Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગ્રેસના પૂર્વ MLA વીરજી ઠુમ્મરે EVM પર ઉઠાવ્યા સવાલ, કહ્યું; 'લોકોને આશંકા હતી એટલે ભાજપને આપ્યા મત'

ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ફરી એક વાર EVM પર ઠીકરું ફોડ્યું છે. ગુજરાતના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, લોકોને આશંકા હતી એટલે ભાજપને આપ્યા મત. 

કોંગ્રેસના પૂર્વ MLA વીરજી ઠુમ્મરે EVM પર ઉઠાવ્યા સવાલ, કહ્યું; 'લોકોને આશંકા હતી એટલે ભાજપને આપ્યા મત'

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ખુબ જ સારું પ્રદર્શન કર્યું હતું. જો કે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસની ખુબ જ ઓછી સીટ મળી છે. ગુજરાતમાં કોંગ્રેસની શરમજનક હાર થતા ગુજરાત કોંગ્રેસે હારની જવાબદારી સ્વીકારી હતી. પરંતુ ગુજરાત કોંગ્રેસના નેતાઓ કારમી હાર મુદ્દે ઈવીએમ પર ઠીકરું ફોડ્યું છે. તેમણે વારંવાર જણાવે છે કે વિદેશમાં પણ ઈવીએમ પર શંકા-કુશંકા થઈ રહી છે.

ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ફરી એક વાર EVM પર ઠીકરું ફોડ્યું છે. ગુજરાતના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, લોકોને આશંકા હતી એટલે ભાજપને આપ્યા મત. 

તું નહીં તો હું અને હું નહીં તો તું : ગુજરાતમાં કોંગ્રેસીઓ રમી રહ્યાં છે પકડદાવ

ભરતસિંહ સોલંકીએ EVMને લઈને શું કહ્યું હતું?
થોડા સમય પહેલા કોંગ્રેસની કારમી હાર બાદ ભરતસિંહ સોલંકીએ ઝી ચોવિસ કલાક સાથે વાતચીત કરી હતી. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે પ્રકારનો માહોલ હતો એમાં કોંગ્રેસ જીતતું દેખાતું હતું. ભાજપમાં નિરસતા જોવા મળતા અમે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. પરંતુ ચમત્કારિક રીતે અલગ પરિણામો આવ્યા. પરિણામોના વિશ્લેષણ કર્યા બાદ હારનું ખરું કારણ સામે આવી શકે છે. 

લોકસભામાં કોંગ્રેસ આ 56 બેઠકોને ટાર્ગેટ કરશે, ગુજરાતમાં ભૂંડી હારને પગલે દિલ્હી...

તેમણે ઉમેર્યું હતું કે, વિદેશોમાં પણ ઇવીએમ પર શંકા-કુશંકા થઈ રહી છે. પરંતુ તેમ છતાં ગુજરાતના પરિણામોને અમે સ્વીકારી રહ્યા છીએ. બહુમત લોકો કહી રહ્યા છે કે તેમને કોંગ્રેસને મત આપ્યા છે. હું કોંગ્રેસના સૈનિક છું અને આગળ પણ સૈનિક તરીકે કામ કરતો રહીશ. ઉલ્લેખનીય છે કે, એક તરફ ગુજરાતમાં ભાજપે સૌથી વધુ સીટ મેળવીને જીત મેળવી છે તો બીજી તરફ કોંગ્રેસે રેકોર્ડ ઓછી સીટ મેળવી છે. 

1.40 કરોડ ગુજરાતીઓને સૌથી મોટો ઝટકો, વીજદરમાં કરાયો ધરખમ વધારો

મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ સંગઠનમાં ફેરફાર થશે. જેની શરૂઆત પ્રદેશ પ્રમુખથી થશે. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ હાઇકમાન્ડ એક્શનમાં આવ્યું છે અને એક સપ્તાહની અંદર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બદલાશે. અમિત ચાવડાની નેતા વિપક્ષ તરીકે નિમણુંક બાદ અધ્યક્ષ બદલવાનું નક્કી છે. અર્જુન મોઢવાડીયા અથવા ડો.જીતુ પટેલ નવા અધ્યક્ષ બની શકે છે. ગમે તે ઘડીએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બદલાઈ શકે છે.

ગુજરાતના આ વિસ્તાર સહિત શહેરમાં કાશ્મીર જેવી સ્થિતિ! છેલ્લા 15 વર્ષથી અમલમાં છે...'

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડા અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર 2022માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ બ્રેક સીટ મળી હતી. ભાજપે 156 સીટો પર ભગવો લહેરાવીને ઈતિહાસ રચ્યો હતો, જ્યારે કોંગ્રેસને અત્યાર સુધીની સૌથી ઓછી માત્ર 17 બેઠકો મળી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ 5 સીટ અને અન્યને 4 બેઠક મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More