Home> Gujarat
Advertisement
Prev
Next

નારાજગીના દોર વચ્ચે હાર્દિકે કરી ટ્વીટ, ‘લોકોએ પૂછી-પૂછીને મને બીમાર કરી દીધો’

હાર્દિક પટેલ અને કોંગ્રેસ હાલ એક નદીના બે કિનારાની જેમ સામસામે આવી ગયા છે. હાર્દિક પટેલની હાઈકમાન્ડ પ્રત્યેની નારાજગી અને હાઈકમાન્ડની હાર્દિક પ્રત્યેની નારાજગી હવે સામે આવી ગઈ છે. આ વચ્ચે હાર્દિક પટેલે નરેશ પટેલને લઈને કરેલી એક નિવેદનથી તેની પક્ષ પ્રત્યેની નારાજગી સામે આવી છે. આવામાં આમ આદમી પાર્ટીએ હાર્દિકને પોતાના પક્ષમાં જોડાવા આમંત્રણ આપ્યુ છે. ત્યારે નારાજગીના વિવાદ વચ્ચે હાર્દિકે કટાક્ષ કર્યો છે. હાર્દિક પટેલે નારાજગી વચ્ચે ટ્વીટ કરીને કહ્યુ કે, મારી તબિયત ખરાબ થઈ તેવી અફવા હતી. લોકોએ પૂછી-પૂછીને મને બીમાર કરી દીધો. 

નારાજગીના દોર વચ્ચે હાર્દિકે કરી ટ્વીટ, ‘લોકોએ પૂછી-પૂછીને મને બીમાર કરી દીધો’

ઝી મીડિયા/બ્યૂરો :હાર્દિક પટેલ અને કોંગ્રેસ હાલ એક નદીના બે કિનારાની જેમ સામસામે આવી ગયા છે. હાર્દિક પટેલની હાઈકમાન્ડ પ્રત્યેની નારાજગી અને હાઈકમાન્ડની હાર્દિક પ્રત્યેની નારાજગી હવે સામે આવી ગઈ છે. આ વચ્ચે હાર્દિક પટેલે નરેશ પટેલને લઈને કરેલી એક નિવેદનથી તેની પક્ષ પ્રત્યેની નારાજગી સામે આવી છે. આવામાં આમ આદમી પાર્ટીએ હાર્દિકને પોતાના પક્ષમાં જોડાવા આમંત્રણ આપ્યુ છે. ત્યારે નારાજગીના વિવાદ વચ્ચે હાર્દિકે કટાક્ષ કર્યો છે. હાર્દિક પટેલે નારાજગી વચ્ચે ટ્વીટ કરીને કહ્યુ કે, મારી તબિયત ખરાબ થઈ તેવી અફવા હતી. લોકોએ પૂછી-પૂછીને મને બીમાર કરી દીધો. 

શું કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ હવે હાથનો સાથ છોડશે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે, કારણ કે હાર્દિક પટેલ પોતાની જ નેતાગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. હાર્દિકે કહ્યું છે કે, કોંગ્રેસના જ કેટલાક નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં. પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસથી દુ:ખી થઈને કહ્યું છે કે, મને એટલો હેરાન કરવામાં આવે છે જેથી મને ખરાબ લાગે છે અને રાહુલ ગાંધીને ઘણી વખત પરિસ્થિતિ જણાવી છે, તેવું પણ હાર્દિક પટેલે કહ્યું છે. 

તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ હાર્દિકને આપમાં જોડાવા આમંત્રણ આપી દીધું છે. આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટી સંઘર્ષની પાર્ટી છે, અમે લોકો માટે લડીએ અને આવાજ ઉઠાવીએ છીએ. હાર્દિક પણ લોકો માટે અવાજ ઉઠાવે છે, હાર્દિક જેવા લડવૈયાએ આમ આદમી પાર્ટી સાથે જોડાવવું જોઈએ. હાર્દિક સાથે સામાજિક રીતે જોડાયેલા છીએ, હાર્દિક મારો મિત્ર છે એટલે સમયાંતરે સંપર્કમાં રહેતા હોઈએ છીએ. અનેક પ્રકારની વાતચીત મારી અને હાર્દિક વચ્ચે થતી રહેતી હોય છે. 

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની પક્ષ સામે નારાજગી બાદ કોંગ્રેસના જ દિગ્ગજ નેતાઓએ હાર્દિક સામે કટાક્ષ કર્યાં છે. જગદીશ ઠાકોરે કહ્યું કે, ચર્ચાનો કોઈ મતલબ નથી. તો હાર્દિકના નરેશ પટેલના નિવેદન પર રઘુ શર્માએ પ્રતિક્રીયા આપતા કહ્યુ કે, જો તમને ફરિયાદ હોય તો અમને જાણ કરો. જાહેરમાં નિવેદનો કરવાથી ક્યારેય સમસ્યાનું સમાધાન ન થાય. કોંગ્રેસ પાર્ટીમાં શિસ્ત ખૂબ જરૂરી છે. જો શિસ્ત ન હોય તો પાર્ટી ન ચાલી શકે. અનુસાસનમાં તમામ લોકોએ રહેવું ખૂબ જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More