Home> Gujarat
Advertisement
Prev
Next

હે ભગવાન ગુજરાતમાં શું થવા બેઠું છે? સરકારી હોસ્પિટલમાં સફાઈકર્મીઓ પાસે કરાવાય છે પોસ્ટમોર્ટમ!

સ્મીમેર હોસ્પિટલના ડોકટરો એમબીબીએસ ડોકટરો નથી કરતા અને આ તબીબોની જગ્યા પર પોસ્ટમોર્ટમની કામગીરી સફાઇ કામદારો પાસે કરાવતા હોવાની ફરિયાદ પાલિકા કમિશનરને કરવામાં આવી છે.

હે ભગવાન ગુજરાતમાં શું થવા બેઠું છે? સરકારી હોસ્પિટલમાં સફાઈકર્મીઓ પાસે કરાવાય છે પોસ્ટમોર્ટમ!

પ્રશાંત ઢીવરે/સુરત: સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સફાઇ કર્મીઓ જ PM કરતાં હોવાની ફરિયાદ સફાઈ કામદાર યુનિયન દ્વારા કરવામાં આવી છે. આ બાબતે પાલિકા કમિશનરને આવેદનપત્ર અપાયું છે અને કર્મચારીઓ પાસે બળજબરીથી કામ કરાવતા હોવાનો આરોપ લગાવાયો છે. કર્મીઓ દ્વારા પીએમ કરતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે.

કેનેડા જવાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, સરકારે શું કહ્યું તે જાણો

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની કામગીરી સ્મીમેર હોસ્પિટલના ડોકટરો એમબીબીએસ ડોકટરો નથી કરતા અને આ તબીબોની જગ્યા પર પોસ્ટમોર્ટમની કામગીરી સફાઇ કામદારો પાસે કરાવતા હોવાની ફરિયાદ પાલિકા કમિશનરને કરવામાં આવી છે. આ અંગે અખિલ ભારતીય સફાઇ કામદાર સંગઠને પાલિકા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

પાણીદાર ગુજરાત! રાજ્યમાં નહીં રહે પાણીની કમી; આકાશથી વરસેલા અમૃતથી છલકાયા જળાશયો

અખિલ ભારતીય કામદાર સંગઠને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, પોસ્ટમોર્ટમ કરતી વેળાએ વિડીયો શુટીંગ કરવામાં આવે છે. મૃતકના વિશેરા બંધ ડબ્બામાં દવા નાંખી લેબમાં મોકલવાની કામગીરી સીનીયર ડોકટર એમ.ડી. પેથોલોજીસ્ટની દેખરેખ હેઠળ સહાયક ડોકટરો દ્વારા કરવાની હોય છે. પરંતુ સ્મીમેરમાં સિનિયર ડોકટર કે સહાયક ડોકટર આવી કોઇ કામગીરી કરતા નથી અને પોસ્ટમોર્ટમ વિભાગમાં વર્ગ:4ના સફાઇ કામદારો દ્વારા પોસ્ટમોર્ટમની કામગીરી કરાઇ છે. 

શેર બજાર ક્રેશ, સેન્સેક્સ 796 પોઈન્ટ ઘટી બંધ, ઈન્વેસ્ટરોનો 2.3 લાખ કરોડ ડૂબ્યા

સફાઇકામદારોની મૂળ કામગીરી પોસ્ટમોર્ટમ વિભાગમાં થતી ગંદકીની સફાઇ કરવાની હોય છે. પોસ્ટમોર્ટમમાં વપરાતા સર્જીકલ બ્લેડનો ઉપયોગ ખાસ કરીને ડોકટરોએ કરવાનો હોય છે, પરંતુ સફાઇ કામદારો પાસે જબરજસ્તીથી કામગીરી કરાવાય છે. 

વિશ્વની ટોપ 50 હોટેલ્સમાં ભારતમાંથી એક જ હોટેલને મળ્યું સ્થાન, છે બિલકુલ મહેલ જેવી

સફાઈ કર્મચારીઓ દ્વારા પીએમ રૂમની કામગીરી કરતા હોવાનો વિડિયો પણ સામે આવ્યો છે. જ્યારે કામદાર યુનિયન દ્વારા મહાનગરપાલિકાના કમિશનર સહિત લાગતા અધિકારીઓને આ કામગીરી અટકાવવાની સાથે યોગ્ય દિશામાં તપાસ કરવાની માંગ કરાઈ છે. હવે જોવું એ રહેવું કે તંત્ર કસૂરવારો સામે કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરશે.

Canada PR નથી મળી રહ્યાં! તમારી પાસે આ લાયકાત હશે તો સૌથી પહેલો ચાન્સ મળશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More