Home> Gujarat
Advertisement
Prev
Next

ભરૂચમાં ગઠબંધનને લઈને કોંગ્રેસે કહી આ વાત, ‘ગઠબંધનમાં કેટલુંક આપવું અને કેટલુંક લેવું પડે છે’

Rahul Gandhi In Gujarat : ગુજરાતમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પૂર્ણ થઈ... 4 દિવસમાં 400 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો.... મંગળવારે મહારાષ્ટ્રના નંદુરબારથી શરૂ થશે ન્યાય યાત્રા

ભરૂચમાં ગઠબંધનને લઈને કોંગ્રેસે કહી આ વાત, ‘ગઠબંધનમાં કેટલુંક આપવું અને કેટલુંક લેવું પડે છે’

Bharuch Seat : રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે ગુજરાતમાં પૂર્ણ થઈ છે. આજે ભારત જોડો ન્યાય યાત્રાના 57માં દિવસે રાહુલ ગાંધીએ સુરત જિલ્લાના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિનિધી મંડળ સાથે મુલાકાત કરી. 40 MSME વેપારીઓ અને CA ના  પ્રતિનિધિમંડળે પોતાના મુદ્દા રાહુલ ગાંધી સમક્ષ રાખ્યા હતા. તો જીએસટી અને નોટબંધીથી વેપાર ઉદ્યોગ પર થયેલ અસરની ચર્ચા કરી હતી. ત્યારે રાહુલ ગાંધીની અંતિમ મુલાકાતમાં ભરૂચ બેઠક ફરી ચર્ચામા આવી હતી. ભરૂચ લોકસભા બેઠકને લઈ કોગ્રેસના નેતા જયરામ રમેશનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. 

જયરામ રમેશે જણાવ્યું કે, ગઠબંધનમાં કેટલીક નારાજગી રહેતી હોય છે. 40 વર્ષથી ભરૂચ બેઠક જીત્યાં ના હોવા છતાં એ બેઠક અહેમદ પટેલ સાથે સંકળાયેલા છે. ફૈઝલ અને મુમતાઝ બંનેએ નારાજગી દર્શાવી છે, પરંતુ ઉલટું કંઈ બોલ્યા નથી. તેઓ કોંગ્રસમાં જ છે અને કૉંગ્રેસમાં જ રહેશે. રાહુલ ગાંધી પોતે ઈચ્છતા હતા કે ભરૂચ બેઠક કોંગ્રેસને મળે. પરંતું ગઠબંધનમાં કેટલુંક આપવું અને કેટલુંક લેવું પડે છે. હું પોતે ભરૂચ બેઠક કોંગ્રેસ ના લડતી હોવાથી દુખી છું. 

કડવા પાટીદાર સમાજ હવે ક્રાંતિના માર્ગે, કુરિવાજો દૂર કરવા હવે મહિલાઓ આવી મેદાનમાં

ઉલ્લ્ખેયની છે કે, નેત્રંગમાં રાહુલ ગાંધીની યાત્રામાં સ્વ અહેમદ પટેલ પરિવાર ગેરહાજર રહ્યો હતો. દીકરી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલ પણ રાહુલ ગાંધીને મળ્યા ન હતા. ભરૂચ લોકસભા બેઠક પરથી મુમતાઝ પટેલે ટિકિટની માંગ કરી હતી. પરંતું ગઠબંધનમાં ટિકિટ AAP ને મળતા નારાજગી પણ વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીની યાત્રા ભરૂચ લોકસભા વિસ્તારમાંથી પસાર થઈ હોવા છતાં પટેલ પરિવાર ગેરહાજર જોવા મળ્યો હતો. જેથી અનેક વાતો વહેતી થઈ હતી. અગાઉ કોંગ્રસ નેતાઓએ ફૈઝલ-મુમતાઝ પટેલને મનાવી લેવાયા હોવાનો દાવો કર્યો હતો. 

મોબાઈલનું વળગણ હોય તો ચેતી જજો, મોબાઈલની લતે લીધો સુરતની યુવતીનો જીવ

આજે બપોરે નંદુરબારથી રાહુલ ગાંધીની યાત્રાનો આગળનો પડાવ શરૂ થશે. નંદુરબાર ખાતે આદિવાસી સંમેલન મળશે. આદિવાસી સંમેલનના બીજા દિવસે મહિલા સંમેલન મળશે. મહિલા સંમેલનમાં એઆઇસીસીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાજર રહેશે. કોંગ્રેસની મહિલાઓ માટેની ગેરંટીની મહિલા સંમેલનમાં  જાહેરાત કરશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More