Home> Gujarat
Advertisement
Prev
Next

બોગસ ખેડૂત મુદ્દે 16 શખ્સો સામે ફરિયાદ, કેતન ઈનામદારે આ કૌભાંડનો કર્યો હતો પર્દાફાશ

સામંતપુરા ગામમાં રહેતા ખેડુતોના જમીનમાં બારોબાર ત્રાહિત વ્યક્તિઓના નામ દાખલ થતાં હડકંપ મચી જવા પામ્યો હતો. ખેડૂતોએ સાવલી પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં 7 મહિના બાદ નાયબ મામલતદાર, તલાટી સહિત 16 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.

બોગસ ખેડૂત મુદ્દે 16 શખ્સો સામે ફરિયાદ, કેતન ઈનામદારે આ કૌભાંડનો કર્યો હતો પર્દાફાશ
Updated: Jun 20, 2024, 09:21 PM IST

રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરાના સાવલીના સામંતપુરા ગામમાં રહેતા ખેડુતોના જમીનમાં બારોબાર ત્રાહિત વ્યક્તિઓના નામ દાખલ થતાં હડકંપ મચી જવા પામ્યો હતો. ખેડૂતોએ સાવલી પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં 7 મહિના બાદ નાયબ મામલતદાર, તલાટી સહિત 16 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.

આ તારીખો નોંધી લેજો! ગુજરાતમાં ક્યાં-ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ? નદીઓ છલકાઈ જશે

સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદારે 7 મહિના પહેલા 6 ખેડૂતોને સાથે રાખી સાવલી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. સાવલીના સામંતપુરા ગામમાં રહેતા રંજનબેન પરમાર સહિત 6 ખેડૂતો વારસાઈની નોંધ માટે સરકારી કચેરીએ ગયાં ત્યારે એમણે ખબર પડી કે એમના જમીનમાં કોઈ ત્રાહિત વ્યક્તિના નામ દાખલ થઈ ગયા છે. જેથી તેઓએ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારને રજૂઆત કરતાં ધારાસભ્યએ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરાવી. 

મહુડીની સુખડી અને શેરબજારની રોકડી કોઈ ઘરે નથી લઈ ગયું! આ શેરે ખોટી પાડી કહેવત

જેમાં અધિકારીઓની મિલીભગતથી ખેડૂત ખાતેદારના જમીનમાં ત્રાહિત વ્યક્તિઓના નામ દાખલ થયા હોવાનું સામે આવ્યું. સાથે જ બોગસ ખેડૂત બનાવવાનું કૌભાંડ પણ ચાલતું હોવાનું સામે આવ્યું. 7 મહિનાની તપાસ બાદ સાવલી પોલીસ સ્ટેશનમાં નાયબ મામલતદાર, તલાટી સહિત 16 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. જેને લઇ મહિલા ખેડૂત ખુશ છે, સાથે જ પોતાની જમીન માથી બોગસ ખેડૂતના નામ દૂર થાય અને જમીન પાછી મળે તેવી માંગ કરી રહ્યા છે. 

પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે ખખડાવ્યા ગુજરાત હાઈકોર્ટના દ્વાર! જાણો શું છે મામલો?

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે બોગસ ખેડૂત કૌભાંડ મામલે અગાઉ મુખ્યમંત્રી અને કલેકટરને રજુઆત કરી હતી, જેને લઇ આખરે ફરિયાદ નોંધાઈ છે…કેતન ઇનામદારએ આક્ષેપ કર્યો છે કે આખું મહેસુલ વિભાગ ભ્રષ્ટ છે, અધિકારીઓએ પોલીસને લેખિતમાં જવાબ આપ્યો કે તેમની પાસે ખેડૂત ખાતેદારોનો કોઇ રેકોર્ડ ઉપલબ્ધ નથી. એટલે હવે ધારાસભ્ય કેતન ઇનામદાર ફરીથી મુખ્યમંત્રી અને કલેકટરને પત્ર લખી SIT તપાસની માંગણી કરશે. 

ગાય આધારિત ખેતીથી કરો લાખોની કમાણી! પ્રાકૃતિક ખેતી માટે સરકાર આપે છે મોટી સહાય

આખા રાજ્યમાં બોગસ ખેડૂત બનાવવાનું કૌભાંડ ચાલતુ હોવાની શંકા પણ ધારાસભ્યએ વ્યક્ત કરી છે. સાવલી પોલીસે હાલમાં એક મહિલા ખેડુતની અરજીના આધારે ફરિયાદ દાખલ કરી બાકીના 5 ખેડૂતોને સાક્ષી બનાવ્યા છે, સાથે જ અન્ય ખેડૂતોની અરજીની તપાસ પણ હજી ચાલુ રાખી છે.

ટી20 વર્લ્ડકપ વચ્ચે માઠા સમાચાર; ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે જિંદગી ટૂંકાવી

મહત્વની વાત છે કે સાવલી પોલીસને ફરિયાદ નોંધતાં 7 મહિનાનો લાંબો સમય થઈ ગયો. ધારાસભ્યની રજૂઆત બાદ પણ પોલીસ ગંભીર ન દેખાઈ. ત્યારે શું સમગ્ર કૌભાંડમાં મહેસૂલ વિભાગના અધિકારીઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરશે કે પછી તેમણે બચાવી લેશે તે આગામી સમયમાં ખબર પડશે. જમીનમાં બારોબાર નામ દાખલ કરાવી તેમજ બોગસ ખેડૂત બનાવવાના કૌભાંડમાં અન્ય કોણી કોણી સંડોવણી છે તે પણ પોલીસ તપાસનો વિષય છે. 

કિસમે કિતના હૈ દમ? આજે ખબર પડશે કેવી છે કિંગ કોહલીના બેટની ધાર...બિરાદરો સાથે દંગલ!

આરોપીઓના નામ

  • રાજેન્દ્રસિંહ વાસંદિયા - નાયબ મામલતદાર 
  • હિરલબેન ચૌધરી - રેવન્યુ તલાટી સામે ગુનો નોંધાયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે