Home> Gujarat
Advertisement
Prev
Next

લો બોલો! મૃતક જ્યંતિ ભાનુશાલીના નામે બન્યું ફેક ઈન્સ્ટા ID; યુવતીઓ સાથે વાતો થતી, આખરે આરોપી ઝડપાયો

ચાર વર્ષ બાદ જયંતિ ભાનુશાલીનાં નામનું બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોવાનું સામે આવતા મૃતક જયંતિ ભાનુશાલી ભત્રીજાએ અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે કચ્છના અંજારથી રાજેશ રૂપારેલની ધરપકડ કરી છે. 

લો બોલો! મૃતક જ્યંતિ ભાનુશાલીના નામે બન્યું ફેક ઈન્સ્ટા ID; યુવતીઓ સાથે વાતો થતી, આખરે આરોપી ઝડપાયો

મૌલિક ધામેચા/અમદાવાદ: કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય મૃતક જયંતિ ભાનુશાલીનાં નામનું બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી મહિલાઓને પરેશાન કરતા એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. મૃતકના પરિવારજનોને બદનામ કરવા બોગસ ઈન્સ્ટાગ્રામ બનાવી મહિલાઓને બિભસ્ત મેસેજ કરવામાં આવી રહ્યા હોવાની જાણ જયંતિ ભાનુશાલીનાં પરિવારજનોને એ સાઇબર ક્રાઇમમાં કરતા ફરિયાદ નોંધાઇ હતી.

ગુજરાતે હદ વટાવી! ન ડમી ઉમેદવાર, ન પેપર લીકની ઝંઝટ,રૂપિયાવાળા છો તો સીધા બુક લઈ બેસો

કચ્છ વિસ્તારના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી કે જેની ચારેક વર્ષ પહેલાં હત્યા થઈ હતી. ચાર વર્ષ બાદ જયંતિ ભાનુશાલીનાં નામનું બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોવાનું સામે આવતા મૃતક જયંતિ ભાનુશાલી ભત્રીજાએ અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે કચ્છના અંજારથી રાજેશ રૂપારેલની ધરપકડ કરી છે. 

ગુજરાતમાં ચોરી કાંડ: ફક્ત પાસ થવાની નહીં, પણ પૂરા માર્કસની ગેરન્ટી, આ 'VIP' નબીરાઓ..

આરોપી રાજેશ રૂપારેલની પૂછપરછ દરમ્યાન સામે આવ્યું કે રાજેશ રૂપારેલે દસમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને છેલ્લા 18 વર્ષથી કચ્છની સેન્ટ્રલ બેંકમાં પટાવાળાની નોકરી કરે છે. આરોપી રાજેશ રૂપારેલ જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી જયંતિ ઠક્કરનો સગો થાય છે અને જયંતિ ભાનુશાલી તેમજ તેના પરિવારજનોને બદનામ કરવા માટે બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું. આરોપી રાજેશ રૂપારેલ દ્વારા મહિલાઓને બિભસ્ત મેસેજ કરવામાં આવ્યા હતા. 

ગુજરાતના આ 48 તાલુકાના ખેડૂત હોય તો જ રાખજો આશા, સરકારે આપ્યો છે મોટો ઠેંગો

છેલ્લા એક મહિનાથી જયંતિ ભાનુશાલીના નામનું બોગસ એકાઉન્ટ બનાવ્યું હતું અને વીસ જેટલા લોકોને તેમાંથી મેસેજ કરવામાં આવ્યા હતા. મહિલાઓને બિભસ્ત મેસેજની સાથે જયંતિ ભાનુશાલીનો મોબાઈલ નંબર મોકલી તેના પર ફોન કરવાનું જણાવતો હતો. જેમાંથી એક મહિલાએ તેના પર ફોન કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો અને બાદમાં જયંતિ ભાનુશાલી ભત્રીજા દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી. 

વડોદરા હવે ખાડોદરા બન્યું! અધિકારીઓની મિલીભગતના કારણે માત્ર 4 મહિનામાં RCC રોડ તૂટી

મહત્વનું છે કે આરોપી રાજેશે અત્યાર સુધી કોને કોને મેસેજ કર્યા હતા? ઉપરાંત રાજેશના સગા જયંતિ ઠક્કર કે જે હાલ હત્યા કેસમાં આરોપી છે તેની કોઈ સંડોવણી છે કે કેમ આ તમામ મુદ્દાઓ અંગે સાઇબર ક્રાઇમ આરોપી રાકેશની પૂછપરછ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More