Home> Gujarat
Advertisement
Prev
Next

'લાલુ પટેલ દારૂ વેંચીને 100 કરોડ કમાય છે', કેતન પટેલના આક્ષેપથી દમણ-દીવમાં ખળભળાટ

Loksabha Election 2024: દમણ દીવ અને દાદરા નગર હવેલી બેઠકના ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદીએ કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે લાલુભાઇ પર કરેલા આક્ષેપો મામલે પલટવાર કર્યો છે અને ચૂંટણી સમયે કોંગ્રેસ હાર જોઈ ગઈ હોવાથી કોંગ્રેસ દ્વારા આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

'લાલુ પટેલ દારૂ વેંચીને 100 કરોડ કમાય છે', કેતન પટેલના આક્ષેપથી દમણ-દીવમાં ખળભળાટ

Loksabha Election 2024: સંઘપ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ પર બુટલેગર હોવાના કરેલા આક્ષેપને મામલે પ્રદેશનું રાજકારણ કરમાયું છે. આ મામલે હવે ભાજપ એ લાલુ પટેલનો બચાવ કર્યો છે . 

પાટીદાર નેતા નરેશ પટેલ મામલે મોટો ખુલાસો: જાણો કોનુ કર્યું સમર્થન, ખોડલધામ થઈ એક્ટિવ

દમણ દીવ અને દાદરા નગર હવેલી બેઠકના ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદીએ કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે લાલુભાઇ પર કરેલા આક્ષેપો મામલે પલટવાર કર્યો છે અને ચૂંટણી સમયે કોંગ્રેસ હાર જોઈ ગઈ હોવાથી કોંગ્રેસ દ્વારા આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સાથે જ લાલુભાઈ પટેલ દારૂનો વ્યવસાય સાથે સંકળાયેલા હોવાના મામલે પૂર્ણેશ મોદીએ તેમનો લૂલો બચાવ કર્યો હતો અને વેપાર મામલે કરેલા આક્ષેપોને ફગાવ્યા હતા.

'ગલબાકાકાના પરિવારને ન્યાય આપવો હોય તો બહેનને બનાસડેરીના ચેરમેન બનાવી દો, અમારો ટેકો

દમણ-દીવ કોંગ્રેસના ઉમેદવારના સનસનીખેજ આક્ષેપથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. કેતન પટેલનો ભાજપના લાલુ પટેલ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે લાલુ પટેલ દારૂનો ધંધો કરે છે અને લાલુ પટેલ દારૂ વેંચીને 100 કરોડ કમાય છે. એટલું જ નહીં, લાલુ પટેલ અને તેમનો પરિવાર પણ દારૂનો ધંધો કરે છે. કેતન પટેલના આક્ષેપથી દમણ-દીવમાં ખળભળાટ મચી ગયો છે.

સુરતમાં મોદી ચાહકનો અનોખો પ્રચાર, કરોડો રૂપિયાની કાર પર ભાજપના સ્લોગન કર્યા ડિઝાઈન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More