Home> Gujarat
Advertisement
Prev
Next

'રામનું માન ન જાળવ્યું એટલે BJP નેતાઓના જીભે સરસ્વતી ઉંધા બેઠા છે અને રોજ બફાટ કરે છે'

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પણ સભા ગજવી હતી. ભાજપ સરકાર પર વિવિધ મુદ્દાઓને લઈ આકરા પ્રહારો કર્યા હતાં. બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસની જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

'રામનું માન ન જાળવ્યું એટલે BJP નેતાઓના જીભે સરસ્વતી ઉંધા બેઠા છે અને રોજ બફાટ કરે છે'

સંદીપ વસાવા/માંડવી: લોકસભાની ચૂંટણીની લઈ નેતાઓ સભા ગજવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પણ સભા ગજવી હતી. ભાજપ સરકાર પર વિવિધ મુદ્દાઓને લઈ આકરા પ્રહારો કર્યા હતાં. બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસની જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વાજપેયીના વખાણ; ગુજરાતમાં પ્રિયંકા ગાંધીએ 'મોદીને અંકલ' કહી જાણો શું ફેંક્યા પડકારો?

લોકસભાની ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતની સુરત લોકસભા સીટ બિન હરીફ થતા હવે કુલ 25 બેઠકો પર આગામી 7 તારીખના રોજ મતદાન થનાર છે. ત્યારે ચૂંટણીને લઈને રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા સતત હરીફોને ઘેરાવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે અને મતદારો વચ્ચે જઈ મોટા મોટા વાયદાઓ કરી રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે.

કોંગ્રેસ નેતાની રાજકીય 'સળી'; વાસણભાઈ આહીરની અવગણના ભાજપને ભારે પડશે! 

સાત દિવસમાં બીજી વાર કોંગ્રસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સુરત જિલ્લાના પ્રવાસે આવ્યા હતા અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપને સત્તા મળી એટલે અહંકાર આવ્યો છે, જનતા જનાર્દનને ખિસ્સામાં સમજીને ચાલી છે, અહંકાર સોનાની નગરી વાળાનો નથી ટક્યો તો ભાજપનો પણ નહીં ટકે, ભાજપ ભાન ભૂલી ગયા છે જેનું ભાન જનતા કરાવશે. ભાજપની પૈસાની તાકાતની સામે જનતાનો પ્રેમ કોંગ્રેસના કાર્યકર્તાની જીત થશે. 

મોઢવાડિયાની જીભ લપસી -'ED, CBI, IT ટાર્ગેટ કરે એટલે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે'

તેમણે ઉમેર્યું હતું કે, સોનાની નગરી વાળા સામે જ્યારે રામ લડવા ગયા હતા ત્યારે કાંઈ ન હતું પણ અહંકાર સાથે શ્રી રામ જીત્યા હતા. પાટીદારી આંદોલનમાં 14 દીકરા શહિદ થયા હતા. તેમજ વધુમાં પરષોત્તમ રૂપાલાનું નામ લીધા વગર પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે કોઈ રાજા મહારાજા રોટી બેટીનો વ્યવહાર ન કર્યો હતો, પરંતુ વારંવાર અપમાન કરવામાં આવ્યું છે. દેશની બહેન દીકરીનું અપમાન કરવામાં આવ્યું સંવાદ ન કર્યો પણ સંઘર્ષ કર્યો, રામ નામે રોટલો શેકવા નીકળ્યા છે, રામ ભગવાન નું માન ન જાળવ્યું એટલે ભાજપના નેતાઓના જીભે સરસ્વતી ઉંધા બેઠા છે, રોજ બરોજ બફાટ કરે છે. 

કિર્તી પટેલના વાયરલ વીડિયો અંગે પદ્મિનીબાએ કહ્યું- અમુક તત્વો મને બદનામ કરવા માગે છે

આયોજિત કોંગ્રેસની સભામાં ગુજરાતના પ્રભારી અને સાંસદ મુકુલ વાસનીક,બારડોલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહર પટેલ,માંડવી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય આનદ ચૌધરી સહિતના નેતાઓ,કાર્યકરો અને લોકો હાજર રહ્યા હતા.

મીઠી કેરીનો રસ બન્યો કડવો! શું આ વર્ષે કેરી ખાવા મળશે કે નહીં? જાણો કારણ

ઉલ્લેખનિય છે છેકે સાત દિવસ અગાઉ કામરેજ તાલુકામાં શક્તિ સિંહ ગોહિલે સભા યોજ્યા બાદ સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાનીનું ફોર્મ રદ થયું હોવાનો ધડાકો થયો હતો અને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. કોંગ્રેસના નેતાઓ દોડતા થઈ ગયા હતા. જોકે લાખો પ્રયાસો છતાં કોંગ્રેસને નિરાશા મળી હતી અને નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More