Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેમને હાલ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રવિ અગ્રવાલ, વડોદરા: કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેમને હાલ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાજ્યસભા ચૂંટણી બાદ ગઇ કાલે તેમની તબિયત નાદુરસ્ત હોવાથી તેમણે રિપોર્ટ કઢાવ્યો હતો. જો કે, આજે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ પણ વાંચો:- વડોદરામાં દારૂની મહેફિલ માણતા 5 યુવતીઓ સાથે 7 યુવકોની ધરપકડ

રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોંગ્રેસ બેડામાં ખડભડાટ મચી જવા પામ્યો છે. મહત્વની વાત છે કે, ગઇ કાલે તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જ્યારે આજે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ભરતસિંહ સોલંકીમાં કોરોના લક્ષણો જોવા મળતા તેઓ વડોદરાની હોસ્પિટલમાં આવ્યા હતા.

આ પણ વાંચો:- coronaupdates : ભાવનગરમાં નવા 6 કેસનો ઉમેરો, ભરૂચમાં પતિ બાદ પત્ની અને બે બાળકોને પણ કોરોના

પ્રાપ્ત મહિતા અનુસાર રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તેમને કોરોનાના લક્ષણો હતો. તેવામાં તેઓએ હાજરી આપી હતી. જો કે, તે દરમિયાન જેટલા પણ તેમના કોન્ટેક્ટમાં આવ્યા છે. તે તેમામ લોકોને આઇસોલેશન કરવામાં આવશે અથવા તો આ તમામ લોકોના કોરોના રિપોર્ટ ચેક કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More