઝ અધિકારી સાથે તપાસ કરાવતા તમામ નોટો નકલી હોવાનું બહાર આવ્યું હતું અને આ મામલે પોલીસે કિશન ચૌધરી નામના ઈસમની ધરપકડ કરી છે. તો અન્ય આરોપી માધવ રામદાસને વોન્ટેડ જાહેર કર્યો છે. ઝડપાયેલા આરોપી કિશન ચૌધરીને આ નોટો નાસિકના માધવ રામદાસે આપી હતી.

PM મોદીને ગમી ગયું ગાંધીનગર નજીક આવેલું આ 500 વર્ષ જુનું ઝાડ, હવે અહીં ભવ્ય પર્યટન સ્થળ બનશે

વલસાડ પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે આ તમામ નોટો મહારાષ્ટ્રમાં છાપવામાં આવી છે અને 500 ની અસલી નોટને કોમ્પ્યુટર સ્કેનર અને પ્રિન્ટર ની મદદથી નકલી નોટ બનાવવામાં આવતી હતી. વોન્ટેડ આરોપી માધવ આરોપી કિશનને માત્ર 5000 રૂપિયા કમિશન પેટે આપતો હતો. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે ગરીબ અને અભણ આદિવાસી વિસ્તારમાં આ આરોપી નાણાકીય વ્યવહાર દરમિયાન નોટોના બંડલમા ચારથી પાંચ જેટલી નકલી નોટો ઘુસાડતા હોય છે.

મ્યુનિસિપલ કમિશનરના ઘરે ડોલ-ટબ સાથે ન્હાવા કેમ પહોંચ્યા કોર્પોરેટરો? કોઈ બ્રશ તો કોઈ લોટો લઈને બારણે બેઠું...

આ રીતે ધીરે ધીરે બજારમાં નકલી નોટો ફેરવવાનું કારોબાર કરતા હોય છે. સમગ્ર મામલે વલસાડ પોલીસે હાલ 586 જેટલી નોટો કબજે કરી છે. તો આવતા દિવસોમાં બજારમાં ફરી રહેલ નકલી નોટને પણ શોધી તેને પણ તાત્કાલિક ઝડપવા કરવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે.

અમિત શાહના બે દિવસીય પ્રવાસ બાદ PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે, જાણો કેમ?

માત્ર 4 ચોપડી ભણેલ આરોપી કિશનને માત્ર 5 હજાર કમિશન પેટે મળવાના હતા. ત્યારે વલસાડ પોલીસ આ નકલી નોટોના કૌભાંડમાં હજી પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે તો મોટું રેકેટ બહાર આવે તેવું મનાઇ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More