Home> Gujarat
Advertisement
Prev
Next

ગ્રીષ્મા પટેલની કોલેજમાં જ હત્યા કરવાનું હતું ષડયંત્ર, મિત્રના કારણે ગ્રીષ્માનું જીવન થોડા કલાક વધ્યું

ગ્રીષ્મા હત્યા કેસના પગલે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ ડહોળાયુ છે. દરેક પરિવાર ફરી એકવાર પોતાના સંતાનોના ઉછેર અંગે વિચારતો થયો છે. તેવામાં પોલીસ અને સરકાર સામે સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં સરકાર અને પોલીસ બંન્ને પોતાની શાખ બચાવવા માટે ધમપછાડા કરી રહ્યા છે. હત્યાનો મુખ્ય આરોપી પહેલાથી જ હત્યાનું ષડયંત્ર મગજમાં લઇને ફરી રહ્યો હતો. ફેનિલ સૌપ્રથમ ગ્રીષ્માની અમરોલી ખાતે આવેલી કોલેજ પહોંચ્યો હતો. જો કે ગ્રીષ્મા ક્લાસમાં હોવાના કારણે બંન્ને મળી શક્યા નહોતા.જેના કારણે ગ્રીષ્મા તેટલા સમય પુરતી તો બચી ગઇ હતી. 

ગ્રીષ્મા પટેલની કોલેજમાં જ હત્યા કરવાનું હતું ષડયંત્ર, મિત્રના કારણે ગ્રીષ્માનું જીવન થોડા કલાક વધ્યું

સુરત : ગ્રીષ્મા હત્યા કેસના પગલે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ ડહોળાયુ છે. દરેક પરિવાર ફરી એકવાર પોતાના સંતાનોના ઉછેર અંગે વિચારતો થયો છે. તેવામાં પોલીસ અને સરકાર સામે સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં સરકાર અને પોલીસ બંન્ને પોતાની શાખ બચાવવા માટે ધમપછાડા કરી રહ્યા છે. હત્યાનો મુખ્ય આરોપી પહેલાથી જ હત્યાનું ષડયંત્ર મગજમાં લઇને ફરી રહ્યો હતો. ફેનિલ સૌપ્રથમ ગ્રીષ્માની અમરોલી ખાતે આવેલી કોલેજ પહોંચ્યો હતો. જો કે ગ્રીષ્મા ક્લાસમાં હોવાના કારણે બંન્ને મળી શક્યા નહોતા.જેના કારણે ગ્રીષ્મા તેટલા સમય પુરતી તો બચી ગઇ હતી. 

જ્યારે હત્યારો ફેનિલ કોલેજ પહોંચ્યો ત્યારે ગ્રીષ્માં ક્લાસમાં હતી. જેથી ફેનિલે ગ્રીષ્માની બહેનપણીને તેને બહાર મોકલવા માટે કહ્યું હતું. જો કે બહેનપણી બધુ જાણતી હોવાથી તેને તેટલા સમય પુરતો ઘરે મોકલી આપ્યો હતો. ગ્રીષ્માને જાણ થતા તેણે પોતાના માસીને બોલાવી લીધા હતા અને તેની સાથે ઘરે જતી રહી હતી. જો તે સમયે ગ્રીષ્મા બહાર આવી હોત તો ફેનિલ ગ્રીષ્માની કોલેજમાં હત્યા કરે તેવી સક્યતા હતી. જો કે થોડા સમય માટે ગ્રીષ્માનો જીવ બચી ગયો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કોલેજમાં તે બચ્યા બાદ ઘરે પહોંચી હતી. જો કે ફેનિલ સાંજે તેના ઘરે પહોંચી ગયો હતો. છરી દેખાડી સમગ્ર વિસ્તારમાં ધમાલ મચાવ્યા બાદ ગ્રીષ્માને બંધક બનાવી હતી. તેના ભાઇને પણ ઘાયલ કર્યો હતો. ત્યાર બાદ ગ્રીષ્માની હત્યા કરી નાખી હતી. જાહેરમાં ગળુ કાપવાની ઘટનાના પડઘા ખુબ જ પડ્યા હતા. પોલીસ તંત્ર તથા સરકાર પણ આ ઘટના બાદ દોડતા થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More