Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: ફિલ્મોનો વિલન બન્યો રિયલ લાઇફનો વિલન, કર્યું આવું કામ

અમદાવાદની રામોલ પોલીસે રિયલ લાઈફમાં વિલેનનુ કામ કરી ચુકેલા તથા સાપ્તાહિક પેપર ચલાવતા કમલ પંડ્યા અને ધર્મિષ્ઠા પંડ્યાના નામના દંપતિની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ: ફિલ્મોનો વિલન બન્યો રિયલ લાઇફનો વિલન, કર્યું આવું કામ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદની રામોલ પોલીસે રિયલ લાઈફમાં વિલેનનુ કામ કરી ચુકેલા તથા સાપ્તાહિક પેપર ચલાવતા કમલ પંડ્યા અને ધર્મિષ્ઠા પંડ્યાના નામના દંપતિની ધરપકડ કરવામાં આવી છે. આ દંપતિ પર સ્પાના માલિક પાસેથી ખંડણી લેવાનો અને ધમકી આપવાનો આરોપ લાગ્યો છે. જોકે દંપતિ પોતાનો પર લાગેલા આરોપો નકારી રહ્યા છે. 

કમલ પંડ્યા અને ધર્મિષ્ઠા પંડ્યા પર એક સ્પાના માલિક દ્વારા આરોપ મુકવામાં આવ્યા છે. સ્પાના માલિકનુ કહેવુ છે કે, આ લોકો તેને ખુબજ બ્લેકમેલ કરી રહ્યા હતા. અને તેમની પાસેથી પહેલા પાંચ હજારની ખંડણી લઈ ગયા. જોકે એક વાર ખંડણી લઈ ગયા બાદ પણ વારવાંર ખંડણીની માંગણી કરી રહ્યા હતા જેથી કંટાળીને ફરિયાદી વિજયસિંહ ઝાલાએ પોલીસમાં ફરિયાદ કરી અને પોલીસે પુરાવા એકત્રિત કરી બન્નેની ધરપકડ કરી છે. પોલીસનુ કહેવુ છે કે, આરોપી કમલ સામે અગાઉ પણ ફરિયાદ દાખલ થઈ ચુકી છે.

fallbacks

વાત કંઈ એમ છે કે ફરિયાદી વસ્ત્રાલમાં એક સ્પા ચલાવે છે અને આરોપી કમલ અને તેમની પત્ની સપ્ટેમ્બર મહિનામાં સ્પામાં ગયા હતા અને તમે દેહવેપારનો ધંધો ચલાવો છે તેમ કહી તેમની પાસેથી રુપિયાની માંગણી કરી હતી. આરોપીઓએ એવી ધમકી આપી હતી કે, તમે રુપિયા નહી આપો તો તે આ સમાચાર તેના સાપ્તાહિક અખબારમાં છાપી દેશે જેથી ફરિયાદીએ બીકના કારણે રુપિયા આપી દીધા હતા. જોકે આરોપીઓની લાલચ વધી અને તેમને વારવાંર ફોન કરવાનો ચાલુ કરી દીધો હતો.

વધુમાં વાંચો...અમરેલી: માલગાડીની અડફેટે આવી જતા 3 સિંહના મોત, સ્થાનિક લોકોમાં ભારે રોષ

ફરિયાદીને દર મહિને પાંચ હજારની માંગણી કરી રહ્યા હતા પરંતુ ફરિયાદીએના પાડતા આરોપીઓએ તેને ફોન પર ધમકી આપવાનુ ચાલુ કરી દીધેલ અને તમામ સાપ્તાહિક અખબારમાં તેને સ્પાને બદનામ કરવાની ધમકી આપી હતી. ફરિયાદીએ રુપિયાના આપતા આરોપી કમલ પંડ્યાએ તેના અખબારમાં સ્પા વિશે સમાચાર છાપી દીધા જેથી વિજયસિંહ ઝાલાની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચતા તેમને ફરિયાદ દાખલ કરાવી છે.

સવાલ એ ઉભો થાય છે કે, હાલ તો પોલીસે પુરાવાના આધારે આરોપીઓની ધરપકડ કરી લીધી છે પરંતુ આરોપી જે વાત કરી રહ્યો છે કે ,તેમની પાસે દેહવેપારનો વિડિયો છે તેની તપાસ કરાવી પણ ખુબજ જરુરી છે. ત્યારે પોલીસ સ્પાની તપાસ કરે છે કે, કેમ તે જોવુ રહ્યુ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More