Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગ્રેસે આપ્યું વચન, કહ્યું- અમારી સરકાર બનશે તો કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને કાયમી કરાશે

Gujarat Congress: ગુજરાતમાં ચૂંટણીની મોસમ ચાલી રહી છે અને દરેક પાર્ટીઓ સત્તા મેળવવા માટે પ્રચાર કરી રહી છે. આ સાથે પાર્ટીઓ જનતાને એક બાદ એક વચન આપી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ હવે કોન્ટ્રાક્ટ આધારિત કર્મીઓનો મુદ્દો ઉઠાવીને કહ્યું કે અમારી સત્તા આવશે તો બધાને કાયમી કરાશે. 

કોંગ્રેસે આપ્યું વચન, કહ્યું- અમારી સરકાર બનશે તો કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને કાયમી કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં ગણતરીના દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણીની તૈયારી કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાત ચૂંટણીમાં ત્રિકોણીય જંગ જોવા મળવાનો છે. તમામ પાર્ટીઓ જનતાને પોતાની તરફ આકર્ષવા માટે વાયદાઓ આપી રહી છે. ત્યારે કોંગ્રેસે જનતાને વધુ એક વચન આપ્યું છે. 

કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરાશે
ગુજરાતની ચૂંટણીમાં મોંઘવારી, બેરોજગારી સાથે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓનો મુદ્દો પણ રહેવાનો છે. આ વચ્ચે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારે 1.10 લાખ કોન્ટ્રાક્ટ કર્મીઓને કાયમી કરવાનો નિર્ણય લીધો છે. 31 હજાર કર્મચારીઓને તાત્કાલિક કાયમી કરી લેવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસે આ નિર્ણયની પ્રશંસા કરી છે. 

આ પણ વાંચોઃ Junagadh: વિસાવદરના શહેર પ્રમુખ સહિત આપના 35થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીનું નિવેદન
આ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ કહ્યુ કે જો ગુજરાતમાં અમારી સરકાર બનશે તો કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને કાયમી કરાશે. તેમણે કહ્યું કે 10 લાખથી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું ભાજપ સરકાર શોષણ કરે છે. તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાત ભાજપનું આ મોડલ શોષણનું મોડલ છે. 

મનિષ દોષીએ કહ્યુ કે જો અમારી સરકાર બનશે તો દરેક કર્મચારીઓને કાયમી કરાશે. રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે વીસીના 13 હજાર કર્મીઓને પગારના લાભથી વંચિત રખાયા છે. તેમણે સવાલ કર્યો કે વીસી કર્મીઓને કમિશન પરથી પગાર પર ક્યારે કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More