Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના આ વિસ્તાર સહિત શહેરમાં કાશ્મીર જેવી સ્થિતિ! છેલ્લા 15 વર્ષથી અમલમાં છે અશાંતધારો!

હવે છેલ્લા ત્રણ વર્ષમાં બહુમતી વિસ્તારમાંથી પલાયન થવાને લઈને વિસ્તાર લઘુમતીમાં જઈ રહ્યો છે. જેને લઈને વિસ્તાર સહીત શહેરમાં અલગ અલગ જગ્યાએ કાશ્મીર જેવી પરિસ્થિતિના હેડીંગ સાથેના પોસ્ટરો લાગ્યા છે.

ગુજરાતના આ વિસ્તાર સહિત શહેરમાં કાશ્મીર જેવી સ્થિતિ! છેલ્લા 15 વર્ષથી અમલમાં છે અશાંતધારો!

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી કરતા વધુ સમયથી અશાંતધારો અમલમાં છે. ત્યારે હવે છેલ્લા ત્રણ વર્ષમાં બહુમતી વિસ્તારમાંથી પલાયન થવાને લઈને વિસ્તાર લઘુમતીમાં જઈ રહ્યો છે. જેને લઈને વિસ્તાર સહીત શહેરમાં અલગ અલગ જગ્યાએ કાશ્મીર જેવી પરિસ્થિતિના હેડીંગ સાથેના પોસ્ટરો લાગ્યા છે.

હિમતનગરનો પોલોગ્રાઉન્ડ એ બહુમતી વાળો વિસ્તાર હતો જયારે નજીકમાં લાઘુમતી વિસ્તાર હોવાને લઈને શુખ,શાંતિ અને સલામતીને લઈને અશાંતધારો લગાવવામાં આવ્યો હતો.જેથી એક વિસ્તારમાં બીજા વિસ્તારના મિલકત ખરીદી ના શકે કે વેચાણ ના કરી શકે જેને લઈને વિસ્તાર યથવાત રહે અને ભાઈચારો જળવાય તેને લઈને અશાંતધારો લગાવ્યો હતો આજે ૧૫ વર્ષ થી વધુનો નો સમય થયો અશાંતધારો રીન્યુ થતો રહ્યો પણ પરંતુ વિસ્તારમાં હેતુ ફેર થઇ ગયો એટલે કે છેલ્લા ત્રણ વર્ષ માં મિલકતોનું વેચાણ પણ વધી ગયું છે.બહુમતી વાળો વિસ્તાર હવે લઘુમતી તરફ જઈ રહ્યો છે.જેને લઈને હવે ચિંતા વધી ગઈ છે.તો અશાંતધારો એ માત્ર નામનો હોય તેવું લાગી રહ્યું છે.

અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, આ તારીખથી ગુજરાતના અનેક વિસ્તારોમાં પડશે વરસાદ

અશાંતધારોમાં કાયદાનું ઉલ્લઘન કરીને તંત્રના વિવિધ વિભાગો મિલીભગતથી મિલકતો વેચાઈ રહી હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.તો છેલ્લા ત્રણ વર્ષમાં ૨૨૫ થી વધુ મિલકતોનું અશાંતધારાના અમલ દરમિયાન વેચાણ થયું છે.જેને લઈને સ્થાનિકોએ પણ હવે જંગ છેડીને કલેકટરથી માંડીને સીબીઆઈ સુધી લેખિત રજૂઆત બહુમતી હસ્તાક્ષરો સાથે કરી છે.અને હવે સ્થાનિકો કહી રહ્યા છે કે એવું તે શું થયું કે અશાંતધારાનો અમલ હોવા છતાં કાયદાનું ઉલ્લઘન થયું જેની તપાસની માંગ કરી છે જેથી પરિસ્થિતિમાં સુધારો થાય અને સાચા અર્થમાં અશાંતધારો અમલમાં રહેવો જોઈએ.

ફોન પર કપડાં ઉતાર્યાને છોકરી 2.69 કરોડ ખંખેરી ગઈ, અમદાવાદના બિઝનેસમેનને ભારે પડ્યો..

હિમતનગરના પોલોગ્રાઉન્ડમાં ૧૪ થી વધુ મંદિરો આવેલા છે ત્યારે આ બહુમતી વિસ્તારમાં અશાંતધારા વાચ્ચે મિલકતોનું વેચાણ વધતા બહુમતી વિસ્તાર લઘુમતીમાં જઈ રહ્યો છે જેને લઈને હવે સ્થાનિકો પણ કહી રહ્યા છે કે કાશ્મીર જેવી પરિસ્થિતિ થઇ રહી છે જેને લઈને હવે તંત્ર એ જાગવું જોઈએ અને અશાંતધારાનો અમલ કડક કરવો જોઈએ તો બહુમતી વિસ્તારમાંથી હિંદુઓ પલાયન થઇ રહ્યા છે તો લઘુમતી વિસ્તારના લોકો બહુમતીમાં મિલકત ખરીદી કરે છે તેના પાડોશીને પણ ખબર નહોતી હોતી પહેલા ભાડુઆત રહે છે. ત્યારબાદ મિલકત ખરીદી કરનાર રહેવા આવે છે. જેને લઈને અશાંતધારાના અમલમાં મિલકત વેચનારની આજુબાજુના જવાબો પણ લેવાના હોય છે ત્યારે પાડોશીઓને ખબર પણ નથી પડતી મિલકત વેચાણ અંગે જેને લઈને સ્થાનિકોએ હવે રજુઆતોનો દોર શરુ કરી દીધો છે.જેને લઈને હવે આ વિસ્તારમાં મંદિરો પર ઠેર ઠેર કાશ્મીર જેવી પરિસ્થિતિ હોવા અંગેના હેદીગ સાથેના પોસ્ટરો લાગ્યા છે.

સાણંદમાં ફોર્ડનો પ્લાન્ટ ખરીદ્યા બાદ TATAની હવે આઇફોન પ્લાન્ટ પર નજર, ગુજરાતમાં...'

અશાંતધારો બહુમતી વિસ્તારને સુરક્ષિત અને સલામતી ના ભરખે તેને લઈને લગાવવામાં આવ્યો હતો પરંતુ અહિયાં તો કઈક અલગ જ થયું છે અશાંતધારા વચ્ચે જ મિલકતોનું વેચાણ થઇ ગયું છે જેને લઈને હવે સ્થાનિકો ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરી વેચાણ થયેલ મિલકતોના માં તપાસ સાથે વેચાણ થયેલ મિલકતો સરકાર હસ્તક કરી લેવા માંગ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More