Home> Gujarat
Advertisement
Prev
Next

અબડાસા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ

અબડાસાના કોંગી ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ રાજીનામું આપ્યા બાદ અબડાસાની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવાની છે. જેને લઈને ચૂંટણીલક્ષી કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે

અબડાસા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ

રાજેન્દ્ર ઠક્કર, ભુજ: અબડાસાના કોંગી ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ રાજીનામું આપ્યા બાદ અબડાસાની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવાની છે. જેને લઈને ચૂંટણીલક્ષી કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભુજમાં આવેલા ઇવીએમ વેરહાઉસમાં વોટીંગ મશીનની, બુથ મથકો સહિતની તૈયારી થઈ ચૂકી છે.

આ પણ વાંચો:- રેમડેસીવીર ઈન્જેક્શનની કાળા બજારી મુદ્દે સરકારે કોર્ટમાં રજૂ કર્યો જવાબ, જાણો શું કહ્યું...

ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાં નંબર વન ગણાતી અબડાસા વિધાનસભાની ફરી એક વખત પેટાચૂંટણીની ચોપાટ શરૂ થવાની છે. ભુજમાં જિલ્લા ચૂંટણી તંત્રના મુંદરા રોડ ઉપર બનેલા વિશાળ સ્ટ્રોંગ રૂમમાં સાચવવામાં આવેલા ઇલેકટ્રોનિક વોટિંગ મશીન, ઇવીએમ, વીવિપેટ સહિતના મશીનો તપાસની ની કામગીરી ઇજનેરોની ટીમ પુરી કરી લીધી છે. અબડાસા વિધાનસભામાં ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:- ખેડૂતો મુદ્દે કોંગ્રેસ મગરના આંસુ સારે છે, બિલ અંગે કેન્દ્ર-રાજ્ય સરકાર ગેરસમજો દૂર કરે છે: આઈ કે જાડેજા

આ બેઠકમાં 2 લાખ 34 હજાર 512 જેટલા મતદારો છે લોકશાહી પ્રણાલી પ્રમાણે ચૂંટણી હંમેશાં પાંચ વરસે આવે પરંતુ કોઇ ચૂંટાયેલા સભ્ય વચ્ચમાં રાજીનામું આપે તો ચૂંટણીપંચના નિયમો પ્રમાણે છ મહિનામાં ફરી ચૂંટણી કરવી પડે છે. અબડાસાના ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજાએ માર્ચ મહિનામાં લોકડાઉન પૂર્વે રાજીનામું આપ્યું ને પાછળથી અચાનક લોકડાઉન આવી ગયું, તેની વચ્ચે હાલમાં જ રાજ્યસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી છે. 

આ પણ વાંચો:- JEE એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર, ટોપ 15માં અમદાવાદનો હર્ષ શાહ સામેલ

6 મહિના વીતી ગયા, હવે નિયમો પ્રમાણે અબડાસા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે પેટા ચૂંટણી માટે 1100 બેલેટ યુનિટ, 1090 કંટ્રોલ યુનિટ અને 1049 વીવીપેટ મશીનો તૈયાર કરવામાં આવેલ છે ઇજનેરો દ્વારા દરેક મશીનનું પરીક્ષણ કરી તેને તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ કામગીરી સીસીટીવીના કેમેરા સામે કરવામાં આવી હતી. બકોરોના મહામારી સંદર્ભે તકેદારી રાખવાની સૂચના મુજબ 55 હંગામી સહાયક મતદાન મથકો તૈયાર સાથે કુલ 431 બુથ મથકો પર મતદાન થશે.

આ પણ વાંચો:- જામનગરમાં 17 વર્ષની દીકરીને દવા પીવડાવી તેના પર ગેંગરેપ કર્યો: લીલાબેન આંકોલિયા

અબડાસા વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થતાં જ આજથી સમગ્ર કચ્છમાં આદર્શ આચારસંહિતા અમલી થઈ ગઈ છે. તો, એક બેઠકની પેટા ચૂંટણી સુપેરે પાર પાડવા જિલ્લાનું તંત્ર એક્શન મોડ પર આવી ગયું છે. ત્રીજી નવેમ્બરના યોજાનારી ચૂંટણીમાં 1,21, 590 પુરુષ અને 1,12, 922 સ્ત્રી મળી કુલ 2 લાખ 34 હજાર 512 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1320 વિકલાંગ મતદારો છે. 80 વર્ષથી ઉપરના 4724 મતદારો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More