Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: RSS- મોહન ભાગવતનાં નામે નકલી સંવિધાન, વર્ગવિગ્રહ કરવાનો પ્રયાસ

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) અને તેના વડા મોહન ભાગવતને બદનામ કરવાનાં ઇરાદે નાગપુર સ્થિત સંઘ મુખ્યમથક તેમજ મોહન ભાગવતની તસ્વીરોનો ઉપયોગ કરીને નવું બંધારણ બનવાં જઇ રહ્યું છે. જેમાં નારીને ભગવાને માત્ર સંતાનોત્પત્તી માટે જ બનાવી હોવાનો અને તેનાં અધિકારોને હિન્દુ ધર્મ અનુસાર સીમિત કરવામાં આવી રહ્યા છે. બ્રાહ્મણ સમાજ સિવાયનાં વર્ગોનાં લોકો સિવાયનાં તમામ લોકો હલકી કક્ષાનાં છે, તેવું જણાવવાનો પ્રયાસ કરતી એક PDF ફાઇલ ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયા પર ફરતી થઇ છે. આ મુદ્દે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને વકીલ દિનેશ વાળાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ મુદ્દે પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે. 

અમદાવાદ: RSS- મોહન ભાગવતનાં નામે નકલી સંવિધાન, વર્ગવિગ્રહ કરવાનો પ્રયાસ

બ્રિજેશ દોશી/અમદાવાદ: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) અને તેના વડા મોહન ભાગવતને બદનામ કરવાનાં ઇરાદે નાગપુર સ્થિત સંઘ મુખ્યમથક તેમજ મોહન ભાગવતની તસ્વીરોનો ઉપયોગ કરીને નવું બંધારણ બનવાં જઇ રહ્યું છે. જેમાં નારીને ભગવાને માત્ર સંતાનોત્પત્તી માટે જ બનાવી હોવાનો અને તેનાં અધિકારોને હિન્દુ ધર્મ અનુસાર સીમિત કરવામાં આવી રહ્યા છે. બ્રાહ્મણ સમાજ સિવાયનાં વર્ગોનાં લોકો સિવાયનાં તમામ લોકો હલકી કક્ષાનાં છે, તેવું જણાવવાનો પ્રયાસ કરતી એક PDF ફાઇલ ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયા પર ફરતી થઇ છે. આ મુદ્દે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને વકીલ દિનેશ વાળાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ મુદ્દે પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે. 

વડોદરા: કાલોલમાંથી પુરૂષની અર્ધબળેલો મૃતદેહ મળ્યો, પ્રેમપ્રકરણમાં હત્યાની આશંકા

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સમાજનાં વર્ગો વચ્ચેની એકતા તોડવા, ભારતની ન્યાય વ્યવસ્થા પર સવાલ ઉભા થાય તેવું લખાણ લખીને સોશિયલ મીડિયામાં સંઘ અને મોહન ભાગવત નામે ફરતા કરવામાં આવતા સંઘનાં સ્વયં સેવક અને વકીલ દિનેશ વાળાએ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરાવી છે. હાલ તો પોલીસ દ્વારા હાલ ફરિયાદ દાખલ કરીને પ્રાથમિક તજવીજ હાથ ધરવામાં આવી છે. 

રાજકોટ: મેનેજરે સગીરાને આટલી સુંદર છે આવ મારી પાસે તેમ કહી બાથમાં લઇ લીધી

વાઇરલ થઇ રહેલી પીડીએફમાં લખ્યું છે કે, હિન્દુસ્તાનનાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રાજ્યોનાં મુખ્યમંત્રી અને મંત્રી તમામ સાંસદ અને વિધાનસભાના સભ્યો બ્રાહ્મણ જ રહેશે. જ્યારે બ્રાહ્મણ, ક્ષત્રીય અને વૈશ્યને જ મતાધિકાર રહેશે. શુદ્ર અને નારીઓને વોટ આપવાનો અધિકાર નહી મળે. જો કે આ સિવાય પણ અનેક વાંધાજનક લખાણો લખવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક લખાણો તો અહીં લખવા પણ શક્ય નથી. પરંતુ આ લખામણમાં અનેક કોમ વચ્ચે આંતરિક વિખવાદ થાય તેવા પ્રકારનું વાંધાજનક લખાણ લખવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More