Home> Gujarat
Advertisement
Prev
Next

દાદરાનગર હવેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર, જાણો પાર્ટીએ કોના પર ઢોળ્યો કળશ?

Loksabha Election 2024: સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થયું છે. કોંગ્રેસે ઉમેદવાર તરીકે અજીતભાઈ રામજીભાઈ માહલાના નામની જાહેરાત કરી છે. મહત્વપૂર્ણ છે કે અજીત મહાલાની કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેરાત થતા તેમના સમર્થકો અને પરિવારજનોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. 

દાદરાનગર હવેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર, જાણો પાર્ટીએ કોના પર ઢોળ્યો કળશ?

નિલેશ જોશી/ સેલવાસ: રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થયું છે. કોંગ્રેસે ઉમેદવાર તરીકે અજીતભાઈ રામજીભાઈ માહલાના નામની જાહેરાત કરી છે. મહત્વપૂર્ણ છે કે અજીત મહાલાની કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેરાત થતા તેમના સમર્થકો અને પરિવારજનોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. 

'રાજા મહારાજાઓ માત્ર ક્ષત્રિયો જ નહોતા અનેક સમાજે રાજ સત્તા ભોગવી, પાટીદારો સાથે...'

મહત્વપૂર્ણ છે કે અજીત માહલા વ્યવસાયે શિક્ષક હતા. જેવો થોડા સમય પહેલા જ નોકરી છોડી અને કોંગ્રેસમાં જોડાયા હતા. અત્યાર સુધી તેઓએ પાર્ટી માટે કામ કર્યું હતું. અજીત માહલાના પિતા રામજી માહલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ પણ રહી ચૂક્યા છે અને દાદરા નગર હવેલી પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આમ રાજકીય અજિત માહલાનો પરિવાર અગાઉથી જ પ્રદેશના રાજકારણ થી પરિચિત હતું.

શું ખરેખર ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે? ભાજપ નેતાનું જબરદસ્ત મોટું નિવેદન

મહત્વપૂર્ણ છે કે ભાજપે આ બેઠક પર ઉમેદવાર તરીકે દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકલના પત્ની અને શિવસેના ઉદ્ધવ ઠાકરે ગ્રુપના સાંસદ એવા કલાબેન મોહન ભાઈ ડેલકર ના નામની જાહેરાત કરી દીધી હતી. આથી હવે ભાજપના કલાબેન ડેલકર અને કોંગ્રેસના અજીતભાઈ રામજીભાઈ માહલા વચ્ચે આ વખતે ટક્કર જામશે. 

રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોની મહારેલી, ગુજરાત બહાર વકરશે આંદોલન, ક્ષત્રિયોનું ટ્રેલર

ઉમેદવાર તરીકે પોતાની પસંદગી થયા બાદ અજીત માહલા એ જણાવ્યું કે પાર્ટી એ તેમના પર મુકેલા વિશ્વાસ પર ખરો ઉતારવા માટે તેઓ પ્રયાસ કરશે.આ વખતે કોંગ્રેસ આ બેઠક પર સ્થાનિક મુદ્દાઓ ને લઇ ચૂંટણી જંગ માં ઉતરશે અને ભાજપ ને હરાવી અને આ વખતે દાદરા નગર હવેલી બેઠક પર કોંગ્રેસ જીતશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More