Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં હવે કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીના નેતાજીની ખૂલી પોલ, પોલીસે ભણાવ્યો પાઠ

Gujarat Botad : આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર બોટાદ એલસીબીમાં સકંજામાં ફસાયો છે. વરલી-મટકાનો જુગાર રમાડતા હોવાની બાતમીના આઘારે રેડ કરી તેમણે પકડી પાડી બોટાદ એલ.સી.બી. ટીમે કાયદેસરની કાર્યવાહી કરી છે. 

ગુજરાતમાં હવે કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીના નેતાજીની ખૂલી પોલ, પોલીસે ભણાવ્યો પાઠ

ઝી બ્યુરો / બોટાદ: ગુજરાત કોંગ્રેસ છોડીને હાલ આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર બોટાદ એલસીબીમાં સકંજામાં ફસાયો છે. વરલી-મટકાનો જુગાર રમાડતા હોવાની બાતમીના આઘારે રેડ કરી તેમણે પકડી પાડી બોટાદ એલ.સી.બી. ટીમે કાયદેસરની કાર્યવાહી કરી છે. 

બે દિવસ શાંત...પછી ધોધમાર! વધુ એક સિસ્ટમ શું ગુજરાતને કરશે તહસનહસ! અંબાલાલનો ધડાકો!

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, બોટાદ એલ.સી.બી. ટીમ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૩૦/૦૭/૨૦૨૪ ના રોજ પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે બોટાદ શાકમાર્કેટમાં ભુપતભાઇ લોટવાળાની દુકાન પાસે વર્લી મટકાના આકડા લઇ આંક ફરકનો જુગાર રમાડતો હોવાની જાણ થઈ હતી.

VIDEO: અમદાવાદની ખ્યાતનામ હોટલના સાંભારમાંથી નીકળ્યો વંદો; 5 સ્ટાર હોટલની વાનગી ખાતા

આ બાતમીના આધારે પોલીસે અગાઉ કોંગ્રેસ પક્ષ અને હાલ આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર જાહીદભાઇ ઉર્ફે લાલો રાજુભાઈ માકડ રહે. બોટાદ પરામાં, નાદીરાબેનના દવાખાના પાસે, તા.જી. બોટાદવાળાને વર્લી મટકાના આંકડા લખેલ ડાયરી તથા રોકડ રૂ. 2280/- સાથે પકડી મજકુર વિરૂધ્ધ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશને જુગારધારા કલમ-૧૨(અ) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. 

પાંચ ઈંચ વરસાદમાં પાટણ પાણી પાણી! આ સોસાયટીઓ ફેરવાઈ બેટમાં! હવે ક્યારે ઓસરશે પાણી?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More