Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ : કોંગ્રેસનાં યુવા આગેવાન હબીબ મેવ અને ખોખરા વોર્ડના આસિ. સિટી ઇજનેરનું કોરોનાથી મોત

કોરોના મામલે કાબૂ બહાર ગયેલા અમદાવાદ (Ahmedabad) માં ગઈકાલે 280 નવા કેસ નોંધાયા છે. રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતેથી અંદાજે 100થી વધુ દર્દીઓને રજા આપવામાં આવી છે.  અમદાવાદમાં વધુ લોકો રિકવર થઈ રહ્યાં છે, ત્યારે આજે બે દુખદ સમાચાર સામે આવ્યા છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનાં પૂર્વ સભ્ય અને કોંગ્રેસનાં યુવા આગેવાન એવા હબીબ મેવનુ કોરોનાનાં કારણે સિવિલમાં મૃત્યુ નિપજ્યું છે. તો ખોખરા વોર્ડના આસિસ્ટન્ટ સિટી ઇજનેરનું પણ કોરોના કારણે મોત થયું છે. 

અમદાવાદ : કોંગ્રેસનાં યુવા આગેવાન હબીબ મેવ અને ખોખરા વોર્ડના આસિ. સિટી ઇજનેરનું કોરોનાથી મોત

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :કોરોના મામલે કાબૂ બહાર ગયેલા અમદાવાદ (Ahmedabad) માં ગઈકાલે 280 નવા કેસ નોંધાયા છે. રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતેથી અંદાજે 100થી વધુ દર્દીઓને રજા આપવામાં આવી છે.  અમદાવાદમાં વધુ લોકો રિકવર થઈ રહ્યાં છે, ત્યારે આજે બે દુખદ સમાચાર સામે આવ્યા છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનાં પૂર્વ સભ્ય અને કોંગ્રેસનાં યુવા આગેવાન એવા હબીબ મેવનુ કોરોનાનાં કારણે સિવિલમાં મૃત્યુ નિપજ્યું છે. તો ખોખરા વોર્ડના આસિસ્ટન્ટ સિટી ઇજનેરનું પણ કોરોના કારણે મોત થયું છે. 

અમીરગઢના લોકો 2015થી કોરોના નામ સાથે જીવી રહ્યાં છે, વાંચો રસપ્રદ અહેવાલ

AMCના આજે વધુ 3 કર્મચારીઓનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈજનેર વિભાગના બોડકદેવ વોર્ડના 3 કર્મચારીઓને પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ટેક્નિકલ સુપરવાઈઝર, આસિસ્ટન્ટ ઈજનેર, અને આસિસ્ટન્ટ સિટી ઈજનેરને કોરોના પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. 

AMCમાં વધુ બે આઈએએસ (ias) અધિકારીની ખાસ નિમણુંક ડે.મ્યુનિ.કમિશનર તરીકે કરાઈ છે. આ નિમણૂંક કોરોના સંબંધી કામગીરી કરવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. ગાંધીનગરના અધિક વિકાસ કમિશનર ડી. એ. શાહ અને રિજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલટીઝ, અમદાવાદ ડો. મનિષ કુમારને ખાસ ફરજ પરના અધિકારી તરીકે કોર્પોરેશનમાં મૂકવામા આવ્યા છે.

અમદાવાદથી 100, વડોદરામાં 41 દર્દીઓને નવી ડિસ્ચાર્જ પોલિસીથી હોસ્પિટલમાંથી રજા અપાઈ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હવે કોરોનાના દર્દીઓને ડિસ્ચાર્જ કરવા માટે નવી પોલિસી અમલમાં મૂકાઈ છે. આજે CMOના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં કોવિડ 19ની સારવારની ગાઈડલાઈન ICMRએ બહાર પાડી છે. ગઈકાલે ICMR એ નવી ગાઈડલાઈન બહાર પાડી છે. જો કોરોનાનો દર્દી કોઇ લક્ષણ ધરાવતો ન હોય અથવા નજીવા લક્ષણ હોય અને હોસ્પિટલમાં દાખલ થાય તો 10 દિવસની સારવાર પછી રજા આપી શકાય છે અને રજા આપતા પહેલા ટેસ્ટ કરવાની જરૂર નથી. ડિસ્ચાર્જ આપતી વખતે ત્રણ દિવસ અગાઉ સુધી કોઇ બીમારીના લક્ષણ હોવા જોઇએ નહીં. સામાન્ય લક્ષણો સાથે કોરોનાનો દર્દી હોસ્પિટલમાં દાખલ થાય તો તેને કોઇપણ જાતના ટેસ્ટ વગર 10 દિવસ બાદ રજા આપી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More