Home> Gujarat
Advertisement
Prev
Next

માત્ર સત્તાની લાલચે કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા છે: રાજીવ સાતવ

અમે જીતની નજીક હતા જે પ્રકારનું પ્રદર્શન વિધાનસભાની ચૂંટણીમાં કરવામાં આવ્યું હતું તેનાથી વધારે સારું પ્રદર્શન લોકસભાની ચુંટણીમાં કરવાના ઉદ્દેશ સાથે કોંગ્રેસના નેતા અને પદાધિકારી સાથે ત્રણ દિવસની બેઠક યોજાશે. 

માત્ર સત્તાની લાલચે કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા છે: રાજીવ સાતવ

અમદાવાદ: ગુજરાતની 26 લોકસભાની બેઠકોના પરિણામ દેશ માટે ચોંકાવનારા રહેવાનો દાવો ગુજરાત કોગ્રેસ પ્રભારી દ્વારા કરવામાં આવ્યો હતો. આજથી ત્રણ દિવસ સુધી યોજાનારી લોકસભાની બેઠકો માટેની સમીક્ષા માટે ગુજરાતના પ્રવાસે આવેલા રાજીવ સાતવે કહ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું હતું. અમે જીતની નજીક હતા જે પ્રકારનું પ્રદર્શન વિધાનસભાની ચૂંટણીમાં કરવામાં આવ્યું હતું તેનાથી વધારે સારું પ્રદર્શન લોકસભાની ચુંટણીમાં કરવાના ઉદ્દેશ સાથે કોંગ્રેસના નેતા અને પદાધિકારી સાથે ત્રણ દિવસની બેઠક યોજાશે. 

ગત લોકસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસને લોકસભાની એક પણ બેઠક મળી ન હતી. આ વખતે અમે સારું પરિણામ મેળવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. વિધાનસભાની ચૂંટણીમાં જે મહેનત હતી તે માત્ર ટ્રેલર હતું જેમાં કેટલીક ખામીઓ હતી આવનારા દિવસમાં સાચું પિક્ચર બહાર આવશે આખા દેશને અચંબામાં મુકાનારા પરિણામ ગુજરાતમાંથી આવશે.

આજથી ગુજરાતમાં થશે ભારતના સૌથી મોટા બિઝનેસ સેન્ટરનો પ્રારંભ

ગુજરાતના રાજકારણમાં 3 જુલાઈનો દિવસ ભારે નાટકીય વળાંકો વાળો રહ્યો છે. એક તરફ કુંવરજી બાવળીયાનું કોંગ્રેસમાંથી રાજીનામુ આપવું અને બાદમાં ભાજપમાં જોડાવુ, તેના બાદ ભાજપના ભોળાભાઈ ગોહિલનું કોંગ્રેસમાં જોડાવું, અને કુંવરજી બાવળીયાને તાત્કાલિક મંત્રી પદ મળી જવું બધુ જ એક દિવસમાં બની ગયું. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં થયેલા આ પક્ષપલટા બાદ આંતરિક વિખવાદ વધી ગયો છે ત્યારે ગુજરાત કોગ્રેસ પ્રભારી રાજીવ સાતવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પર આક્ષેપો કર્યા હતા. કુવરજી બાવળિયાના ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ અંગે કહ્યું હતું કે માત્ર સત્તા લાલસાને લઇને કુવરજી ભાઇ ભાજપામાં જોડાયા છે તેમણે ઉમેર્યું કે કોંગ્રેસે કાયમ કુંવરજી ભાઇને મહત્વ આપ્યું છે. 

રાહુલ ગાંધી જાતિવાદનું રાજકારણ રમી રહ્યા છે: કુંવરજી બાવળિયા

ભારતીય જનતા પાર્ટી પાસે નેતૃત્વમાં ક્ષમતા ન હોવાથી કોંગ્રેસના નેતાઓની જરૂર પડતી હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે આક્ષેપ કર્યો હતો. ગુજરાત કોંગ્રેસ પ્રભારીએ કહ્યું હતું કે માત્ર સત્તા લાલસાને લઇને કુંવરજી ભાઇ ભાજપામાં જોડાયા છે. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસે કાયમ કુંવરજી ભાઇને મહત્વ આપ્યું છે પાંચ વાર ધારાસભ્ય એક વાર સાંસદ બે વાર કાર્યકારી પ્રમુખ અને તેમના પરિવારને પણ કોંગ્રેસ અનેક જગાએ ટીકીટ આપી છે. 

કુંવરજી બાવળીયાએ રાહુલ ગાંધી સાથે 50 મિનિટ બેઠક કરી હતી અને જાહેર કર્યું હતું કે ભાજપામાં નહી જોડાઉ. રાજીવ સાતવે એવો પણ દાવો કર્યો હતો કે પેટા ચૂંટણીમાં જસદણની જનતા કુંવરજીને સજા આપશે. ભાજપ પર પ્રહાર કરતાં તેમણે ઉમેર્યું કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે પણ ગુજરાતને પણ તેઓ કોંગ્રેસ મુક્ત કરી શક્યા નથી.

જો ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં જો ખરેખર ક્ષમતા હોત અને સરકારે ખરેખર સારા કાર્યો કર્યા હોત તો વડાપ્રધાને સીપ્લેન ઉડાવાની જરૂર ન પડત.  ભાજપા પાસે સારૂ નેતૃત્વ ન હોવાથી તે કોંગ્રેસના નેતાઓને લઇ જાય છે જ્યારે રાજ્યસભાની ચુટંણી હતી ત્યારે પણ ભાજપાએ કોંગ્રેસના નેતાઓને આવકાર્યા હતા અને કોંગ્રેસ મજબૂત થઇને બહાર આવી હતી અને આ વાતનું ફરી પુનરાવર્તન થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More