Home> Gujarat
Advertisement
Prev
Next

મને માફ કરજો મારાથી મોટી ભૂલ થઈ: 'મેં મારૂ જીવન જસલાને સોંપ્યું, મને એ જીવવા નથી દેતો'

Ahmdabad News: પાલડી પોલીસસ્ટેશની મહિલા પોલીસ કર્મી લલીતાબેન પરમારે વાસણા વિસ્તારમાં આવેલા ખોડીયાર નગરમાં ભાડાના મકાનમાં ગત તા.29મીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. જે મામલે વાસણા પોલીસે તપાસ કરતા સ્યુસાઇડ નોટ મળી આવી હતી.

મને માફ કરજો મારાથી મોટી ભૂલ થઈ: 'મેં મારૂ જીવન જસલાને સોંપ્યું, મને એ જીવવા નથી દેતો'

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મી આત્મહત્યા કેસમાં પરણિત પ્રેમી સામે ફરિયાદ નોંધી પ્રેમીની ધરપકડ કરવા પોલીસે તપાસ શરૂ કરી છે. 

મોઢવાડિયા અને ડેરથી શું થશે ભાજપને ફાયદો?, જાણો કેમ લાલજાજમ પાથરી કર્યું સ્વાગત

દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
પાલડી પોલીસસ્ટેશની મહિલા પોલીસ કર્મી લલીતાબેન પરમારે વાસણા વિસ્તારમાં આવેલા ખોડીયાર નગરમાં ભાડાના મકાનમાં ગત તા.29મીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. જે મામલે વાસણા પોલીસે તપાસ કરતા સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેમના જ ગામમાં રહેતો અને 19 વર્ષથી પ્રેમ સંબંધ રાખનાર જશવંત ઉર્ફે જસલો રાઠોડના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જે મામલે વાસણા પોલીસે આરોપી જશવંત ઉર્ફે જસલા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

ખેડૂતોની આવક ડબલ કરવાનું સરકારે ઊભું કર્યું પ્લેટફોર્મ, મોદીના હોમટાઉનમા છે પ્રોજેકટ

લલીતાબેને કંટાળીને આપઘાત કર્યો
આરોપી જશવંત મૃતક લલીતાબેનને સતત ફોન કર્યા કરતો હતો. બાદમાં વીડીયો કોલ કરીને નોકરી છોડી દેવા કે બીજા સાથે વાત ન કરવા કહીને દબાણ કરીને ત્રાસ આપતો હતો. આરોપી સતત હું કહું એટલું જ તારે કરવાનું તેમ કહીને દબાણ કરતા લલીતાબેને કંટાળીને આપઘાત કર્યો હતો. જે મામલે હવે વાસણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે...

જો પાર્ટી આદેશ કરશે તો હું લોકસભાની ચૂંટણી લડીશ, જીવીશ ત્યાં સુધી ભાજપમાં નહીં જાઉં

લલીતાબેને આરોપી પર અનેક આક્ષેપ કર્યા
પોલીસે જે સ્યુસાઇડ નોટ કબ્જે કરી છે તેમાં લલીતાબેને આરોપી પર અનેક આક્ષેપ કર્યા છે. જેમાં, હું લલીતા પરમાર મરવા મજબુર થઇ ગઇ છું અને હું હવે આ જીવનથી કંટાળી ગઇ છું. ખાવા પીવાની કસાયની નથી રહેવા દીધી. મારાથી મોટી ભુલ થઇ ગઇ છે હવે મારાથી સહન નથી થાતુ અને એ મારી મોટી ભુલ છે જસલો (જશવંત રાઠોડ). મારી જીંદગી બગાડી નાખી મને નોકરી નથી કરવા દેતો, મને જીવવા નથી દેતો, ગમે તે વાતે મને બોલે છે અને ગાળો આપે છે. 

અમદાવાદીઓ માટે ખુશખબર: આ તારીખ પહેલાં ભરો પ્રોપર્ટી ટેક્સ, 15 ટકાનો મળશે લાભ

મારી આ ભુલ છેલ્લા 19 વર્ષથી થઇ છે પણ...
મારા જીવનની શાંતિ છીનવાઇ ગઇ છે, હવે મારાથી સહન નથી થાતું. મારી ઉપર તલ ભર વિશ્વાસ નથી કરતો, મારી આ ભુલ છેલ્લા 19 વર્ષથી થઇ છે પણ હવે નથી થાતું. મારે મરવાનું કારણ હું અને જસલો છે અને હવે મારાથી જરાય સહન નથી થતું. મારે નોકરી આવે તો મને નોકરી કરવા દેતો નથી, જવા દેતો નથી, સુવા દેતો નથી, આખી રાત વિડીયો કોલ ચાલુ રાખે છે, મારા ઉપર વેમાય છે, મને મરવા મજબુર કરે છે એટલે હું મરૂ છું. મારા મોબાઇલમાં બધા મેસેજ વિડીયો કોલ રેકોર્ડિંગ બધુ પડેલું છે. 

આંધી-વંટોળ, વરસાદ, કરા તાંડવ કરશે! 2024માં ક્યારેય ન સાંભળી હોય તેવી છે ઘાતક આગાહી

વાસણા પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી ધરપકડ
મારા મમ્મી ભાઇ બહેન બધા મને માફ કરજો મારાથી મોટી ભૂલ થઇ છે. તેનો કોઇ રસ્તો નથી બાકી દેખાતો, મેં મારૂ જીવન જસલાને આપી દીધું છે મારાથી બીજુ કાંઇ થાસે નહિ હવે એ મને છોડશે નહિ મારા જીવનમાં જસલા સિવાય કોઇને માન્યો નથી અને માનીશ પણ નહિ. જીવા વાળી મેલડી માની કસમ ઉગરતા પોરની મેલડી ભગવતી ભેળિયાવાળીના સમ મેં ક્યારેય કાંઇ ખોટું નથી કર્યું અને કરીશ પણ નહિ. હવે હદનો છેડો આવી ગયો છે મારા મરવાનું કારણ મારો પરિવાર કે મારી નોકરી નથી પરંતુ હું પોતે જ છું અને મારો પ્રેમ છે. જે 19 વર્ષ જસલાને આપ્યો એ પણ સમજી ના શક્યો મને, મારા આટલા વર્ષનો પ્રેમ અને વિશ્વાસ મને મરવા મજબુર કરે છે ત્યારે વાસણા પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે.

મને રામાયણ અને રામ પર વિશ્વાસ નથી, જય શ્રી રામનો નારો ઘૃણાસ્પદ, નેતાએ મર્યાદા વટાવી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More