Home> Gujarat
Advertisement
Prev
Next

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીને ઉંદર કરડ્યાની પરિજનોની ફરિયાદ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી હતી. ગાંધીનગર સિવિલમાં સારવાર લઇ રહેલા એક 28 વર્ષીય દર્દીને ઉંદર દર્દીને કરડયાની ઘટના આવી સામે આવતા ચકચાર મચી હતી. 82 વર્ષીય જયંતભાઈ ભટ્ટ હૃદય રોગની કેટલાક સમયથી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા તે દરમિયાન તેમને આંખની નીચેના ભાગમાં ઉંદર કરડવાની ઘટના બની હતી. 

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીને ઉંદર કરડ્યાની પરિજનોની ફરિયાદ

હિતલ પારેખ/ગાંધીનગર: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી હતી. ગાંધીનગર સિવિલમાં સારવાર લઇ રહેલા એક 28 વર્ષીય દર્દીને ઉંદર દર્દીને કરડયાની ઘટના આવી સામે આવતા ચકચાર મચી હતી. 82 વર્ષીય જયંતભાઈ ભટ્ટ હૃદય રોગની કેટલાક સમયથી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા તે દરમિયાન તેમને આંખની નીચેના ભાગમાં ઉંદર કરડવાની ઘટના બની હતી. 
 
આજે સવારે તેમના આંખની નીચેના ભાગે દર્દીને લોહી નીકળતું હોવાનું જણાતા હાજર સ્નેહીજનની નજરે ઉંદર દેખાયો હતો.ઘટના અંગે દર્દીના સ્નેહીજનો દ્વારા સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા અરજી પણ કરી પણ કરી હતી. ઘટનાના પગલે દર્દીને તત્કાલીક આઇસીયુમાં સારવાર આપવા તંત્ર કામે લાગ્યું હતું. જોકે દર્દીનું સાંજના સમયે થયું અવસાન થતા મામલો વધારે બિચક્યો હતો.

રાજ્યની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો: મનીષ દોશી

જુઓ LIVE TV

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર તો કરવામાં આવે છે પણ સારવાર સાથે ડોક્ટરોની ટ્રીટમેન્ટ અને ઉંદરોનો ત્રાસ જોવા મળ્યો હતો. ગાંધીનગર સિવિલમાં દર્દીને ટ્રીટમેન્ટ દરમિયાન એક ઉંદર કરડી જતા દર્દીનું મોત થયું હતું. 82 વર્ષીય વૃદ્ધનું મોત થતા પરિવાર દ્વારા ગાંધીનગર સિવિલના તંત્ર પર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More