Home> Gujarat
Advertisement
Prev
Next

મોદીવેવમાં ધોવાઈ ગયા કોંગ્રસના 26 ઉમેદવારો, 8 MLAએ પણ કોંગ્રેસની આશા પર પાણી ફેરવ્યું

કોંગ્રેસે વર્તમાન 8 ધારાસભ્યોને લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. ગુજરાત વિધાનસભાના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી અમરેલીથી, ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને પોરબંદરથી, ટંકારાના ધારસાભ્ય લલિત કગથરાને રાજકોટથી તથા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે. ચાવડાને ગાંધીનગરથી કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા હતા

મોદીવેવમાં ધોવાઈ ગયા કોંગ્રસના 26 ઉમેદવારો, 8 MLAએ પણ કોંગ્રેસની આશા પર પાણી ફેરવ્યું

અમદાવાદ :લોકસભાની ચૂંટણીના પરિણામ કોંગ્રેસ માટે નિરાશાજનક સમાચાર લઈને આવ્યાં છે. 2014ની માફક 2019માં પણ ભાજપે તમામ 26 બેઠક જીતી લીધી. તો કોંગ્રેસના ખાતામાં એકપણ બેઠક ન આવી. કોંગ્રેસે ચૂંટણીમાં સારા પ્રદર્શનમાં 8 ધારાસભ્યને પણ બેઠક આપી, પરંતુ એકપણ ધારાસભ્ય 1 બેઠક જીતાડી શક્યા ન હતા. આ કયા 8 ઉમેદવારોને કોંગ્રેસે આપી હતી ટિકિટ જુઓ આ ખાસ અહેવાલ.

આ મહિલા ઉમેદવારે લીડ મેળવવામાં પીએમ મોદીનો પણ રેકોર્ડ તોડ્યો

આ 8 ધારાસભ્યો પર કોંગ્રેસને હતી આશા
કોંગ્રેસે વર્તમાન 8 ધારાસભ્યોને લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. ગુજરાત વિધાનસભાના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી અમરેલીથી, ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને પોરબંદરથી, ટંકારાના ધારસાભ્ય લલિત કગથરાને રાજકોટથી તથા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે. ચાવડાને ગાંધીનગરથી કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા હતા. આ ઉપરાંત લીંબડીના ધારાસભ્ય સોમાભાઇ પટેલને કોંગ્રેસે સુરેન્દ્રનગર અને ઊનાના ધારાસભ્ય પૂંજાભાઇ વંશને જૂનાગઢથી, મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્ર ઠાકોરને સાબરકાંઠાથી તેમજ કપરાડાના ધારસાભ્ય જિતુ ચૌધરીને કોંગ્રેસે વલસાડ બેઠક પરથી ઉતાર્યા હતા. ત્યારે આ તમામ કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આ તમામ ધારાસભ્યો મોદીવેવમાં ધોવાઈ ગયા હતા. 

શાંતિથી ન બેસો, 6 મહિનામાં ફરીથી ગુજરાતના આંગણે ચૂંટણી આવીને ઉભી જ રહેશે

અમરેલી બેઠક જીતવાની કોંગ્રેસની આશા પર પાણી ફર્યું
એવી કેટલીક બેઠકો હતી જેના વિશે કહેવાતું હતું કે ત્યાં કોંગ્રેસ જીત મેળવી જશે. જેમાંની એક બેઠક અમરેલી હતી. આ બેઠક પરથી ભાજપના સીટીંગ એમએલએ સામે કોંગ્રેસે ધૂરંધર નેતા પરેશ ધાનાણીને ઊભા રાખ્યા હતાં. પરંતુ આમ છતાં તેઓ ભાજપના નારણભાઈ કાછડિયા સામે ધાનાણી હારી ગયા.

ગાંધીનગર લોકસભા પરિણામ : લીડમાં તો અમિત શાહે અડવાણીનો પણ રેકોર્ડ તોડ્યો 

2017ના વિધાનસભા ઈલેક્શનના પરિણામ પર એક નજર કરીએ તો, કેટલીક સીટ એવી હતી, જ્યાં કોંગ્રેસની જીત થઈ છે, અને આ સીટો પર કોંગ્રેસ 14 હજારથી લઈને 1.68 લાખના માર્જિનથી જીત્યું હતું. આ સીટમાં હતી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાંબરકાંઠા, સુરેન્દ્રનગર, જુનાગઢ અને અમરેલી. તેથી જ કોંગ્રેસે ગણતરીપૂર્વક જેટલી કેટલીક સીટો પર પોતાના ધારાસભ્યોને સીટ આપી હતી, જેથી વિધાનસભાની જેમ લોકસભામાં પણ જીત મેળવી શકાય. પરંતુ કોંગ્રેસનું ગણિત ઊધું પડ્યું હતું. 

ગુજરાત લોકસભાની ચૂંટણીના લેટેસ્ટ અપડેટ્સ માટે જુઓ LIVE TV
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More